ગુનાખોરી સામ્રાજ્ય ક્યારેય ઊંઘતું નથી એવું કહેવાય છે અને અમે તમે જેની સાથે પંગો લેવા નથી માગતા એવા નવા ગુનાખોર પરિવારને તમારા શહેરમાં લાવી રહ્યા છીએ. ગેન્ગસ્ટરો અને તેમની વેરવૃત્તિઓ વિશે જાણવા ઉત્સુક દર્શકોને ધ્યાનમાં રાખતાં એમએક્સ પ્લેયર અને ઓલ્ટ બાલાજીએ હાલમાં તેમના ક્રાઈમ ડ્રામા કાર્ટેલનું ટ્રેલર રજૂ કર્યું હતું અને આપણને શક્તિશાળી આંગ્રે પરિવારનો પરિચય કરાવ્યો હતો. આ શો સાથે એમએક્સ પ્લેયરે તેની સબ્સ્ક્રિપ્શન વીઓડી સેવાની ઘોષણા કરી છે અને દર્શકો દિવસના કમસેકમ રૂ. 1થી શરૂ થતા પ્લાન સાથે એમએક્સ ગોલ્ડ પર સૌપ્રથમ કાર્ટેલ માણી શકશે.
કાર્ટેલ વેપારના પ્રથમ પરિવારની વાર્તા છે, જેમણે મુંબઈમાં સત્તા અને શાસનની વ્યાખ્યા કરી છે અને તેમની આગેવાની રાની માઈ કરે છે. પરિવારના શાસનનું ભાગ્ય ત્રણ પુત્રને ખભે છે, જેમાં મેજર ભાઉ (તનુજ વીરવાની), અભય (રિત્વિક ધનજાની) અને મધુ (જિતેન્દ્ર જોશી)નો સમાવેશ થાય છે. જોકે આંગ્રે પરિવાર કોણ છે?
મજબૂત ભેજાની, કડક અને ન્યાય રાની માઈની ભૂમિકા વર્સેટાઈલ સુપ્રિયા પાઠકે ભજવી છે, જે આંગ્રે પરિવારની પ્રમુખ છે અને મુંબઈમાં સૌથી પ્રભાવશાળી ગેન્ગની પ્રમુખ છે. પતિના મૃત્યુ પછી આંગ્રે પરિવારના વેપાર અને શાસનને પોતાના લોહરૂપી પંજામાં ઝીલી લીધા છે. મુંબઈમાં કોઈ તેની આડમાં નહીં જઈ શકે. રાની માઈના સિદ્ધાંતો સચ્ચાઈ અને તેણે દત્તક લીધેલા સહિત તેના બધા બાળકો માટે પ્રેમમાં રહેલા છે.
તેની દુનિયામાં ડોકિયું કરોઃ
હંમેશાં રાઉડી મધુકર ઉર્ફે મધુ આંગ્રે પરિવારમાં સૌથી મોટો છે. મધુ 14 વર્ષનો હતો ત્યારે તેની માતાનું નિધન થયા પછી રાની માઈએ તેને, તેના નાના ભાઈ શરદ અને નાની બહેન શ્વેતાને દત્તક લીધાં હતાં. જિતેન્દ્ર જોશીના અભિનયમાં મધુ પરિવારનરક્ષક છે અનેહંમેશાં ગુનાની દુનિયામાં ઝુકાવ ધરાવતું જીવન જીવ્યો છે.
તેનો પ્રવાસ અહીં જોઈ શકો છોઃ https://www.instagram.com/p/CSQ9fsZn4kr/?utm_medium=copy_link
લશ્કરમાં મેજરમાંથી ગેન્ગસ્ટર બનેલો મેજર ભાઉ ઉર્ફે શરદ રાની માઈને વધુ એક દત્તક પુત્ર છે. આ ભૂમિકા તનુજ વીરવાનીએ ભજવી છે. આ પાત્રમાં આઘાત, વફાદારી અને વિસંગતીના પડ છે. તેની એકમાત્ર નબળાઈ તેનો પરિવાર છે. પરિવારની વાત આવે ત્યારે તે આગળ પાછળ જોયા વિના બંદૂક હાથમાં લઈ લે છે.
મેજર ભાઉ આખરે શું કરવા માગે છે તે જુઓઃ
રાની માઈ અને શશાંક આંગ્રેનો એકમાત્ર પુત્ર અભય આંગ્રેની ભૂમિકા રિત્વિક ધનજાનીએ ભજવી છે. તે હંમેશાં માનતો આવ્યો છે કે તેની ગેન્ગનો આગેવાન તરીકે તે જ અનુગામી છે. સત્તાભૂખ્યો, ગરમ ભેજાનો અને ઉતાવળિયો અભય દરેક તબક્કા રાની માઈ પ્રત્યે પોતાની જવાબદારીનું ભાન સિદ્ધ કરવા પ્રયાસ કરે છે. જોકે તેની માતાની ગોળી મારીને હત્યા કરાયા પછી તેની મહત્ત્વાકાંક્ષા અને ધિક્કાર તેને અંધ બનાવી દે છે.
આ વિશે બોલતાં રિત્વિક ધનજાની કહે છે, “1960, 70 અને 80માં ભારતમાં જે પ્રકારની ગુનાહિત દુનિયા ચાલતી હતી તે આજે નથી છતાં તેમનો એક સુવર્ણ યુગ હતો જે આપણે ઘણા બધા લોકો જાણવા ઉત્સુક હોઈએ છીએ. આ શો સાથે હું ડિજિટલ પદાર્પણ કરી રહ્યો છું અને કાર્ટેલ જેવો ક્રાઈમ ડ્રામા મળ્યો તેની મને બેહદ ખુશી છે. અભય અને મારી વચ્ચે કોઈ જ સામ્યતા નથી, જેથી સ્ક્રીન પર તમે જે પણ જોશો તે મારી ઓન- સ્ક્રીન ભૂમિકા માટે મેં તળિયાના સ્તરથી શીખ્યું તે છે. મને બહુ આશા છે કે મારા ચાહકો અભય તરીકે મારી ભૂમિકાને પસંદ કરશે.”
રિત્વિકનો નહીં જોયેલો અને શક્તિશાળી અવતાર અહીં જુઓઃ
આ સિરીઝ ઓલ્ટ બાલાજી અને એમએક્સ પ્લેયરની એસવીઓડી સર્વિસ એમએક્સ ગોલ્ડ પર 20મી ઓગસ્ટથી સ્ટ્રીમ કરી શકાશે.