- અગ્રણી નીતિ નિર્માતાઓ, હસ્તીઓ અને કોર્પોરેટ્સે પાણીના નાયકોની ઉજવણી કરી
- 8 કલાક લાંબી વોટરથનો સ્વચ્છતા માટે પાણીના મહત્વ પર ધ્યાન આપે છે
New Delhi –
2021: ભારતે 72મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરી ત્યારે, હાર્પિક મિશન પાની અંતર્ગત દેશના પાણીના નાયકોની ઉજવણી કરવા માટે પ્રથમ વખત વોટરથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. 8 કલાક લાંબી આ વોટરથોનમાં અગ્રણી નીતિ નિર્માતાઓ, અલગ અલગ ક્ષેત્રની હસ્તીઓ અને સશસ્ત્ર દળો તેમજ કોર્પોરેટ જગતના લોકોએ સ્વચ્છતા માટે પાણીના મહત્વ અને તેના સંરક્ષણ પર ધ્યાન આપવા માટે ભાગ લીધો હતો.
ભારતની સૌથી મોટી વોટરથોન શ્રેણીબદ્ધ સતત ઉત્સાહિત કરતા સેશનોની સાક્ષી બની હતી જેમાં કાર્યદક્ષ ઉકેલો અને પાણીના સંરક્ષણની દિશામાં પ્રાથમિકતાના પ્રયાસો પર ચર્ચા કરવામાં આવી હતી. મિશન પાની WWF-ભારત અને સ્વરોવસ્કી વોટરસ્કૂલના સહયોગથી શરૂ કરવામાં આવ્યો છે જેનો મૂળ ઉદ્દેશ બાળકોને શરૂઆતની ઉંમરથી જ પાણીના સંરક્ષણ માટે તેમને પ્રોત્સાહિત કરવા માટે તેમનો વોટરસ્કૂલ અભ્યાસક્રમ સક્રિય કરવાનો છે.
રેક્કિટ બેન્સ્કિઅર ગ્રૂપના ગ્લોબલ CEO લક્ષ્મણ નરસિંહને આ અંગે ટિપ્પણી કરી હતી કે, “પ્રજાસત્તાક દિવસ નિમિત્તે સૌથી મોટી વોટરથોનનું આયોજન કરવું એ અત્યંત પ્રતીકાત્મક છે અને RB ખાતે અમારા માટે ઘણી ગૌરવની બાબત છે. જીવના તમામ પ્રકારના ક્ષેત્રોમાંથી આવતા લોકો આજે હાર્પિક મિશન પાની પ્લેટફોર્મ પર એક સાથે આવ્યા હતા, પાણી બચાવવાના સહિયારા લક્ષ્ય માટે એકજૂથ થયા હતા. આ દિવસે ભારતના પાણીના એવા નાયકોની ઉજવણી કરવામાં આવી છે જેમણે નિઃસ્વાર્થ ભાવે સ્વચ્છતા માટે પાણીના મહત્વ માટે નેતૃત્વ સંભાળ્યું છે અને તેના પર ધ્યાન આપ્યું છે. અમને આશા છે કે, હાર્પિક પોતાની મુખ્ય પહેલ દ્વારા પોતાના મિશન પાનીની મદદથી પાણીના સંરક્ષણ અને સ્વચ્છતાની દિશામાં લોકોની વર્તણૂકમાં પરિવર્તન લાવવાની કવાયતને સફળતાપૂર્વક આગળ વધારશે.”
હેતુપૂર્ણ બ્રાન્ડના નિર્માણ અંગેત બોલતા RB હાઇજીનના પ્રેસિડેન્ટ હેરોલ્ડ વેડેન બ્રોએકે જણાવ્યું હતું કે, “RB ખાતે, અમે આરોગ્ય, સ્વચ્છતા અને પોષણના પ્રહરી છીએ અને અમે સ્વચ્છ અને સ્વસ્થ દુનિયાના અવિરત પ્રયાસને સિદ્ધ કરવા માટે સુરક્ષા, ઉપચાર અને પાલનપોષણનો અમારો હેતુ પૂરો કરીએ છીએ. હાર્પિક, ફિનિશ અને લાઇઝોલ જેવી અમારી બ્રાન્ડ વર્તણૂક પરિવર્તનમાં અગ્રેસર ચાલકબળ પૂરું પાડે છે. અમે UN દ્વારા નક્કી કરવામાં આવેલા ટકાઉક્ષમ વિકાસના લક્ષ્યોને અનુરૂપ મુખ્ય સામાજિક મુદ્દાઓ સાથે સંકળાયેલી સ્પષ્ટ રીતે નિર્ધારિત લડતો માટે બ્રાન્ડ્સ નિર્માણ કરવાના હેતુ પ્રત્યે કટિબદ્ધ છીએ.”
અભિનેતા અને મિશન પાનીના બ્રાન્ડ એમ્બ્સેડર અક્ષય કુમારે જણાવ્યું હતું કે, “પાણી એવી સમૃદ્ધિ છે જેનું આપણે સૌઓ સંરક્ષણ કરવાનું છે. આગામી 9 વર્ષમાં પાણીની માંગમાં 40 ટકાની વૃદ્ધિ થશે જે એવું સ્તર છે જેને આપણે પરિપૂર્ણ કરવા માટે સક્ષમ નથી. સાથે સાથે, દેશમાં 28% પાણીની કટોકટી સર્જાવાની શક્યતા છે જેના માટે આપણે જવાબદાર હોઇશું. જે દરે માનવજાત આગળ વધી રહી છે તે જોતા આગામી 100 વર્ષમાં, આપણે હાલમાં ઉપલબ્ધ તમામ પાણી પૂરું કરી દઇશું. સોનાના ભાવે પાણી વેચાઇ શકે છે અને કદાચ તેની કિંમત એનાથી પણ વધુ થઇ શકે છે. કદાચ આપણને તેના માટે યુદ્ધ થતા પણ જોવા મળી શકે છે. એવો સમય પણ આવી શકે છે જ્યારે નદીઓ કે તળાવો હશે જ નહીં. આપણે પાણીના એક એક ટીપાં માટે સઘર્ષ કરવો પડશે. અત્યારે સમયની માંગ છે કે, આપણે સૌ પાણી બચાવવાનો સંકલ્પ લઇએ જેથી આવતીકાલે બહેતર જીવન જીવી શકીએ.”
આ કાર્યક્રમ દરમિયાન RB હાઇજીનના દક્ષિણ એશિયાના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ નરસિંહન ઇશ્વરે જણાવ્યું હતું કે, “પાણી બચાવવાનું મહત્વ હવે પહેલાં કરતા ઘણું વધારે થઇ ગયું છે. મહામારીએ આપણને શીખવાડ્યું છે કે, સમાજના દરેક વર્ગ માટે ઉચ્ચ સ્તરની સફાઇ અને સ્વચ્છતા આવશ્યક છે. હાર્પિક મિશન પાની દ્વારા પાણી, સ્વચ્છતા અને સફાઇ પર વધુ પ્રત્યક્ષ અસર પાડવાના ઉદ્દેશ સાથે લોકોની ચળવળ નિર્ધારિત કરવામાં આવી રહી છે. હાર્પિક મિશન પાનીના ‘સ્વચ્છતા ઔર પાની‘ અભિયાન સાથે અમારો ઉદ્દેશ પાણીના કાર્યદક્ષ ઉપયોગ અને સંરક્ષણ તેમજ સ્વચ્છતા અને સફાઇની તાકીદની જરૂરિયાત અંગે લોકોમાં જાગૃતિ વધારવાનો અને તેમને પ્રોત્સાહિત કરવાનો છે.”
RB હાઇજીનના દક્ષિણ એશિયાના CMO અને માર્કેટિંગ ડાયરેક્ટર સુખલીન અનેજાએ જણાવ્યું હતું કે, “બાળકોના હાથમાં આપણાં ભવિષ્યની ચાવી છે અને આથી મિશન પાની માટે તેઓ શ્રેષ્ઠ પ્રચારકો છે. હાર્પિકના મિશન પાનીની મદદથી અમે છેવટના લોકો સુધીમાં વર્તણુકમાં પરિવર્તન આવવાની આશા રાખીએ છીએ. ગત વર્ષે, અમે વિખ્યાત સંગીતકાર એ.આર. રહેમાનના સહયોગથી વોટર એન્થમ બહાર પાડ્યું હતું અને તમામ બાળકોએ તેને ગાયું હતું જેમાં ભારતને પાણીના જવાબદારી પૂર્ણ ઉપયોગની જરૂરિયાત અંગે અપીલ કરવામાં આવી હતી. આ વર્ષે બાળકોમાં ઉછેરની પ્રારંભિક ઉંમરથી તેમને પાણીના સંરક્ષણનું મહત્વ સમજાવવા માટે અને વોટર અભ્યાસક્રમને શરૂ કરવા માટે મિશન પાની દ્વારા WWF અને સ્વરોવસ્કી સ્કૂલ ઓફ વોટર સાથે ભાગીદારી કરવામાં આવી છે અને આ અભ્યાસક્રમને સક્રિય પણ કરી દેવામાં આવ્યા છે.”