દર વર્ષે કમલ ડોગરા ગ્રુપ ડ્રાઈવર ડે સેલિબ્રેશન કરે છે. તેનો હેતુ એ છે કે તેમની ખૂબી ને ઓળખવા માટે ડ્રાઈવર ડે સેલિબ્રેશન કરવામાં આવે છે. કલમ ડોગરા ગ્રુપ એ આ વર્ષે જેટલા પણ ડ્રાઈવરો છે તેમને ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા સાથે આ વર્ષે ટાઈ-અપ કરાવીને સ્કિલ ઇન્ડિયામાં એમનું ટ્રેનિંગ પ્રોગ્રામ અલગથી કરાવ્યું છે. જેથી આખા ઇન્ડિયાના જેટલા પણ ડ્રાઈવરો છે તેઓ આ ટ્રેનિંગમાં ભાગ લેશે અને એમનું સ્કિલ ડેવલપ કરશે. જેથી ભવિષ્યમાં તેમના બાળકો ને તથા તેમની ફેમિલીને ડ્રાઈવર બનવા પ્રોત્સાહન આપશે અને તેમને ટ્રેનિંગ મળશે તેથી તેઓ તેમની કમાણી જાતે કરી શકશે.
શ્રી કમલ ડોગરા એ જણાવ્યું હતું કે, કંપની છેલ્લા 10 વર્ષથી આવું કરે છે અને ચીફ ગેસ્ટ અજિત પટેલ હતા તેઓ પ્રેસિડેન્ટ છે ઓરિઅન્ટ ક્લબના અને સાથે સાથે તેઓ સોશિયલ વર્ક અને પોતાનું ટ્રાંસપોર્ટ નું ફર્મ છે. અમે ડ્રાઈવર માટે ડાન્સ પ્રોગ્રામ રાખ્યો હતો અને તેમની માટે ભોજન સમારંભ રાખેલ હતો તથા એવોર્ડ ફંક્શન રાખેલ હતો અને જે ડ્રાઈવરો છે 20 વર્ષથી તેઓને પર્ફોમન્સ માટે આપણે એવોર્ડ આપેલ છે. અને બીજો એક એવોર્ડ એવો આપવામાં આવ્યો કે આપણા ડ્રાઈવરો છે જે છેલ્લા 20 વર્ષથી કંપની સાથે છે અને એમને એક પણ એક્સિડન્ટ નથી કર્યો અને અમારી દરેક ડિલિવરી સમય સર કસ્ટમર ને પહોંચાડી છે.
અમારી 36 બ્રાન્ચ છે ઓલ ઇન્ડિયામાં એ 36 બ્રાન્ચમાં અમે ડ્રાઈવર ડે સેલિબ્રેટ કર્યો એમાં પંતનગર,ઇસનપુર,ઓસુર,રોપડ,અને ઓરગદમ આ બધી અમારી મેઈન બ્રાન્ચોમાં લગભગ 600 થી 700 ડ્રાઈવરો ને એવોર્ડ વિતરણ કર્યું અને અહીં અમદાવાદમાં 250 જેટલા ડ્રાઇવરો છે જેમને સર્ટિફિકેટ અને એવોર્ડ આપ્યા છે સાથે સાથે 10000 ડ્રાઈવરો છે તેમને કંપનીની પોલિસી વર્ક મેન કેમ્પોજેશન માં એન્ટર કર્યા છે તથા ઇન્સ્યોરન્સ સુવિધા પણ આપેલ છે