કોરોના કહેર હવે હદ વટાવી ચુક્યો છે. દિવસે ને દિવસે લોકો આ ગંભીર બીમારીનો શિકાર થઈ રહ્યા છે. કોરોના જ નહીં, લોકો અન્ય બીમારીથી પિડાઈ રહ્યા છે. કોરોના ના લીધે લોકોમાં ડરનો માહોલ ફેલાયો છે જેથી લોકો અન્ય બીમારી ની સારવાર માટે દવાખાના માં જતાં ય ડરે છે.
સારા ચેરીટેબલ ટ્રસ્ટ ની અપીલ છે કે,ગભરાશો નહી. માત્ર સાવચેત રહેવા ની જરૂર છે. સમયસર તપાસ બાદ સારવાર લેવાથી કોઈ પણ બીમારી દૂર થઈ શકે છે. જો કોઈને કોરોના લક્ષણ જેવા કે શરદી, ખાંસી, તાવ, શરીરમાં કળતળ, શ્વાસ લેવામાં તકલીફ, ઝાડા-ઉલ્ટી, વાયરલ-ઈન્ફેક્શન, ડાયાબીટીસ ની તકલીફ હોય તો તરત જ સારા ફાઉન્ડેશન ટ્રસ્ટ તેમજ સજજુલાલ સંચાલિત સારા ચેરિટેબલ દવાખાનાં ( SAARA CHARITABLE CLINIC ) નો સંપર્ક કરી ફ્રી-મફત(FREE) નિદાન કરાવી શકે છે.
સારા ચેરિટેબલ દવાખાનાં માં સેવા આપનાર ડોક્ટર્સ જેવાં કે, ડૉ. મહમદ આસિફ અન્સારી, ફીજીશિયન, આઇસીયુ ક્રિટીકલ કેર સ્પેશિયાલિસ્ટ,
ડો. આલિયા નુર શેખ, એમબીબીએસ સહિત જનરલ પ્રેક્ટિસનર દ્વારા ફ્રી ઓ.પી.ડી. સેવાઓ પુરી પાડવામાં આવશે. સારા ફાઉન્ડેશન ટ્રસ્ટ તેમજ સજજુલાલ સંચાલિત સારા ચેરિટેબલ દવાખાનામાં કન્સલ્ટેશન/ડોક્ટર્સની મફત તપાસ,પ્રાથમિક સારવાર બાદ ની મફત દવા,જરૂરિયાત મુજબ ઈન્જેક્શન તેમજ બોટલની ફ્રી અપાશે.દર્દીઓ સાંજે ૭ વાગ્યા થી રાત્રે ૧૧ વાગ્યા સુધી પ્રથમ માળ, લાલ પ્લાઝા, રોયલ અકબર ટાવર સામે, જુહાપુરા, અમદાવાદનો સંપર્ક કરી શકે છે.