અમદાવાદ, ફેબ્રુઆરી ૨૦૨૨: કોરોનાના સમય બાદ આજે દરેક વ્યક્તિ પોતાની ફિટનેસ પર યોગ્ય દયાન આપી રહ્યું છે. તેની સાથે રોજિંદા જીવનમાં પણ ખોરાક થી માંડીને રોજિંદી પ્રક્રિયાઓ તેમજ કસરત, યોગા, જીમ માટે સમય આપી રહ્યું છે. વ્યક્તિની જરૂરિયાત અને એકદમ નવી કક્ષાના સાધનો સાથે યોગવાલા ફિટનેસ દ્વારા યોગવાલા ફિટનેસ એકેડેમીની શરૂઆત સાઉથ બોપલ, અમદાવાદ ખાતે કરવામાં આવી રહી છે. જેનું નેતૃત્વ જિગીષા જગદીશભાઈ વાલા (ફાઉન્ડર, યોગવાલા ફિટનેસ એકેડેમી), શ્રી જશવંત મલિક (એમ.એ, યોગા – નેશનલ ગોલ્ડ મેડાલીસ્ટ) દ્વારા કરવામાં આવશે. આ એકેડેમીના શુભારંભમાં ગુજરાતના હેલ્થ મિનિસ્ટર શ્રી ઋષિકેશભાઈ પટેલ ઉપસ્થિતઃ રહેશે. તેમની સાથે અતિથિ વિશેષમાં શ્રી કિરીટભાઈ પરમાર (મેયર, અમદાવાદ), શ્રીમતી લીલીબેન ભીમજીભાઈ વાલા (માં), તેમજ આમંત્રિત મહેમાન તરીકે શ્રી યોગેશભાઈ ગઢવી (પૂર્વ ચેરમેન, સંગીત નાટક એકેડમી), અરવિંદ વેગડા (ભાઈ ભાઈ ફેમ, સિંગર), મમતા સોની (બોલીવુડ – ઢોલીવુડ એક્ટર) પણ જોડાશે.