આ ધારદાર વાર્તા સામર્થ્યવાન ઔરંગઝેહના જુલમી શાસન સામે રાજાએ કઈ રીતે બળવાખોરી કરી તે આલેખિત કરે છે
જુલાઈ, 2021- આપણને ભારતના ભવ્ય ભૂતકાળમાં ડોકિયું કરવાનું વીરતા, સન્માન અને સચ્ચાઈની સમયકાલીન વાર્તાઓ વાંચવાનું ગમે છે. આવી જ એક પૌરાણિક કથાની ઉજવણી કરતાં એમએક્સ પ્લેયર સાહસિક શાસક રાજા છત્રસાલની વાર્તા લાવી રહી છે, જેણે સમ્રાટ ઔરંગઝેબ સામે અને બુંદેલખંડને તેનાથી મુક્ત કરવા જંગ છેડવાની હિંમત બતાવી હતી.
છત્રસાલ બુંદેલખંડના અકથિત યોદ્ધા રાજા છત્રસાલના જીવન પર આધારિત અનોખી ઐતિહાસિક વાર્તા છે. 16મી- 17મી સદીમં મૂળ ધરાવતી આ વાર્તા આપણને ઔરંગઝેબના જુલની શાસનની યાદ અપાવે છે, જે ભારત પર રાજ કરવાનાં સપનાં જોતો હતો અને તેના શાસનને હિંમતપૂર્વક પડકારનાર રાજાની વાર્તા છે.
નાનો હતો ત્યારે છત્રસાલ જાણતો હતો કે તેણે પોતાની ધરતીને મોગલોથી મુક્ત કરવાની છે. તે મોટો થયોતેમ પોતાના વાલીઓનું વેર વાળવાનો જોશ તેની અંદર સળગતો રહ્યો હતો અને મોગલો સાથે લડવાની અને ભારત માટે આઝાદી મેળવવાની તેની કટિબદ્ધતા વધુ મજબૂત બની હતી. બહાદુરી, વેર અને ભક્તિની આ વાર્તા છત્રસાલનું ટ્રેલર બહાર પડ્યું છે અને શો એમએક્સ પ્લેયર પર 29મી જુલાઈથી રજૂ કરાશે. નીના ગુપ્તા આ સમકાલીન વાર્તાની કથનકારની ભૂમિકામાં જોવા મળશે, જ્યારે જિતિન ગુલાટી રાજા છત્રસાલની મુખ્ય ભૂમિકામાં અને ખ્યાતિપ્રાપ્ત અભિનેતા આશુતોષ રાણા જુલમી ઔરંગઝેબની ભૂમિકામાં જોવા મળશે.
આ ભૂમિકા વિશે બોલતાં જિતિન ગુલાટી કહે છે, આવી નોંધપાત્ર ઐતિહાસિક હસ્તીની ભૂમિકા ભજવવી મળી તે ગૌરવજનક છે. અમુક વાર્તાએ કહેવી જોઈએ અને આ તેમાંથી જ એક છે. છત્રસાલ પ્રાચીન ભારતનો વીર હતો, જેણે મોગલ સામ્રાજ્ય અને તેની વિશાળ સેના સામે જોવાનું પણ કોઈ સાહસ કરતા નહોતા તે સમયે આઝાદી માટે લડતનો આરંભ કર્યો હતો. આ વાર્તા થકી આપણો સમૃદ્ધ ઈતિહાસ અને વારસો પ્રવર્તે છે. મને આશા છે કે દર્શકોને આ અકથિત યોદ્ધાની વાર્તા પ્રેરિત કરીને રહેશે.
આ વિશે ભાર આપતાં આશુતોષ રાણા કહે છે, ઔરંગઝેબ અત્યંત ડરપોક અને શક્તિશાળી સમ્રાટમાંથીએક હતો. ભૂતકાળમાં મેં નકારાત્મક પાત્રો ભજવ્યો છે પરંતુ આવું પાત્ર ભજવવાનું બહુ મુશ્કેલ છે, પરંતુ તે સાથે અભિનયના અલગ પ્રકારની ખોજ કરવાનો મને મોકો પણ આપે છે. મને આશા છે કે દર્શકોને આ વેબ સિરીઝ સાથે મહારાજા છત્રસાલની બહાદુરીનો પરચો થશે.
શોનું દિગ્દર્શન અનાદી ચતુર્વેદીએ કર્યું છે અને તેમાં વૈભવી શાંડિલ્ય, મનીષ વાધવા, અનુષ્કા લુહાર, રુદ્ર સોની મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.
ટ્રેલર અહીં જુઓઃ https://bit.ly/Chhatrasal_Trailer