2021: મારૂતિ સુઝુકી ઇન્ડિયા લિમિટેડ દ્વારા ઝાયડસ હોસ્પિટલ્સ સાથેની ભાગીદારીમાં ગુજરાતના અમદાવાદ જિલ્લાના સીતાપુર ખાતે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ શરૂ કરવાની ઘોષણા કરવામાં આવી છે. કુલ126કરોડ રૂપિયાના મૂડી ખર્ચ સાથે, આહોસ્પિટલને મારૂતિ સુઝુકીની સીએસઆર પહેલ – મારુતિ સુઝુકી ફાઉન્ડેશન દ્વારા 100% નાણાકીય ભંડોળ પૂરું પાડવામાં આવ્યું છે. આ હોસ્પિટલનું સંચાલન ઝાયડસ ગ્રૂપના સીએસઆર વિભાગ રમણભાઇ ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવશે. આ હોસ્પિટલ કોવિડ -19 દર્દીઓની સાર-સંભાળ રાખવામાં અને મહામારી વિરુદ્ધની લડતને મજબૂત બનાવવામાં પણ મદદ કરી રહી છે.
મારુતિ સુઝુકી ઇન્ડિયાના એમડી અને સીઇઓ શ્રીમાન કેનિચિ આયુકાવાએ કહ્યું કે, “જ્યારે અમારા ગુજરાત પ્લાન્ટની શરૂઆત થઇ ત્યારે આ પ્રદેશમાં કોઇપણ મોટી તબીબી સુવિધા ઉપલબ્ધ ન હતી. અમે વિસ્તારના તમામ રહેવાસીઓ માટે સારી ગુણવત્તા ધરાવતી મલ્ટી-સ્પેશિયાલિટી હોસ્પિટલનું નિર્માણ કરવાનો નિર્ણય કર્યો અને હેલ્થકેરમાં શ્રેષ્ઠ નામ – ઝાયડસ હોસ્પિટલ્સ સાથે ભાગીદારી કરી. સદભાગ્યે તે કોવિડની બીજી લહેરના સમયે છે અને અમે મહામારીની સામે લડવા તેને કોવિડ-કેર સુવિધામાં તબદીલ કરી છે. અમે આ પ્રોજેક્ટ માટે ગુજરાત સરકાર અને અમદાવાદ જિલ્લાના વહીવટીતંત્રનો સહયોગબદલ આભાર વ્યક્ત કરીએ છીએ.”
આ હોસ્પિટલથી સીતાપુર અને તેની આસપાસના ગામડાઓમાં રહેતા 3.75લાખ લોકોને પરવડે તેવા ખર્ચમાં સેવા આપે તેવી અપેક્ષા છે. 5૦ બેડની સુવિધાથી શરૂઆત કરીને, આહોસ્પિટલને માંગના આધારે ક્રમશ 100 પથારી સુધી વધારી શકાય છે. આ સુવિધાના વિસ્તરણ માટે આવશ્યક ઇન્ફ્રાસ્ટ્રક્ચર પહેલેથી જ તૈયાર છે. આ ફેસેલિટી 7.5 એકરમાં ફેલાયેલી છે અને સુપર સ્પેશિયલાઇઝેશન સર્વિસિસ સાથે આ ક્ષેત્રમાં પ્રથમ છે.
આ હોસ્પિટલની મુખ્ય લાક્ષણિકતાઓમાં શામેલ છે:-
- 24*7સુપર સ્પેશિયલાઇઝેશન હોસ્પિટલ, જેવી કે ઇમરજન્સી કેર અને ટ્રોમા, એડવાન્સ્ડ ડાયગ્નોસ્ટિક્સ, જીવનની જોખમી પરિસ્થિતિઓમાં સ્થિરતા માટેની નિર્ણાયક સારવાર, માતા અને બાળની સારસંભાળ, કાર્ડિઆક કેર, આંખની સારસંભાળ, બર્ન્સ, ઇએનટી, ઇન્ટરલ મેડિસીન અને જનરલ મેડિસીન જેવી સેવાઓ પ્રદાન કરતી સેવાઓ.
- ઝાયડસ હોસ્પિટલ્સ દ્વારા યોગ્ય લાયકાત ધરાવતા અને અનુભવી ડોકટરો દ્વારા સંચાલિત
હોસ્પિટલના સંચાલનની કામગીરીમાં કાર્યરત કર્મચારીઓ માટે 160 રેસિડેન્શિયલ સુવિધા અને 20 ટુ-બીએચકે ફ્લેટ્સ સાથે ઇન્ટિગ્રેટેડ રેસિડેન્શિયલ ફેસિલિટી છે. તેમાં કર્મચારીઓ માટે જીમ, કાફેટેરિયા, દુકાનો, પુસ્તકાલય અને બગીચા જેવી સુવિધાઓ સામેલ છે.