અમદાવાદ, ઓગસ્ટ ૨૦૨૧ : કોરોનાના કપરા સમયગાળા દરમિયાન દરેક નાના અને મોટા વ્યક્તિઓ ઘરમાં રહીને મુંજાતા જોવા મળી રહ્યા હતા. પરંતુ જયારે હવે માહોલ સારો જોવા મળતાં શિક્ષણ મંત્રીના આદેશ મુજબ ચાર મહિના બાદ આજે સ્કૂલ ફરીવાર ચાલુ થવા જઈ રહી છે ત્યારે શાંતિ એશિયાટિક સ્કૂલે પણ આજથી શુભારંભ કર્યો હતો. ઘણા બધા વિધાર્થીઓ સેફ્ટી મેજર સાથે આવતા જોવા મળ્યા હતા.આ દરમિયાન પેરેન્ટ્સ ચિંતિત જોવા મળ્યા હતા પરંતુ બાળકોનો ઉત્સાહ ખુબજ સારો હતો.
આ વિશે વાત કરતા શાળાના પ્રિન્સિપાલ શ્રીમતી સુચિત્રા દ્વારા જણાવામાં આવ્યું હતું કે, બાળકો ના અવાજ વગર શિક્ષકો પણ ખુબજ હેરાન જોવા મળતાં હતા માત્ર ઓનલાઇન શિક્ષણ આપીને જે થયું હતું તે કરવામાં આવ્યું હતું. પરંતુ આજે અમને પણ બાળકોના કિલકિલાટ સ્કૂલ માં જોઈને ખુબજ આનંદ થઈ રહ્યો છે આ સાથે કોરોનાની પણ સંપૂર્ણ સેફટીની પણ તકેદારી રાખી છે. દરેક વિદ્યાર્થીઓ ને એ વિશે સંપૂર્ણ સેફટી સાથે જ અંદર આવવાની મંજૂરી આપી છે. વિદ્યાર્થીઓની હાજરી ૫૦% જેટલી જોવા મળી હતી.