સોની બીબીસી અર્થની નવી ડિજિટલ પ્રોપર્ટી ‘અર્થ ચેમ્પ્યિન્સ’ના ભાગરૂપે ચેનલ આ પૃથ્વીને તેમના નિઃસ્વાર્થી પ્રયાસો અને રોજની કૃતિઓ થકી બહેતર સ્થળ બનાવતા અસલ જીવનના હીરોની વાર્તાઓ લાવી રહી છે. વિશ્વ પર્યાવરણ દિવસ પર આગામી મહેમાન તરીકે સોની બીબીસી અર્થ અભિનેત્રી અને વસુંધરાપ્રેમી સોનાક્ષી સિંહાનું સન્માન કરી રહી છે, જે ઈન્સ્ટાગ્રામ લાઈવ થકી ચેનલના ચાહકો સાથે વાર્તાલાપ કરશે અને તેમને હરિત અને સક્ષમ ભાવિ પ્રત્યે કામ કરવા માટે પ્રેરિત કરશે.
સોનાક્ષી સિંહા, અભિનેત્રી અને વસુંધરા પ્રેમીઃ “આપણે પોતાને માટે નિર્માણ કરવામાંઆવેલા પર્યાવરણ વચ્ચે જ જીવવું પડે છે અને તેથી તે સુંદર રાખવાની ખાતરી આપણે રાખવી જોઈએ. હાલમાં આપણી આસપાસ વર્તમાન સ્થિતિ હવામાન પરિવર્તન અને આપણી પૃથ્વી પર તેની અસરના પ્રકાર વિશે આપણને ઊંડાણથી વિચારતા કરી મૂકે છે. જવાબદાર નાગરિકો તરીકે જો આપણે રોજના નિત્યક્રમમાં નાનું સક્ષમ પરિવર્તન લાવી શકીએ તો એકત્ર મળીને આપણે જીવવા માટે આરોગ્યવર્ધક વાતાવરણ નિર્માણ કરી શકીએ છીએ. મને સોની બીબીસી અર્થની અર્થ ચેમ્પ્યિન્સ પહેલનો હિસ્સો બનવાની ખુશી છે અને મને આશા છે કે પૃથ્વીને અગ્રતા આપવા અને હકારાત્મક ફરક લાવવામાં મદદરૂર થવા માટે અન્ય સમવિચારી લોકોને પ્રેરિત કરી શકીશ. દરેક કૃતિનું મહત્ત્વ હોય છે અને મને આશા છે કે તે દાખલારૂપ બની રહેશે.”
સોનાક્ષી જોશીલી વસુંધરાપ્રેમી છે, જેને નિસર્ગમાં પશુઓ સાથે અને સ્કુબા ડાઈવિંગ કરીને સમય વિતાવવાનું ગમે છે. તે માને છે કે રોજના જીવનમાં નાનું પરિવર્તન પર્યાવરણ પર હકારાત્મક પ્રભાવ પાડવા માટે લાંબી મજલ મારી શકે છે. આથી તેણે પ્લાસ્ટિક બોટલોનો ઉપયોગ ટાળવો, બાંબૂ ટૂથબ્રશ અપનાવવા, શક્ય હોય ત્યાં જળ સંવર્ધન કરવું, પર્યાવરણ અનુકૂળ પ્રોડક્ટોનો ઉપયોગ કરવો અને સૌથી મહત્ત્વપૂર્ણ આસપાસના લોકોને તેઓ શું પરિવર્તન લાવી શકે છે તે વિશે વાકેફ કરવા જેવા નોંધપાત્ર ફેરપા કર્યાછે.
વાર્તાલાપ એ જાગૃતિ વધારવા ચાવીરૂપ છે અને તેથી સોનાક્ષી સિંહા થકી બીબીસી અર્થનું લક્ષ્ય અન્યોને આ અર્થ ચેમ્પિયનનાં પગલે ચાલવા પ્રેરિત કરવાનું અને તેમના રોજબરોજના જીવનમાં સક્ષમ પસંદગીઓ કરવા પ્રેરિત કરવાનું છે. તો આ વિશ્વ પર્યાવરણ દિવસ પર 5મી જૂનના રોજ સાંજે 5 વાગ્યાથી હોસ્ટ તારા શર્મા અને #અર્થચેમ્પિયન સોનાક્ષી સિંહા વચ્ચે લાઈવ વાર્તાલાપ જોવા માટે સોની બીબીસી અર્થનું ઈન્સ્ટાગ્રામ પેજ (@SonyBBCEarth) જરૂર જુઓ. ઉપરાંત દરેક મહિને અન્ય અર્થ ચેમ્પિયન્સ સાથે વધુ વાર્તાલાપ કરવા માટે પણ જોતા રહો.