વઝિરએક્સને શહેરી સમકક્ષોની સરખામણીમાં આ પ્રદેશોમાંથી વધુ પ્રમાણમાં મહિલાઓની ભાગીદારી જોવા મળી છે –
ભારતના સૌથી મોટા ક્રિપ્ટોકરન્સી એક્સચેન્જ, વઝિરએક્સ (WazirX)એ ભારતના ટિયર-2 અને ટિયર-3 શહેરોમાંથી યુઝર સાઇનઅપ્સમાં 2648% વૃદ્ધિ નોંધાવી છે. એક્સચેન્જ 7.3 મિલિયનથી વધુ વપરાશકર્તાઓ અને 2021માં અત્યાર સુધીમાં $21.8 અબજથી વધુ ટ્રેડિંગ વોલ્યુમ નોંધાવ્યાનો ગર્વ અનુભવે છે.
આ ઘટના પર બોલતા, વઝિરએક્સના સીઈઓ નિશ્ચલ શેટ્ટીએ જણાવ્યું હતું કે, “ક્રિપ્ટો ગ્રામીણ ભારત માટે નાણાકીય અવરોધોને દૂર કરવાની અને મૂડીમાં સસ્તી પહોંચ તથા વધુ ઓનલાઈન રોજગાર પ્રદાન કરવાની અપાર ક્ષમતા ધરાવે છે. વઝિરએક્સમાં, અમારું લક્ષ્ય એક એવું સુરક્ષિત ક્રિપ્ટો ઇકોસિસ્ટમ સર્જવાનું છે કે જે દેશને ડિજિટલી સશક્ત સમાજ અને જ્ઞાનસભર અર્થતંત્રમાં પરિવર્તિત કરીને ડિજિટલ ઇન્ડિયાના દ્રષ્ટિકોણને આગળ લઈ જાય.
#HumansofCrypto અભિયાનના ભાગરૂપે, પોતાના અનુભવ વિશે બોલતા, એક સક્રિય ટ્રેડર, એન્સીએ કહ્યું હતું કે, “આ પ્લેટફોર્મ દ્વારા રોકાણ કરવાથી મારા અને મારા પરિવાર અને મિત્રો માટે ઘણીબધી રીતે પરિવર્તન આવ્યું છે. મેં શીખી લીધું છે કે કેવી રીતે ચાર્ટ્સ વાંચવા, ગણતરીયુક્ત જોખમો લેવા અને સારી અન્ય આવકની કમાણી કરવી. જ્યાં સુધી મારા પરિવારની વાત છે, હું દક્ષિણ તમિલનાડુમાંથી એક નમ્ર પૃષ્ઠભૂમિથી આવું છું. મારા ઘરના લોકો સારી રીતે શિક્ષિત છે પરંતુ જ્યારે રોકાણ કરવામાં ગણતરીના જોખમો લેવાની વાત આવે છે ત્યારે અચકાઈ જાય છે. મેં મારા કુળમાં વઝિરએક્સનો પરિચય કરાવ્યો, ખાસ કરીને એવી મહિલાઓને જે ખૂબ સારી ગૃહિણીઓ છે અને નાણાંનું સંચાલન કરવાની સૂઝ ધરાવે છે. અરે, હા, વઝિરએક્સના સ્વચ્છ યુઝર ઇન્ટરફેસ, કેવી રીતે નાણાં જમા કરવા, ખરીદી કરવી અને વેચવું તે સાવ સરળ છે તે મારે સ્વીકારવું જ જોઈએ. મેં આખી પ્રક્રિયા સમજાવવામાં માંડ થોડા કલાકો પસાર કર્યા. અને વિચારો શું થયું! હવે મારી કાકીઓ, કાકાઓ અને સાસરિયાઓ મને સલાહ આપે છે કે કયા અલ્ટકોઇન્સ ખરીદવા. ક્રિપ્ટો ચોક્કસપણે મારા પરિવારમાં ઘણી નાણાકીય સમાવેશિતા લાવ્યું છે.”
ટિયર-2 અને ટિયર-3 શહેરો 2021માં વઝિરએક્સ પર કુલ યુઝર સાઇનઅપ્સનો લગભગ 55% હિસ્સો ધરાવે છે, આમ તેમણે ટાયર-1 શહેરોને પાછળ છોડી દીધા છે, જેમણે 2375%ની સાઇનઅપ વૃદ્ધિ દર્શાવી હતી.
ભારતના અગ્રણી ઓનલાઈન પેમેન્ટ ગેટવે- રેઝરપે અનુસાર, ટાયર-2 અને ટાયર-3 શહેરોએ 2020માં તેના પ્લેટફોર્મ પર ડિજિટલ વ્યવહારોમાં લગભગ 54% ફાળો આપ્યો હતો, જે એક વર્ષમાં 92% વૃદ્ધિ દર્શાવે છે. સ્માર્ટફોન્સની સતત ઘટતી જતી કિંમતોની સાથે સસ્તાં અને ઝડપી ઇન્ટરનેટની સંયુક્ત અસરથી ભારતના અર્ધ-શહેરી શહેરો અને ગ્રામીણ નગરોમાં ઇન્ટરનેટનો ઝડપી પ્રવેશ થયો છે. રોગચાળાના કારણે આવેલા લોકડાઉનના કારણે તેણે આ પ્રદેશોમાં ડિજિટલ અપનાવવાની પ્રક્રિયાને વધુ વેગ આપ્યો છે. તદુપરાંત, તે ભારતમાં ક્રિપ્ટો અપનાવવાનું સૌથી મોટું ચાલક પણ રહ્યું છે, કારણ કે તેના કારણે લોકો ઓનલાઈન કમાણી કરવાના નવા માર્ગો શોધવાનો પ્રયાસ કરી રહ્યા છે અને તેમના પોર્ટફોલિયોમાં વિવિધતા લાવી રહ્યા છે. આ સંજોગોમાં તેમને બિટકોઇન જેવી વૈશ્વિક સંપત્તિની જાણ થઈ છે જેમાં તેઓ વિશ્વના કોઈપણ ભાગમાં બેસીને રોકાણ કરી શકે છે.
રસપ્રદ વાત એ છે કે, અમદાવાદ, લખનઉ, પટના જેવા ટાયર-2 શહેરોએ સરેરાશ 2950%ની વૃદ્ધિ નોંધાવી છે જ્યારે રાંચી, ઇમ્ફાલ, મોહાલી જેવા ટાયર-3 શહેરોએ વઝિરએક્સ પર 2455%ની સરેરાશ વૃદ્ધિ નોંધાવી છે.
જોકે, તારણોના શ્રેષ્ઠ પાસાઓ પૈકીનું એક એ હતું કે કેવી રીતે ટિયર-2 અને ટિયર-3 શહેરોમાંથી મોટી સંખ્યામાં મહિલાઓ ક્રિપ્ટો બેન્ડવેગનમાં જોડાઈ છે. તદુપરાંત, આ પ્રદેશોની મહિલાઓ દેશભરની મહિલાઓ દ્વારા થયેલા કુલ સાઇનઅપ્સમાં 65% ફાળો આપે છે. વઝિરએક્સે કેટલીક મહિલા ટ્રેડરોનો સંપર્ક કર્યો હતો અને તેમણે જવાબ આપ્યો હતો કે ક્રિપ્ટોએ તેમને અન્ય બાબતોની સાથે આર્થિક સ્વતંત્રતા પ્રાપ્ત કરવામાં, તેમના જીવનધોરણને ઊંચુ લાવવામાં મદદ કરીને પરિવાર માટે બીજી આવકનો મોટા સ્રોતનો ઉમેર્યો કર્યો છે.
વઝિરએક્સ, જે સરળ, શક્તિશાળી અને અત્યંત ઝડપી ટ્રેડિંગ અનુભવ પ્રદાન કરે છે. તે ભારતમાં દરેક માટે ક્રિપ્ટોને સુલભ બનાવવાના મિશન પર છે. આ પ્લેટફોર્મ ભારતીય સ્વતંત્રતા સપ્તાહ 2021 દરમિયાન વિશ્વના નકશા પર ભારતને મૂકી રહેલા અદભૂત ભારતીય ક્રિપ્ટો પ્રોજેક્ટ્સ સાથે સહયોગ કરીને તેનું પુનરાવર્તન કરશે. 11મી ઓગસ્ટ 2021થી શરૂ કરીને, ટીમે ક્રિપ્ટો જાતિનો આભાર માનવા અને ઘરેલુ પ્રોજેક્ટ્સ અને પ્રતિભાને ટેકો આપવા માટે એક સપ્તાહ લાંબી ભેટનું આયોજન કર્યું છે.