![](https://newsaaspaas.com/wp-content/uploads/2022/07/PIC-2-1024x576.jpeg)
કાન્હા રે, આ ગીત “વિકીડાનો વરઘોડો” ફિલ્મનું છે જે આ શુક્રવારે રિલીઝ થઈ રહ્યું છે. મુખ્ય અભિનેત્રીઓ એમ મોનલ ગજ્જર , માનસી રાચ્છ અને જ્હિનલ બેલાણી આ ત્રણેનું ટ્રિપલ ધમાકા પરફોર્મન્સ તમે આ ગીતમાં જોઈ શકશો. આટલી બ્યુટીફૂલ કોરિયોગ્રાફી પ્રિન્સ ગુપ્તાની છે. ઐશ્વર્યા મજમુદાર અને કૈરવી બુચે છે, ચેતન ધાનાણી દ્વારા લખાયેલ અને અમર ખંધા દ્વારા સંગીતબદ્ધ કરીને આ અદભૂત રચના બની છે
અનુશ્રી, વિદ્યા અને રાધિકાના અમેઝિંગ પરફોર્મન્સ જોઇને લોકો અભિભૂત થઇ જાય એટલી સુંદર રીતે તેઓએ ડાન્સસ્ટેપ્સ ફોલો કર્યા છે. તેમની શૈલી અને છટા આગવી છે જે દર્શકોને મોહિત કરી દે એવી છે. 8મી જુલાઈ 2022થી આ ફિલ્મ તમારા નજીકના થીયેટરમાં જોવાનું ભૂલતા નહિ.
આ ફિલ્મ વિષે પ્રેક્ષકોમાં જીજ્ઞાસા જાગે એ માટે એક ખાસ અંદાજમાં ભવાઈ ગીતના એનિમેટેડ વિડીયો દ્વારા ફિલ્મની રિલીઝ ડેટ અનાઉન્સ કરી હતી.
આ ફિલ્મ રાહુલ ભોલે અને વિનિત કનોજિયા દ્વારા લિખિત, દિગ્દર્શિત અને સંપાદિત કરાઈ છે.
એસપી સિનેકોર્પના શ્રેયાંશી પટેલ અને શરદ પટેલ, જાન્વી પ્રોડક્શન્સના અજય શ્રોફ, પંકજ કેશરૂવાલા અને વિકાસ અગ્રવાલ તથા રિષિવ ફિલ્મ્સના આશિષ પટેલ અને નીરવ પટેલ દ્વારા આ ફિલ્મ પ્રોડ્યુસ કરાઈ છે.