ભારતમાં પ્રીમિયમ કારના અગ્રણી ઉત્પાદક હોન્ડા કાર્સ ઇન્ડિયા લિમિટેડ (HCIL) દ્વારા પોતાના ગ્રાહકોને આકર્ષક અને પરવડે તેવી ફાઇનાન્સ યોજનાઓ આપવા માટે ત્રીજી સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંક – કેનેરા બેંક સાથે ભાગીદારી કરવામાં આવી છે. આ ભાગીદારી એચસીઆઇએલના ગ્રાહકોને હોન્ડા અમેઝ, હોન્ડા સિટી, હોન્ડા જાઝ અને હોન્ડા ડબલ્યૂઆર-વી કાર ખરીદવા માટે કેનેરા બેંકમાંથી સરળતાથી અને ઝંઝટ મુક્ત ફાઇનાન્સ લેવાના વિકલ્પો પૂરા પાડે છે.
આ ભાગીદારી અને વિશેષ યોજનાઓના આરંભ અંગે ટિપ્પણી કરતા હોન્ડા કાર્સ ઇન્ડિયા લિમિટેડના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ અને ડાયરેક્ટર, માર્કેટિંગ એન્ડ સેલ્સ શ્રી રાજેશ ગોયલે જણાવ્યું હતું કે, “કેનેરા બેંક સાથેની ભાગીદારી અમારા ગ્રાહકો સરળતાથી અને સગવડતાપૂર્ણ ફાઇનાન્સિંગ ઉકેલો મેળવી શકે તે દિશામાં અમારો વધુ એક પ્રયાસ છે. અમે ખરીદીથી લઇને કારની માલિકીના વર્ષો સુધીના અમારા ગ્રાહકોના અનુભવને વધુ ઉન્નત કરવા માટે હંમેશા પ્રયાસ કરીએ છીએ. અમને વિશ્વાસ છે કે, કેનેરા બેંક સાથેની આ ભાગીદારી ખાસ કરીને આગામી તહેવારોની મોસમ સહિત હંમેશા અમારા ગ્રાહકોની વિવિધ પ્રકારની ફાઇનાન્સની જરૂરિયાતો, પૂરી કરવામાં અમને મદદ કરશે.”
આ ભાગીદારી અંગે કેનેરા બેંકના જનરલ મેનેજર (રિટેઇલ વર્ટિકલ) શ્રી આર.પી. જયસ્વાલે જણાવ્યું હતું કે, “અમે હોન્ડા કાર્સ ઇન્ડિયા સાથે ભાગીદારી કરવા માટે ઉત્સાહિત છીએ અને અપેક્ષા રાખીએ છીએ કે, આ જોડાણથી ગ્રાહકોની સગવડતામાં વધારો થશે અને એકંદરે કારની ખરીદીનો નિર્ણય લેવામાં તેમના માટે સુવિધાજનક પુરવાર થશે. નાણાકીય લાભોમાં આકર્ષક વ્યાજદર, મહિલા ખરીદદારો માટે વ્યાજદરમાં છુટછાટ, ઓછામાં ઓછો પ્રોસેસિંગ ચાર્જ, ઓછામાં ઓછો લોન ક્વોન્ટમ કારના રજિસ્ટ્રેશન, આજીવન ટેક્સ, એક્સેસરીઝ વગેરે સહિત કુલ કિંમતના 90% સુધી, પરત ચુકવણીનો મહત્તમ સમય –84 મહિના સુધી અને લોન પ્રોસેસિંગ માટે ત્વરિત TAT સામેલ છે. આ ખૂબ જ ઍક્સેસિબલ અને પરવડે તેવી ફાઇનાન્સિયલ યોજનાઓનો લાભ કેનેરા બેંકની યોજનાઓની માર્ગદર્શિકા અનુસાર તમામ ગ્રાહકો મેળવી શકે છે.”
તહેવારોના શુભ અવસરો નિમિત્તે વિશેષ યોજનાઓ પણ આપવામાં આવે છે જેથી ખરીદીની આ મોસમ વધારે આકર્ષક અને વળતરદાયી બની જાય. HCIL દ્વારા દેશભરમાં પોતાના ગ્રાહકોને આ યોજનાઓ પૂરી પાડવા માટે સંખ્યાબંધ બેંકો સાથે ભાગીદારી કરવામાં આવી છે જેમાં ખાસ કરીને અર્ધશહેરી અને ગ્રામીણ વિસ્તારો પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે.