ફિનોલેક્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (એફઆઈએલ)એ તેની સીએસઆર આર્મ મુકુલ માધવ ફાઉન્ડેશનની સાથે વૈશ્વિક સ્તરે અને ભારતમાં અન્ય કોર્પોરેટરો, એનજીઓ ભાગીદારો, પરોપકારી સંસ્થાઓ અને સમાન લોકોની સાથે મળીને દેશમાં કોવિડ રાહત પ્રયત્નોને વધારવા માટે સંસાધનો એકત્રિત કર્યા છે. એમએમએફના સહયોગથી આ સહયોગી પ્રયાસે ફિનોલેક્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ સાથેના અનેક કોર્પોરેટરો સાથે મળીને મહામારીની બીજી લહેર દરમિયાન રાહત અને સહાયતા પૂરી પાડી છે. આ સહયોગ દ્વારા, 945 ઓક્સિજન કોન્સેન્ટ્રેટર્સ, 218 વેન્ટિલેટર, થર્મલ સ્કેનર્સ, પીપીઇ સ્યુટ્સ, ઓક્સિમીટર, ગ્લોવ્સ, માસ્ક, સેનિટાઈઝર અને પેરાસીટામોલ ગોળીઓ ડોનેટકરવામાં આવી, ખાસ કરીને એવા વિસ્તારોમાં કે જ્યાં કોવિડના કેસમાં વધારો જોવા મળ્યો હતો.રાહતના પ્રયત્નોએ વાયરસ સામેની તેમની લડતમાં આશા અને એએનએમ કાર્યકરોની સાથે ફ્રન્ટ લાઇન કોવિડ યોદ્ધાઓની સલામત રક્ષા કરી છે.મહારાષ્ટ્ર, ગુજરાત, કર્ણાટક, ઉત્તર પ્રદેશ, હરિયાણા, રાજસ્થાન, ગોવા, ઓરિસ્સા, ઝારખંડ અને પંજાબ સહિતના ઘણા રાજ્યોમાં સમર્થન આપવામાં આવ્યું છે.
ફિનોલેક્સ ઇન્ડસ્ટ્રીઝે આ બીજી તરંગ માટે 9 કરોડ રૂપિયાથી વધુનું વચન આપ્યું છે.એમએમએફના જોડાણ અને તેની પહોંચ સાથે, ફંડને ક્રાઉડ ફંડિગ, અન્ય કોર્પોરેટ સંસ્થાઓ અને ખાનગી વ્યક્તિઓના સીએસઆર આર્મ દ્વારા પ્રસારિત કરવામાં આવી રહ્યું છે.
ફિનોલેક્સ ઇન્ડસ્ટ્રીઝના બોર્ડ મેમ્બર અને મુકુલ માધવ ફાઉન્ડેશનના મેનેજીંગ ટ્રસ્ટી રિતુ પ્રકાશ છાબરિયાએ જણાવ્યું કે, “અમે લોકો અને સંસ્થાઓને સાથે મળીને જાહેર આરોગ્ય માળખાગત સુવિધાઓ વધારીને કોવિડ કેસોમાં થતાં ઝડપી વધારા સામે લડત કરવા માટે લાવ્યા છે. અમે અમારા ભાગીદારોના સમર્થનને વધારીને સુનિશ્ચિત કર્યું છે કે ફંડ એકઠું કરવા, સોર્સિંગ કરવાની અને તબીબી ઉપકરણોની લોજિસ્ટિક્સ પ્લાનિંગ અને એક્ઝિક્યુશનની સંપૂર્ણ પ્રક્રિયા સરળતાથી અમલમાં મૂકવામાં આવે છે અને જરૂરીયાતમંદ દર્દીઓ સમયસર સારવાર મેળવે છે. ’’
રાહત કામગીરીની સફળતાનો મોટો હિસ્સો કતાર એરવેઝ તરફથી મળેલા સમર્થનને આભારી છે જે સાધનો વિના મૂલ્યે ઉડ્ડયન કરે છે. અશોક લેલેન્ડ દ્વારા પૂરા પાડવામાં આવેલ ગ્રાઉન્ડ સપોર્ટથી ખાતરી કરવામાં આવી કે ઉપકરણો દેશની લંબાઈ અને પહોળાઈને સુરક્ષિત અને તાકીદે પણ સૌથી દૂરસ્થ ખૂણાઓ સુધી પહોંચી ગયા. ફિનોલેક્સ ઇન્ડસ્ટ્રીઝે આયાત લાઇસેંસિંગમાં મદદરૂપ થવામાં મદદ કરી છે અને સંસ્થાના સ્વયંસેવકોએ સ્થાનિક અધિકારીઓ સાથે સંકલન પ્રયત્નો કર્યા છે અને યોગ્ય સ્થળોએ રાહત મળે તે માટે અપીલ વિનંતીઓ ચકાસી છે.
એપ્રિલ 2021 ની શરૂઆતથી, ફાઉન્ડેશન સફળતાપૂર્વક કનેક્ટ થયું છે અને તેમની પાસે પહોંચેલી તમામ પ્રમાણિત અપીલ્સને પ્રદાન કરવામાં આવ્યું છે. બાળ ચિકિત્સાની હોસ્પિટલો અને બાળકો માટે તબીબી સહાયતા પ્રદાન કરવાના પ્રયત્નોને કેન્દ્રિત કરવામાં પણ તે મહત્વની ભૂમિકા નિભાવી રહ્યું છે.