જન સંઘર્ષ વિરાટ પાર્ટી ગુજરાત ના રાજકારણ માં 2019 થી કાચબાની ચાલ થી સક્રિય છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ની ચૂંટણી માં સારો દેખાવ કાર્ય પછી સતત જનતા ની પડખે રહી લોકહિત ના કાર્યો કરી એક નવું રાજકારણ સ્થાપિત કરવા માંગતું હોય એમ દેખાય રહ્યું છે. પાર્ટી દ્વારા આજે વટવા સ્થિત ન્યુ-મણિનગરમાં રસીકરણ જાગૃકતા અભિયાન કરવામાં આવ્યું. પાર્ટીના પ્રદેશ ના હોદ્દેદારો અને સામાજિક અગ્રણીયો દ્વારા ઘરે ઘરે જઈને રસી વિષે માહીતિ આપવામાં આવી અને લોકો ને અપીલ કરવામાં આવી કે રસીકરણ માં ભાગ લઈને ઘર અને દેશ ને સુરક્ષિત કરવામાં આવે . પાર્ટી ના મુખ્ય પ્રવક્તા નીરજ શુક્લ એ જણાવ્યું કે જન સંઘર્ષ વિરાટ પાર્ટી પ્રથમ દૃષ્ટિએ જનતા વિશે વિચારે છે અને જનતા માંથી ઉભરેલી પાર્ટી છે. પાર્ટી ના રાષ્ટ્રીય નેતૃત્વ અને વટવા ના લોકપ્રિય જનનાયક અર્જુન મિશ્રા જી ના નેતૃત્વ માં બે દિવસ સળંગ રસીકરણ જાગરુકતા અભિયાન અંતર્ગત ઘરે ઘરે જઈ લોકોને રસી ના મહત્વ વિશે સમજાવી અને પ્રયત્ન કરીશું કે 100% લોકો ને રસીકરણ થાય.