આજથી આરંભ કરતાં ભારતમાં વ્હોટ્સએપના ઉપભોક્તાઓ વ્હોટ્સએપ થકી ફ્રેન્ડ્સ અને ફેમિલીને નાણાં મોકલવા માટે પેમેન્ટ્સ બેકગ્રાઉન્ડ્સ ઉમેરી શકશે. ભારત માટે નિર્મિત આ નવું ફીચર સુસંગત, રોમાંચક અને યાદગાર છે, કારણ કે તે લોકોને નાણાં મોકલવા સાથે પોતાની લાગણીઓ આસાનીથી વ્યક્ત કરવા પણ મદદ કરે છે.
આ ફીચરના લોન્ચ વિશે બોલતાં વ્હોટ્સએપ પેમેન્ટ્સના ડાયરેક્ટર મનેશ મહાત્મેએ જણાવ્યું હતું કે વ્હોટ્સએપ એવું સુરક્ષિત અવકાશ છે, જ્યાં લોકો તેમના ફ્રેન્ડ્સ અને ફેમિલા સાથે તેમના વિચારો અને લાગણીઓ આસાનપ્રદાન કરી શકે છે. પેમેન્ટ્સ બેકગ્રાઉન્ડ્સ સાથે અમે વ્હોટ્સએપ થકી રોજબરોજના પેમેન્ટ્સમાં રોમાંચ લાવવા માગીએ છીએ અને જો અમારા ઉપભોક્તાઓ પોતાને વ્યક્ત કરવા માગતા હોય તો ઉજવણીઓ, વહાલ, ઉષ્મા કે મોજનું દ્યોતક ભાવનાત્મક થીમોની શ્રેણી થકી તેવું કરી શકે છે. મોટે ભાગે આદાનપ્રદાન કરવા પાછળની વાર્તાઓ મૂલ્યવાન હોય છે. અમે વધુ ફીચર્સ અને ફંકશનાલિટીઝ લાવવા અને વ્હોટ્સએપ પર પેમેન્ટકરવાનું રસપ્રદ અને ઈન્ટરએક્ટિવ અનુભવ બનાવવાનું ચાલુ રાખવા માટે ઉત્સુક છીએ.
યુનિફાઈડ પેમેન્ટ ઈન્ટરફેસ (યુપીઆઈ) પર નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (એનપીસીઆઈ) સાથે ભાગીદારીમાં તૈયાર કરવામાં આવેલું વ્હોટ્સએપ પરનું આ પેમેન્ટ્સ ફીચર ભારતની પ્રથમ, અસલ સમયની પેમેન્ટ સિસ્ટમ છે, જે 227 બેન્કોમાં લેણદેણ અભિમુખ બનાવે છે.
પેમેન્ટ્સ સંબંધી વાર્તાલાપ મોટે ભાગે લેણદેણ સંબંધી હોય તેવી કલ્પના છે. વ્હોટ્સએપે જન્મદિવસ, હોલીડે અથવા ગિફ્ટ અને ટ્રાવેલ પર પેમેન્ટ્સ મોકલીને શુભેચ્છા કળાત્મક રીતે વ્યક્ત કરવા આ થીમેટિક શ્રેણી નિર્માણ કરી છે. આ ફીચર અપડેટ પાછળનો મુખ્ય વિચાર ફ્રેન્ડ્સ અને ફેમિલી નાણાંનું આદાનપ્રદાન કરે ત્યારે વ્યક્ત કરવાનું તત્ત્વ ઉમેરીને મોકલનાર અને પ્રાપ્ત કરનાર માટે વધુ પર્સનલાઈઝ્ડ અનુભવ નિર્માણ કરવાનો છે. ભોજન પછી બિલ આપવા માટે ફ્રેન્ડ મદદ કરતો હોય કે તમારા પ્રેમના પ્રતીક રૂપે વહાલાજનોને નાણાં મોકલવાનાં હોય કે રક્ષાબંધનના અવસર પર તમારી બહેનને ભેટ આપવાની હોય પેમેન્ટ્સ બેકગ્રાઉન્ડ્સ નાણાં મોકલવાનું પર્સનલ બનાવે છે અને દરેક પેમેન્ટની પાછળની વાર્તાને જીવંત કરે છે.
વ્હોટ્સ પર એક્સપ્રેસિવ બેકગ્રાઉન્ડ્સ આજથી શરૂઆત કરતાં ભારતભરના બધા ઉપભોક્તાઓ માટે ઉપલબ્ધ છે.
લોન્ચ વિડિયો: https://youtu.be/cJ_6C328h0g
હાઉ- ટુ વિડિયો: https://www.youtube.com/watch?v=xAU3o3BY1s0