અમદાવાદ, ૨૦ ઓગસ્ટ 21 : છેલ્લા ઘણા વખતથી કોરોનાના કપરા સમયગાળા દરમિયાન દરેક વ્યવ્યસાયને નુકસાન થતું જોવા મળ્યું છે અને નાના તથા મોટા તમામ ઉદ્યોગો પોતાનો વ્યવસાય ચોક્કસ રીતે યોગ્ય વૃદ્ધિ કરે અને આગળ કેવી રીતે વધે જેથી પાછળના સમયમાં થયેલ નુકસાન ને ભરપાઈ કરી શકે તે વિષયને ધ્યાનમાં રાખીને આઈડિયા ૨ એક્ઝિક્યુશન અને ડી એન્ડ વી બિઝનેસ કન્સલ્ટિંગ દ્વારા “એન્ટરપ્રિન્યોર ઈકોસિસ્ટમ” કાર્યક્રમનું આયોજન એ.ઈ.એમ.એ કોન્ફરન્સ હોલ ખાતે કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમ વિશે વાત કરતા ધર્મેશ પરીખ સ્થાપક (ડી એન્ડ વી બિઝનેસ કન્સલ્ટિંગ) અને અનુપમ ચંદા, સહ સ્થાપક (ડી એન્ડ વી બિઝનેસ કન્સલ્ટિંગ) દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, એસોસિએશનના દરેક મેમ્બર મહામારી દરમિયાન ખુબજ ઝઝુમતા જોવા મળ્યા હતા અને વ્યવસાયમાં પડી રહેલી મુશ્કેલીને દૂર કરવા માટે આ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. જેથી સરળતાથી માહિતી એકબીજા શેર કરી શકે. આ તકલીફમાંથી ડી એન્ડ વી બિઝનેસ કન્સલ્ટિંગ ગ્રોથની ગેરંટી આપતી વિશેષ સર્વિસ વિશે માહિતી આપી હતી.
જેમાં શ્રી રણજીત કુમાર જે (આઈએએસ, કમિશનર, એમએસએમઈ, જીઓજી), શ્રી. આર ડી બ્રહ્મભટ્ટ (સંયુક્ત કમિશનર ઇન્ડસ્ટ્રીઝ અને જનરલ મેનેજર ડિસ્ટ્રિક્ટ ઇન્ડસ્ટ્રીઝ સેન્ટર, ગુજરાત સરકાર), શ્રી રિકેન શાહ (જનરલ મેનેજર, ડીઆઈસી-ગાંધીનગર), શ્રી અશોક પટેલ (પ્રમુખ, અમદાવાદ એન્જિનિયરીંગ મેન્યુફેક્ચરસ એસોસિએશન), શ્રી જીતેન્દ્રકુમાર પંચાલ (એડ. ડિરેક્ટર, એ.ઈ.એમ.એ), શ્રી ધર્મેશ પરીખ અને શ્રી અનુપમ ચંદ્ર (ડી એન્ડ વી બિઝનેસ કન્સલ્ટિંગ),શ્રી નાગરાજ ગિરધર, સીએ, શ્રી વિશાલ સક્સેના, કોર્પોરેટ ટ્રેનર ( ડી એન્ડ વી બિઝનેસ કન્સલ્ટિંગ), અને શ્રીમતી પૂર્વી પંડ્યા, ઇવેન્ટના આયોજક ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમમાં ગુજરાતમાં ઉદ્યોગસાહસિકોમાં મહામારી પછીની તાકાત અને તકો પાછી મેળવવી, એમએસએમઇ ક્ષેત્રના વિકાસ માટેની નીતિઓ, ઉદ્યોગસાહસિકોના સાકલ્યવાદી વિકાસ માટે વ્યૂહરચનાઓ,ટેક્સ પાલન – જીએસટી, ટીડીએસ અને ટીસીએસમાં તાજેતરના ફેરફારો, એમએસએમઇ સબસિડી અને પ્રોત્સાહનોની ઝાંખી, પરિવર્તન અને વ્યવસાય વિસ્તરણ જેવા મુદ્દાઓ ઉપર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.