દેશભરના ચુનંદા સેમસંગ સ્માર્ટ પ્લાઝા ખાતે સંરક્ષણ દળના કર્મચારીઓને સેમસંગની પ્રોડક્ટોની વ્યાપક શ્રેણી ઓફર કરવા અને ખરીદી અનુભવ બહેતર બનાવવાનું લક્ષ્ય.
ભારતની સૌથી ભરોસાપાત્ર કન્ઝયુમર ઈલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ સેમસંગ દ્વારા સંરક્ષણ દળના કર્મચારો માટે નવીનક્કોર પહેલ સાથે આ આઝાદી દિવસની ઉજવણી કરવાનું નક્કી કરાયું છે. આના ભાગરૂપ હાલ સંરક્ષણ દળના કાર્યરત અને નિવૃત્ત અધિકારી- કર્મચારીઓ સેમસંગ ટીવી અને એર કંડિશનર્સ, રેફ્રિજરેટર્સ, માઈક્રોવેવ્ઝ અને વોશિંગ મશીન્સ જેવાં ડિજિટલ એપ્લાયન્સીસ ચુનંદા સેમસંગ સ્માર્ટ પ્લાઝા તેમ જ કેન્ટી સ્ટોર્સ ડિપાર્ટમેન્ટ (સીએસડી) ડેપોમાંથી ખરીદી કરે ત્યારે તેમને તે કેન્ટીન સ્ટોર્સ ડિપાર્ટમેન્ટ (સીએસડી)ના દરે મળી શકે છે.
આગામી તહેવારની મોસમને ધ્યાનમાં રાખીને સેમસંગે સંરક્ષણ દળના કર્મચારીઓ અને તેમના પરિવારોને સેમસંગ સ્માર્ટ પ્લાઝા ખાતે સીએસડી લાભો આપીને અનોખી પહેલ નિર્માણ કરી છે. આ આઝાદી દિવસ પર અમે આ કાર્યક્રમ થકી તેમને માટે બહેતર શોપિંગની સુવિધા દ્વારા ઉત્તમ બ્રાન્ડ અનુભવ નિર્માણ કરવા આ પ્રોગ્રામ થકી પ્રયાસ કરી રહ્યા છીએ. અમને આશા છે કે અમારી નાવીન્યપૂર્ણ પ્રોડક્ટો અને સેવાઓ સાથે તેમના જીવનમાં મૂલ્યનો ઉમેરવાનું ચાલુ રાખીશું, એમ સેમસંગ ઈન્ડિયાના કન્ઝયુમર ઈલેક્ટ્રોનિક્સ બિઝનેસના સિનિયર વાઈસ પ્રેસિડેન્ટ રાજુ પુલ્લને જણાવ્યું હતું.
આ પહેલનું લક્ષ્ય દેશભરના ચુનંદા સેમસંગ સ્માર્ટ પ્લાઝા ખાતે સંરક્ષણ દળના કર્મચારીઓને સેમસંગની પ્રોડક્ટોની વ્યાપક શ્રેણી ઓફર કરવાનું અને ખરીદી અનુભવ બહેતર બનાવવાનું છે. સેમસંગ સ્માર્ટ પ્લાઝા આ સ્ટોર્સમાં કન્ઝયુમર ઈલેક્ટ્રોનિક્સ અને સેમસંગ એક્સપીરિયન્સ કન્સલ્ટન્ટ્સ (એસઈસી)ની ખાસ અને સંપૂર્ણ શ્રેણી ઓફર કરીને ગ્રાહકોને લાઈવ ડેમો મળે અને પ્રોડક્ટની વિશિષ્ટતાઓ બારીકાઈથી સમજી શકે તેની ખાતરી રાખે છે.
ગ્રાહકો અને કર્મચારીઓની સુરક્ષાની ખાતરી રાખવા માટે બધા સેમસંગ સ્માર્ટ પ્લાઝા સોશિયલ ડિસ્ટન્સિંગ અને સેનિટાઈઝેશનની માર્ગદર્શિકાઓનું પાલન કરે છે. સ્ટોરમાં સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું પાલન કરવાની ખાતરી રાખવા માટે કોઈ પણ સમયે સ્ટોરમાં મર્યાદિત સંખ્યામાં ગ્રાહકોને પ્રવેશ અપાય છે. ગ્રાહકોને ડિજિટલ સંપર્કરહિત પેમેન્ટ્સ કરવા પ્રોત્સાહન અપાય છે અને સ્વાઈપિંગ મશીન્સ ગ્રાહકોને આપવા પૂર્વે બરોબર સેનિટાઈઝ્ડ કરવામાં આવે છે, જેથી સ્માર્ટ પ્લાઝામાં હાઈજીનનાં સર્વોચ્ચ ધોરણોની ખાતરી રાખી શકાય.