~ એમએક્સ પ્લેયર પર ચક્રવ્યૂહ- એન ઈસ્પેક્ટર વિરકર ક્રાઈમ થ્રિલરમાં પ્રતિક બબ્બર સર્વ સ્ટંટ પોતે કરતો જોવા મળશે ~
~ આ અર્બન ક્રાઈમ થ્રિલરમાં રૂહી સિંહ, સિમરન કૌર મુંડી, આશિષ વિદ્યાર્થી, શિવ પંડિત, ગોપાલ દત્ત અને સ્વ. આસીફ બસરા પણ છે ~
પીછો કરવાનાં દશ્યો, ફાઈટનાં દશ્યો અને મુશ્કેલીમાં આવેલી પ્રેમિકાને બચાવવા માટે આખરી દોડ… અમે બધાએ અમારા મનગમતા હીરોની જગ્યાએ પોતાને કલ્પના કરીને ભરપૂર મોજ માણી છે અને ગુંડાઓના જૂથની હરોળ પદ્ધતિસર રીતે તોડીને વિજયી સાબિત થયા છીએ. જોકે પ્રતિક બબ્બર ભજવી રહો છે તે ઈન્સ્પેક્ટર વિરકરના કિસ્સામાં તેને સમયની વિરુદ્ધ દોડવાનું છે અને પોતાના ક્રાઈમના અંધારા જાળાનો ઉપયોગ કરીને ક્રૂર બ્લેઈમેઈલરોના ચહેરા પરથી નકાબ હટાવવાનો છે.
ભારતીય ફિલ્મો અને ઓટીટી સુપર કોપ યુનિવર્સમાં નવીનતમ પોલીસ તરીકે પ્રતિક બબ્બરના આ અદભુત પરિવર્તનની વ્યાપક સરાહના થઈ રહી છે અને એમએક્સ ઓરિજિનલ સિરીઝ ચક્રવ્યૂહ- એન ઈન્સ્પેક્ટર વિરકર ક્રાઈમ થ્રિલરના ટ્રેઈલરમાં તે જામે છે. તેજ ગતિની વાર્તારેખા, મંત્રમુગ્ધ કરનારાં એકશન દશ્યો અને રોચક રહસ્ય સાથે એમએક્સ પ્લેયરની નવી ઓફરમાં આ મુખ્ય પાત્ર એકશનનાં બધાં દશ્યો જાતે ભજવતો જોવા મળશે, કારણ કે પ્રતિક બબ્બર એકશન મોડમાં આવી ગયો છે.
વધુ જાણવા માટે પ્રોમો અહીં જુઓ: http://bit.ly/Promo_InspectorVirkar
સિરીઝમાં બધાં ફાઈટનાં દશ્યો પોતે ભજવવા વિશે બોલતાં પ્રતિક કહે છે, એકશન એવો પ્રકાર છે જે હંમેશાં દર્શકોએ ભરપૂર માણ્યાં છે અને મને પોતાના સ્ટંટ પોતાને કરવાનું ગમે છે. અમુક દશ્યોમાં ટેક્નિકલ કુશળતાઓ અથવા માર્શલ આર્ટસની જરૂર છે જે પ્રોફેશનલ સ્ટંટ કોઓર્ડિનેટર પર છોડી દઉં છું ત્યારે તમારા પોતાના સ્ટંટ તમે પોતે કરો ત્યારે અમુક પ્રકારની જેન્યુઈનનેસ તેમાં આવે છે એવું મને લાગે છે. હું મારું શારીરિક સૌષ્ઠવ બતાવવા માટે ફિટ થયો નથી, પરંતુ લક્ષ્ય મારા પાત્રમાં શક્તિ અને સ્ટેમિના દેખાય તેની ખાતરી રાખવાનું હતું. અમે લાંબો સમય પ્રેક્ટિસ કરી હતી. મેં તેને માટે ઉત્તમ આકાર બનાવ્યો છે અને શૂટ દરમિયાન પણ મેં તાલીમ લીધી હતી, જેથી કોઈ દુર્ઘટના નહીં સર્જાયય. આ શોએ ખરેખર મને મારા કમ્ફર્ટ ઝોનમાંથી બહાર લાવી દીધો છે. તેનાથી મારી કળાનાં અલગ પાસાંઓની ખોજ અને નિખાર કરવામાં મને મદદ મળી છે.
એમએક્સ ઓરિજિનલ સિરીઝ ચક્રવ્યૂહ- એન ઈન્સ્પેક્ટર વિરકર ક્રાઈમ થ્રિલરનું દિગ્દર્શન શૂઝિત વોરિયરે કર્યું છે અને ઈન્સ્પેક્ટર વિરકરની આ 8 એપિસોડની વર્તમાન દિવસની વાર્તા છે. તે ઘાતકી હત્યાના કેસની તપાસ કરતો હોય છે, જે સાઈબરક્રાઈમ સાથે સંકળાયેલો હોય છે. તપાસની પ્રક્રિયામાં તે ટેક સાવી તોફાનીઓના જૂથ સાથે ભટકાય છે, જેઓ બ્લેકમેઈ અને અન્ય અનધિકૃત પ્રવૃત્તિઓ કરવા માટે ઈન્ટરનેટનો ઉપયોગ કરે છે. આ ચક્રવ્યૂહની વચ્ચે ફસાયેલો વિરકર ખબરી, હેકર અને વિદ્યાર્થી કાઉન્સેલરની મદદથી આ બંને કેસ વચ્ચેની ખૂટતી કડી શોધે છે.
સિરીઝ સ્ટ્રીમ કરો 12મી માર્ચથી, ખાસ એમએક્સ પ્લેયર પર મફતમાં!