અમદાવાદ, જૂન ૨૦૨૧ : જીવનમાં દરેક સ્થળે પ્રાયાવરણની જાણવણી કરવી એ મહત્વનું છે અને એને સાચવી રાખવું એ આપડી નૈતિક ફરજ પણ છે. જેને ખુબજ સારી રીતે નિભાવતા આપણને જાણીને નવાઈ લાગશે કે આપડા અમદાવાદના જાણીતા મેકઅપ આર્ટિસ્ટ ગોપી ઠક્કર સહાની,જેઓ છેલ્લા ઘણા વર્ષોથી પોતાના ઘરના આંગણ માં વિવિધ વૃક્ષઓ વાવીને પર્યાવરણ દિવસ ની ઉજવણી કરે છે અને દર વર્ષ ની જેમ આ વર્ષે પણ તેઓ એ રૂઢિને આગળ લઈ જતા વિવિધ વૃક્ષો ઉગાડ્યા હતા અને પર્યાવરણની જાણવાની અને તેનું મહત્વ સમજાવ્યું હતું.
આ પ્રસંગે ગોપી ઠક્કર સહાની દ્વારા જણવામાં આવ્યું હતું કે, આ વર્ષે કોરોનાના કપરા સમયમાં ઓક્સીજનની અછતના અને ઓઝોન લેયરમાં ફેરફાર જોઈને ચોક્કસ દરેક વ્યક્તિ આને ગંભીરતાથી જ સમજવું જોઈએ. અને આને ધ્યાન માં રાખીને મેં મારા ગાર્ડનમાં ઔષધિ તરીકે ઉપયોગ આવે અને લોકોને મદદ કરી શકાય તેવા વૃક્ષો ઉગાડ્યા છે જેમાં હર્બ, જાંબુ, લીંબુ,લીમડો, અરડૂસી તુલસી, ફુદીનો, કુંવારપાઠું જેવા અલગ અલગ છોડ ઉગાડ્યા છે .અને આ સાથે ફૂલો માં બારમાસી, મોઘરો, કરણ, બોગુવિલઈ, ક્રિષ્ના કમલ, જાસુદ જેવા ફૂલો પણ ઉગાડ્યા છે.જેથી આવનારા સમયમાં એ ઉપયોગી પણ બની રહે અને આ ગાર્ડનમાં હોવાના કારણે ઘરમાં પણ પોઝિટિવ એનર્જી સાથે મન પણ પ્રફુલ્લિત રહે છે. અને રોગોથી દૂર રેહવાય છે