ગાર્ડીયન્સ એપ કે જે અંગત સુરક્ષા પ્રત્યે પ્રતિબદ્ધ છે તે ટ્રુ સ્કેન્ડીનેવિયા ABની માલિકીની છે અને વિકસાવવામાં આવે છે, તેવા ટ્રુકોલરના સર્જકો દ્વારા આકર્ષક નવા અપડેટ્સની જાહેરાત કરવામાં આવી હતી અને વિશ્વભરમાં 1 મિલીયન ડાઉનલોડ્ઝની નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે. આ એપ ગૂગલ પ્લ સ્ટોર અને એપલ પ્લે સ્ટોર એમ બન્ને પર ઉપલબ્ધ છે. મિલીયન કુલ ડાઉનલોડ્ઝમાંથી ભારત 60% હિસ્સો ધરાવે છે.
ચાલુ વર્ષે માર્ચમાં સફળતાપૂર્વક લોન્ચ કર્યા બાદ અને વિશ્વના યૂઝરના પ્રોત્સાહક પ્રતિભાવ મળ્યા બાદ, ગાર્ડીયન્સ હવે હિન્દી, અરેબિક, ફ્રેંચ, સ્પેનિશ, પોર્ટુગીઝ અને ઇન્ડોનેશિયન સહિતની અસંખ્ય ભાષાઓને ટેકો આપે છે આ એપે ગૂગલ પ્લે સ્ટોર પર 4.5 સ્ટાર્ટ રેટિંગ પ્રાપ્ત કર્યું છે અને મેપ્સ અને નેવિગેશન કેટેગરીમાં ખાસ 10 એપ્સમાં ટોચ પર છે.
નજર નાખવા નવા ફીચર્સ: –
સેટેલાઇટ વ્યૂઃ યૂઝર્સ હવે સેટેલાઇટ વ્યૂ પર જઇ શકે છે અને પૃથ્વીનો ખરો નકશો જોવાની સાથે સચોટ જે તે પ્રદેશની સપાટી જોઇ શકે છે. ડીફોલ્ટ મેપ વિગતોની જેમ જ, સેટેલાઇટ ઇમેજરી પણ ગૂગલ દ્વારા પૂરી પાડવામાં આવે છે. યૂઝર્સ Profile > Advancedની વચ્ચે સ્વીચ થઇ શકે છે.
સ્થળ આધારિત ચેતવણીઓઃ આ ફીચર સાથે, એપ યૂઝર્સે ઘર, સ્કુલ કે વર્કપ્લેસ જેવા વારંવાર જોતા સ્થળોને નિશાની કરવાની સવલત આપે છે. આ સ્થળો તેમના સુરક્ષિત સ્થળેથી અને જ્યારે કોઇ પણ આ ‘સુરક્ષિત‘ સ્થળથી બહાર જાય તે હોઇ શકે છે, આ બાબતે ગાર્ડીયન્સને જાણ કરી શકાય છે.
એપના થોડા અપડેટ્સમાં યૂઝર્સને ઓટોમેટિક ચીજોની પણ મંજરી આપવામાં આવી છે, જેમાં જ્યારે કોઇ પણ વ્યક્તિ ઘર છોડે ત્યારે લોકેશન શેરિંગ આપોઆપ જ શરૂ થઇ જવાનો સમાવેશ થાય છે. આમ બેટરીનો બચાવ કરે છે.
એક્ટિવીટી બેઝ્ડ એલર્ટ્સ: આ ફીચર ઓપ્ટ-ઇન છે, તેથી યૂઝર્સે તેનો ઉપયોગ કરવો હોય તો ખાસ તેને ઇનેબલ કરવી પડવી પડે છે. એક્ટિવીટી બેઝ્ડ એલર્ટ્સ ખાસ કરીને તમારી ચેતવણીઓ પર આધારિત હોય છે અને તે એન્ડ્રોઇડની એક્ટિવીટી રેકગ્નીશન APIનો ઉપયોગ કરે છે. ગાર્ડીયન્સ એપ ટૂંક સમયમાં તમે જ્યારે ચાલતા હોય તે ડ્રાઇવીંગ કરતા હોય ત્યારે નોટીફિકેશન્સ ટ્રીગર અને સેન્ડ કરવા માટે સક્ષમ બનશે. વધુમાં તે સ્પીડ જેમ કે તમે જ્યારે ચાલવાનું શરૂ કરો/દોડો અથવા પ્રતિ કલાક 50 કિમીની ઝડપે ડ્રાઇવીંગ કરતા હોય ત્યારે એલર્ટસ શેરીંગ કરવા માટે સક્ષમ બનશે.
તેમની ડિજીટલ જિંદગીમાં લોકોને રક્ષણ આપતી એપને વિકસાવ્યા બાદ, ટ્રુકોલર રિયલ-વર્લ્ડ સુરક્ષાને પણ પ્રતિબદ્ધ છે. એક બ્રાન્ડ તરીકે, દરેકને અને તેમની પ્રિય વ્યક્તિને સુરક્ષિત રાખવા મટે સ્થાનિક સરકાર સાથે કામ કરવા પણ તૈયાર છીએ. ગાર્ડીન્સને વિના મૂલ્યે ગૂગલ પ્લેસ અને એપલ એપ સ્ટોર પરથી ડાઉન્લોડ કરી શકાય છે.
અમારું વચન:
ગાર્ડીયન્સ ક્યારે પણ કોઇની અંગત માહિતી અમારી પોતાની એપ ટ્રુકોલર સહિત થર્ડ પાર્ટી સાથે શેર કરશે નહી. અંગત સુરક્ષા માટે આ અમારુ વચન છે.
ગાર્ડીયન્સ વિશે:
ગાર્ડીયન્સ અંગત સુરક્ષા માટે એપ છે, જેની માલિકી ટ્રુ સોફ્ટવેર સ્કેન્ડીનેવા ABની છે અને તેના દ્વારા વિકસાવવામાં આવી છે જે ટ્રુકોલરની સર્જક પણ છે. ટ્રુકોલર વૈશ્વિકક 280 મિલીયનથી વધુ સક્રિય યૂઝર્સ માટે દરરોજના સંદેશાવ્યવહારનો આવશ્યક ભાગ છે, જેમાં લોન્ચ થયું ત્યારથી અર્ધા અબજથી વધુ લોકોએ ડાઉનલોડ કર્યુ છે. ગાર્ડીયન્સ એ વિના મૂલ્યે વૈશ્વિક સ્તરે ઉપલબ્ધ છે, જે મોબાઇલ પ્લેટફોર્મ્સ અને અંગત સુરક્ષા અને સરળ વપરાશ એમ બન્નેને ધ્યાનમાં રચના કરાઇ છે અને અંતરાયવિહીન કામ કરે છે. ટ્રુ સોફ્ટવેર સ્કેનડીનેવા ABનું વડુમથક સ્કોહોમ સ્વીડનમાં આવેલું છે. કંપનીની સ્થાપના 2009માં મામેદી અને નામી ઝેરીંઘલામ દ્વારા કરવામાં આવી હતી, રોકાણકારોમાં સિક્વોઇયા કેપિટલ, એટોમિકો અને ક્લેઇનર પાર્કીન્સનો સમાવેશ થાય છે.