અમદાવાદ –જય સોમનાથ ગ્રુપ આ કોરોના મહામારીના સમયમાં અનેક સેવાના કામ કરી રહી છે. જય સોમનાથ ગ્રુપ દ્વારા કોરોના દર્દીઓને ઘરે ફ્રી ટિફીન સેવા પહોંચાડી રહી છે. હોમ આઇસોલેટેડ અને હોસ્પિટલમાં કોરોના દર્દી માટે વસ્ત્રાલ, ઓઢવ, અમરાઇવાડી અને નિકોલ જેવા વિસ્તારમાં ફ્રી ટિફીન સેવા આપી રહી છે. કોરોના દર્દી ટિફીન વોટ્સએપ નંબર – પિયુષ બારોટ : 98251 30234 અને પરેશ પટેલ : 97122 46926 પર નોંધાવી શકે છે. જય સોમનાથ ગ્રુપ ટિફીન બપોરે – 11.00થી 1.00 અને સાંજે – 7.00થી 9.00 દરમિયાન પહોંચાડશે. વધુ માહિતી માટે 99095 11421 અને 98258 76411 પર સંપર્ક કરી શકો છો.