· પ્રથમ તબક્કામાં 2,500 સહભાગીઓ સાથે પ્રારંભ કરવા માટે NSDC સાથે ભાગીદારી કરી
· શાળામાંથી પાસ થયેલા ઉમેદવારોને ભારતમાં 120 સ્થળોએ સેમસંગ રિટેઇલ આઉટલેટ્સ ખાતે પેઇડ ઓન-ધ-જોબ સાથે તાલીમ આપવામાં આવશે
સેમસંગ ઇન્ડિયા દ્વારા આજે ‘સેમસંગ દોસ્ત'(ડિજિટલ એન્ડ ઑફલાઇન સ્કિલ ટ્રેનિંગ) નામની CSR પહેલની જાહેરાત કરવામાં આવી છે. આ પહેલનો ઉદ્દેશ આગામી થોડા વર્ષમાં ઇલેક્ટ્રોનિક્સ રિટેઇલ ક્ષેત્રમાં નોકરી માટે તૈયાર આવે 50,000 યુવાનોને તૈયાર કરવાનો છે ભારતની સૌથી મોટી સ્માર્ટફોન અને કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ સેમસંગે દેશભરમાં કૌશલ્ય તાલીમ કેન્દ્રો દ્વારા આ કાર્યક્રમનો અમલ કરવા માટે ભારતની અગ્રણી કૌશલ્ય વિકાસ સંસ્થા નેશનલ સ્કિલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (NSDC) સાથે ભાગીદારી કરી છે
સેમસંગ દોસ્ત ઇલેક્ટ્રોનિક્સ ક્ષેત્રમાં સૌથી મોટો કૌશલ્ય તાલીમ કાર્યક્રમ બની રહેશે.

સેમસંગ 25 વર્ષથી ભારતનું પ્રતિબદ્ધ ભાગીદાર છે અને મેન્યુફેક્ચરિંગ,R&D, રિટેઇલ અને કમ્યુનિટી ડેવલપમેન્ટમાં વ્યૂહાત્મક રોકાણ સાથે કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ અને સ્માર્ટફોન ક્ષેત્રમાં અગ્રેસર છે સેમસંગે નોઇડામાં દુનિયાની સૌથી મોટી મોબાઇલ ફેક્ટરી ઉભી કરી છે અને સરકાર દ્વારા મોટાપાયે ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગને આપવામાં આવતા વેગમાં મુખ્ય ખેલાડી પણ છે. સરકારના આ પ્રયાસોના કારણે મેન્યુફેક્ચરિંગ અને રિટેઇલ ક્ષેત્રમાં યુવાનો માટે ખૂબ જ મોટી સંખ્યામાં રોજગારીની તકો ઉભી થવાની અપેક્ષા છે.
કૌશલ્ય તાલીમ પછી રોજગારી સર્જનની સંભાવનાઓને ધ્યાનમાં રાખીને, સેમસંગે ‘સેમસંગ દોસ્ત’ કાર્યક્રમ માટે NSDC સાથે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા છે જે અંતર્ગત, યુવાનોને બ્લેન્ડેડ ક્લાસરૂમ અને ઑનલાઇન તાલીમના 200 કલાકની તાલીમ પ્રાપ્ત થશે અને તે પછી સેમસંગ રિટેઇલ સ્ટોર્સ પર પાંચ મહિના ઓન-ધ-જોબ ટ્રેનિંગ (OJT) આપવામાં આવશે અને આ દરમિયાન ઉદ્યોગજગતના માપદંડો અનુસાર તેમને માસિક સ્ટાઇપેન્ડ પણ આપવામાં આવશે. આનાથી યુવાનોને ભારતના ઝડપથી વધી રહેલા ઇલેક્ટ્રોનિક્સ રિટેઇલ માહોલમાં ખૂબ જ જરૂરી હોય તેવી નવી આવડતો અને કૌશલ્યો પ્રાપ્ત કરવામાં મદદ મળશે.

સેમસંગ સાઉથવેસ્ટ એશિયાના CEO શ્રી કેન કાંગે જણાવ્યું હતું કે, “સેમસંગ છેલ્લા 25વર્ષથી ભારતનું પ્રતિબદ્ધ ભાગીદાર છે અને સમગ્ર ભારતમાં પોતાના સિટિઝન કાર્યક્રમ દ્વારા લોકો અને સમુદાયો માટે યોગદાન આપ્યું છે. સેમસંગ દોસ્ત કાર્યક્રમ ભારત સરકારની સ્કિલ ઇન્ડિયા પહેલને અનુરૂપ છે અને ભારતની આગામી યુવા પેઢીને સશક્ત બનાવવાની ઝંખના રાખતી #PoweringDigitalIndiaદૂરંદેશીને તે સાકાર સ્વરૂપ આપે છે. આ નવા કાર્યક્રમથી, અમે દેશના યુવાનોમાં કૌશલ્ય અને રોજગારીતા વચ્ચેના અંતરને દૂર કરવા માંગીએ છીએ, તેમને ઝડપથી વિકસી રહેલા ઇલેક્ટ્રોનિક્સ રિટેઇલ ક્ષેત્રમાં નોકરી શોધવામાં મદદ કરવા માંગીએ છીએ.”
સહભાગીઓને NSDC દ્વારા સ્વીકૃત અને માન્યતા આપેલા વિવિધ તાલીમ કેન્દ્રોમાં તાલીમ આપવામાં આવશે. આ તાલીમ નેશનલ સ્કિલ ક્વૉલિફિકેશન ફ્રેમવર્ક અનુસાર હશે, જે ઉદ્યોગજગતની જરૂરિયાતોને અનુરૂપ રહેશે અને તેમાં કસ્ટમર એંગેજમેન્ટ, સેલ્સ કાઉન્ટરનું મેનેજિંગ, ગ્રાહકોના પ્રશ્નોનું હેન્ડલિંગ, પ્રોડક્ટ ડેમોસ્ટ્રેશન અને વેચાણના કૌશલ્યો સામેલ હશે તેમજ અન્ય કેટલાક સોફ્ટ સ્કિલ્સ જેમકે, કોવિડ પછીનું આચરણ, ઇલેક્ટ્રોનિક્સ રિટેઇલમાં કારકિર્દી માટે તેમને તૈયાર કરવા વગેરે પણ સામેલ રહેશે. OJT દરમિયાન, સહભાગીઓને વિવિધ લાઇવ ડેમોસ્ટ્રેશન, રોલ પ્લે ટેકનિક્સ અને હેન્ડ-ઓન ટ્રેનિંગ દ્વારા ઇલેક્ટ્રોનિક્સ રિટેઇલ સ્ટોર્સની કામગીરીઓથી પરિચિત કરવામાં આવશે.

આ કાર્યક્રમના સહભાગીઓ એવા યુવાનો રહેશે જેમણે શાળાકીય અભ્યાસ પૂરો કર્યો હોય અને તેમને ભારતમાં NSDC દ્વારા માન્યતા પ્રાપ્ત 120 કેન્દ્રો દ્વારા તાલીમ આપવામાં આવશે. સહભાગીઓએ OJT પૂર્ણ કર્યા પછી તેમનું મૂલ્યાંકન અને પ્રમાણપત્ર ટેલિકોમ સેક્ટર સ્કિલન કાઉન્સિલ (TSSC) દ્વારા કરવામાં આવશે.
‘સેમસંગ દોસ્ત’ સાથે સેમસંગ પોતાની CSR પ્રવૃત્તિઓના ભાગરૂપે ભારતમાં પોતાના કૌશલ્ય કાર્યક્રમોમાં વિસ્તરણ કરી રહ્યું છે. સેમસંગ દ્વારા 2013થી માઇક્રો, સ્મોલ અને મીડિયમ એન્ટરપ્રાઇઝ (MSME) મંત્રાલય અને ડિપાર્ટમેન્ટ ઓફ ટેકનિકલ ટ્રેનિંગની ભાગીદારીથી વિવિધ રાજ્યોમાં સેમસંગ ટેકનિકલ સ્કૂલ પ્રોગ્રામ ચલાવવામાં આવી રહ્યો છે. આ કાર્યક્રમ અંતર્ગત, યુવાનોને સૌથી અાધુનિક સ્માર્ટફોન, ટેલિવિઝન, રેફ્રિજરેટર, વૉશિંગ મશીનો અને અન્ય ઇલેક્ટ્રોનિક્સ ચીજોના રિપેરિંગ માટે રોજગારલક્ષી કૌશલ્ય આપવામાં આવે છે.