સ્કોડા ઓટો ઇન્ડિયા માં અમારી અગ્રતા આવા કટોકટીના સમયમાં અમારા ગ્રાહકોને એકધાર્યો ટેકો આપવાની છે. આથી અમે એપ્રિલ અને જૂન વચ્ચે આવતી અમારી વોરન્ટી, નિર્ધારિત મેઈનટેનન્સ સર્વિસીસ અને સુપરકેર મેઇનટેનન્સ પ્લાન્સ 31મી જુલાઈ, 2021 સુધી વિસ્તારવાનું નક્કી કર્યું છે. અમે અમારી રોડસાઈડ આસિસ્ટન્સ નીતિઓ જે એપ્રિલ અને મે વચ્ચે અન્યથા સમાપ્ત થતી હોય તે પણ 30મી જૂન, 2021 સુધી વિસ્તારી રહ્યા છીએ,” એમ સ્કોડા ઓટો ઇન્ડિયાના બ્રાન્ડ ડાયરેક્ટર શ્રી ઝેક હોલિસે જણાવ્યું હતું.