પોતાની ગ્રાહક પ્રથમ વ્યૂહરચના અને પોતાના વિશાળ સર્વિસ નેટવર્ક પર મદાર રાખતા અગ્રણી વૈશ્વિક સ્માર્ટ ડિવાઇસ બ્રાન્ડ ઓપ્પોએ 2022 સુધીમાં પોતાના સર્વિસ સેન્ટરની સંખ્યાને 600થી વધુ સુધી મજબૂત બનાવવાની જાહેરાત કરી છે. બ્રાન્ડ હાલમાં 500થી વધુ શહેરોમાં ફેલાયેલા 500થી વધુ સર્વિસ સેન્ટર્સ ધરાવે છે જે આફ્ટર સેલ્સ સર્વિસમાં બ્રાન્ડના પ્રિમીયમ અનુભવની કરોડરજ્જુની રચના કરે છે.
આ જાહેરાત પર ટિપ્પણી કરતા ઓપ્પો ઇન્ડિયાના ચિફ માર્કેર્ટિંગ ઓફિસર શ્રી દમ્યંત સિંઘ ખનોરીયાએ જણાવ્યુ હતુ કે, “અમે અમમારી પ્રોડક્ટ્સને કેવી રીતે તૈયાર કરીએ છીએ અને ગ્રાહક અનુભવ પ્રાપ્ત કરીએ છીએ તેમાં ગ્રાહક કેન્દ્રિતતા અમારા કેન્દ્ર સ્થાને છે. અમારા આફ્ટર-સેલ્સ સર્વિસ નેટવર્કનું ભારતમાં 500થી વધુ શહેરો સુધીનું વિસ્તરણ એ ગ્રાહકોને અમારી પ્રોડક્ટસ સાથે, ચાહે તો ભારતના ગમે તે ભાગમાં રહેતા હોય તેમને અદભૂત અને અસમાંતરીત અનુભવ પૂરો પાડવાનો છે.”
ગ્રાહક જોડાણને વધુ ઊંડા બનાવવાના હેતુ સાથે આ જાહેરાત ઓપ્પોના તેના યૂઝર્સને વધુ સરળતા અને ઍક્સેસિબીલીટી સાથે પ્રોડક્ટસ ખરીદવાના વધુ કારણો આપવાના પ્રયત્નોને પગલે કરવામાં આવી છે. આ વિસ્તરણ મારફતે, ઓપ્પો દેશના અત્યંત નિર્જન સ્થળોએ સર્વિસ સેન્ટર્સ સાથે પહોંચવાની પ્રતિબદ્ધતાની ખાતરી દર્શાવે છે. ઝડપી અને ઉચ્ચ ગુણવત્તાવાળી સર્વિસ પરી પાડવા માટે બ્રાન્ડે કૂડલ, મોડાસા, નાંગલ, ઉધમપુર, મયીલાડથુરાઇ, ધર્મપુરી, હિંગોલી અને થૂટુપપુડી સહિતના જિલ્લાઓમાં પોતાના આફ્ટર-સેલ્સ સર્વિસનો વ્યાપ વધાર્યો છે.
કાઉન્ટરપોઇન્ટના તાજેતરના અહેવાલમાં એ વાત પર ભાર મુકવામાં આવ્યો હતોકે ઓપ્પોએ આફ્ટર-સેલ્સ સર્વિસમાં 1લો ક્રમાંક પ્રાપ્ત કર્યો છે કેમ કે 93% ઉત્તરદાતાઓએ તેમના અનુભવને “અત્યંત સારો” અથવા “શ્રેષ્ઠ” દર્શાવ્યો હતો. વધુમાં ઓપ્પોના ગ્રાહકો માટે સૌથી ઓછો પ્રતીક્ષા સમય નોંધવામાં આવ્યો હતો જેમાં અર્ધા ઉત્તરદાતાઓને તેમના આગમનની ફક્ત 15 મિનીટમાં સેવા આપવામાં આવી હતી. ઓપ્પોના ગ્રાહકોને વ્હોટેસએપ અને એસએમએસ દ્વારા સ્ટેટસ અપડેટ્સ મળવાની સાથે ગ્રાહક સપોર્ટમાં પણ આગળ પડતી છે. અભ્યાસના અનુસાર ઓપ્પો આફ્ટર-સેલ્સ ડિલીવરી દરમિયાન ટર્ન-એરાઉન્ડ સમયમાં સૌથી ઝડપી રહી હતી અને અત્યંત અપડેટેડ ઇન્વેન્ટરી જાળવી રાખી હતી.
ઓપ્પો ઇન્ડિયાએ AIથી સજ્જ “ઓલ્લી” નામની એક સમર્પિત ચેટબોટ પર રજૂ કરી છે જે ગ્રાહકોની સમસ્યાઓમાંથી 94.5% જેટલી સમસ્યાઓ ઉકેલવા માટે 24×7 ઉપલબ્ધ છે. ફક્ત Reno & Find યૂઝર્સ માટે જ પ્લેટીનમ કેર હોટલાઇન પણ ઉપલબ્ધ છે જે હિન્દી અને ઇંગ્લીશમાં 24*7*365 દિવસો સુધી ટેકો પૂરો પાડે છે. તે ગ્રાહકોને તેમની સમસ્યાઓ અને ફરિયાદોનો ત્વરીત ઉકેલ પૂરો પાડે છે.
પ્રવર્તમાન રોગચાળાને ધ્યાનમાં રાખતા બ્રાન્ડે ગ્રાહકો અને સ્ટાફની સુરક્ષા માટે પગલાં લેવાનુ સતત રાખ્યુ છે. સ્ટોર્સે નિયમિત રીતે સેનીટાઇઝ કરવામં આવે છે, તેમજ કોવિડ-19ના ફેલાવાને નિયંત્રિત રાખવા સ્ટાફ માસ્ક પહેરે છે અને સોશિયલ ડીસ્ટન્સ પણ જાળવે છે.