ટીમ હિંમતવાન લિવર દાતાઓ અને પ્રાપ્તિકર્તાનું આ ઝૂંબેશ દરમિયાન સન્માન કરે છે
અંગદાનની મહત્ત્વતા પર ભાર મુકવા માટે અને હિંમતવાન દાતાઓ અને લિવર ટ્રાન્સપ્લાન્ટ સર્જરીના પ્રાપ્તિકર્તાને સમર્થન આપવા માટે આજે લિવર સ્પેશિયાલિસ્ટ ડૉ. ગૌરવ ગુપ્તાની આગેવાની હેઠળ સન્માન વિધિ અને જાગૃત્તિ ઝૂંબેશનું અમદાવાદમાં આયોજન કરવામાં આવ્યુ હતું. લિવર પ્રાપ્તિકર્તા વિજય સોની, ભરત બેબ્રીયા, સુરેશ દેવાણી, કેશુભાઇ સાકરીયા અને ઉમાકાંત મિશ્રા તેમની આ પહેલમાં સાથ આપવા માટે આવ્યા હતા.
ફોર્ટિસ હોસ્પિટલ, મુલુંડ, મુંબઇના લિવર ટ્રાન્સપ્લાન્ટ અને એચપીબી (HPB) સર્જરી વિભાગના કન્સલ્ટન્ટ અને ચિફ સર્જન ડૉ. ગૌરવ ગુપ્તાની આગેવાની હેઠળ આ પહેલ વર્લ્ડ ઓર્ગન ડોનેશન દિન 2021ના રોજ યોજવામાં આવી હતી. ફોર્ટિસ હોસ્પિટલ, મુલુંડ, મુંબઇના લિવર ટ્રાન્સપ્લાન્ટ અને એચપીબી (HPB) સર્જરી વિભાગના કન્સલ્ટન્ટ અને ચિફ સર્જન ડૉ. ગૌરવ ગુપ્તાએ જણાવ્યું હતુ કે, “ભારતમાં અંગદાનના હેતુએ ધીમે ધીમે અને પ્રગતિકારક રીતે વેગ પકડ્યો છે, પરંતુ કોવિડ રોગચાળાએ આ પ્રયત્ન પર ભારે મોટો વાર કર્યો છે. સમય જતા અંગદાનની અને ટ્રાન્સપ્લાન્ટની ગુજરાતના લોકોમાં માગ વધી રહી છે. આમ છતાં ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટની લાંબા ગાળાની માંગ ખાસ કરીને લાંબા ગાળાથી લિવર રોગ ધરાવનારાઓમાં વણસંતોષાયેલી રહી છે. શહેરમાં ટ્રાન્સપ્લાન્ટ અને લિવર કેર સેવાઓ પૂરી પાડે છે તેમ છતા લિવર દર્દીઓની આ માગ પૂરી થઇ નથી. વધુમા રોગચાળાએ લોકે તેમની કોવિડ-19 અને સંબંધિત માંદગીઓ પર ધ્યાન દોરવા પ્રેરીત કર્યા છે, ત્યારે અન્ય એવી માંદગીઓને બાજુ પર મુકી દીધી છે જેમને જીવન-બચાવતી દરમિયાનગીરીઓ અને તાતી ધ્યાન આપવાની જરૂર છે. અને તેથી, વર્લ્ડ ઓર્ગન ડેના રોજ અમને સામુદાયિક શિક્ષણ અને આ હેતુ માટે તેમના શંકાઓને સ્પષ્ટ કરવામાં મદદ કરવાનું અમને ગમશે.”
રોગચાળા દરમિયાન અંગદાનની સંખ્યામાં થઇ રહેલા ઘટાડાને ધ્યાનમાં રાખીને આ ઝૂંબેશનું આયોજન કરાયુ હતું. આ પહેલ દરમિયાન ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ વધી રહેલી માગ અને રોગચાળાના ભૂતકાળના 16 મહિનામાં દર્દીઓની સંખ્યામાં થયેલા વધારા પર ભાર મુકવામાં આવ્યો હતો. ભયે હવે આગવુ સ્થાન લીધુ છે અને તેથી અંગદાન કરનારાઓની અને ત્યાર બાદ ટ્રાન્સપ્લાન્ટની સંખ્યામાં ભારે ઘટાડો થયો છે. આ પહેલનો હેતુ અંગદાનની મહત્ત્વતા અંગે અને આ આપવાનું ઉમદા કાર્ય કેવી રીતે અનેક લોકોનું જીવન બચાવી શકે છે લોકોને સમજાવવાનો છે.
“અમદાવાદમાં NASH-સંબંધિત લિવર સિરહોસિસનું પુખ્તોમાં અને બાળકોમાં બીલીયરી એટ્રેસિયા અને વિલ્સનના રોગનું બાળકોમાં ઊંચુ પ્રમાણ જોવા મળે છે. આ સ્થિતિઓનુ જો વહેલાસર નિદાન કરવામાં ન આવે તો તે લિવર ટ્રાન્સપ્લાન્ટને અસ્તિત્વ ટકાવી રાખવા માટેની આવશ્યકતા બનાવશે. આ પહેલા દ્વારા અમે આ શૂન્યવકાશને ભરવા અને આવા દર્દીઓ માટે ખાસ સંભાળ પૂરી પાડવાનો હેતુ ધરાવીએ છીએ”, એમ ડૉ. ગૌરવ ગુપ્તાએ ઉમેર્યુ હતુ.
લિવર પ્રાપ્તિકર્તા શ્રી વિજય સોનીએ જણાવ્યું હતુ કે, “દોઢ વર્ષ પહેલા મને લિવર સિરહોસિસ અને કેન્સરનું નિદાન થયું હતુ. અનેક ડૉક્ટર્સનો સંપર્ક કર્યા બાદ, એવું નક્કી થયુ હતું કે ફક્ત લિવર ટ્રાન્સપ્લાન્ટ જ મારું જીવન બચાવી શકે છે. પરંતુ તે સમયે રોગચાળાને કારણે મૃત દાતાઓ ઉપલબ્ધ ન હતા. મારી પાસે સમય ન હતો અને મારી પત્નીએ તેનું લિવર આપવાની તૈયારી બતાવી હતી. આમ છતાં, મારે તેનું જીવન જોખમમાં મુકવુ ન હતુ પરંતુ મારુ જીવન નક્કી થઇ ગયુ હતુ અને ડૉક્ટર્સે પણ સલાહ આપી કે મારી પત્નીની જીવનની ગુણવત્તા પર માઠી અસર પડશે નહી અને હું પણ રોગ મુક્ત થઇ જઇશ. અંતે હું ટ્રાન્સપ્લાન્ટ કરાવવા સંમત થઇ ગયો અને ટ્રાન્સપ્લાન્ટ હાથ ધરવામાં આવ્યુ હતું. આજે અમે બન્ને તંદુરસ્ત જીવન જીવીએ છીએ”.
ફોર્ટિલ હોસ્પિટલ્સ, મુંબઇના ઝોનલ ડિરેક્ટર ડૉ. એસ.નારાયણીએ ઉમેર્યુ હતુ કે, “ખાસ લિવર કેર અને ટ્રાન્સપ્લાન સેવાઓની અમદાવાદમાં વધી રહેલી જરૂરિયાતને સમજતા અમારી લિવર નિષ્ણાતોની ટીમે ખાસ ક્લિનીક્સ મારફતે ટેકો પૂરો પાડ્યો છે. દર્દીઓને લિવરની સંભાળનો લાભ ઉઠાવવા તરફે આ પ્રગતિકારક પગલું છે. તેની સાથે અંગ દાન વિશે ફોકસ્ડ જાગૃત્તિ પ્રોગ્રામ ચોક્સપણે દાતા-પ્રાપ્તિકર્તાને આગામી મહિનાઓમાં જરૂરી શૂન્યવકાશમાં સેતુ પૂરો પાડવામાં મદદ કરશે”.