6 એરબેગ સાથે ઓટોમેટિક સ્ટાઇલ વેરિઅન્ટ્સ (1.0 લિટર અને 1.5 લિટર એમ બંનેમાં) અને ટીપીએમએસ રૂ. 40,000ની વૃદ્ધિશીલ કિંમતે ઓફર કરશે
- સ્કોડા ઓટો ઇન્ડિયાની કુશકનું બુકિંગ 10,000ના સીમાચિહ્નને સર કરી ગયું
- કુશાકે સ્કોડા ઓટો ઇન્ડિયાના માસિક વેચાણમાં વૃદ્ધિને વેગ આપ્યો
- સ્કોડા ઓટોએ ભારતમાં કામગીરીના 20 ઉત્કૃષ્ટ વર્ષો પણ પૂર્ણ કર્યા
સ્કોડા ઓટો ઇન્ડિયાએ કુશક માટે 10,000 બુકિંગ્સનું સીમાચિહ્ન સર કર્યું છે. મિડ-સાઇઝ એસયુવીએ સ્કોડા ઓટો ઇન્ડિયા માટે વૃદ્ધિને વેગ આપ્યો છે. કુશક માટે જબરદસ્ત માગને ધ્યાનમાં લઈને સ્કોડા ઓટો ઇન્ડિયા 6 એરબેગ સાથે ઓટોમેટિક સ્ટાઇલ (1.0 લિટર અને 1.5 લિટર એમ બંને) અને ટાયર પ્રેશર મોનિટરિંગ સિસ્ટમ (ટીપીએમએસ) સાથે અંદાજે રૂ. 40,000ના સંવર્ધિત ખર્ચ સાથે સજ્જ હશે.
સ્કોડા ઓટો ઇન્ડિયાના બ્રાન્ડ ડાયરેક્ટર શ્રી ઝેક હોલિસે કહ્યું હતું કે, “કોરોનાવાયરસ મહામારી અને પુરવઠાના પડકારને કારણે અભૂતપૂર્વ દબાણ હોવા છતાં અમને એ જાહેર કરવાની ખુશી છે કે, અમે સ્કોડા કુશક માટે 10,000 બુકિંગના સીમાચિહ્નને સર કર્યું છે. કુશક ગ્રાહકોની સૌથી વધુ જરૂરિયાતોને ધ્યાનમાં લઈને બનાવવામાં આવી હતી અને કારે ઘણા ભારતીય ઘરોમાં પ્રવેશ કર્યો છે એ અમારા માટે ગર્વની વાત છે. 2021 અમારા માટે વિશેષ છે, કારણ કે અમે દેશમાં કામગીરીના બે દાયકા પૂર્ણ કર્યા છે. અમે વિશિષ્ટ મૂલ્ય ધરાવતી લક્ઝરી સુવિધાઓ પ્રદાન કરવામાં સફળતા મેળવી છે અને કુશકની પ્રસ્તુતિએ ભારતમાં સ્કોડા બ્રાન્ડની આકાંક્ષાઓને ખરેખર વેગ આપ્યો છે. અમે ભવિષ્યમાં રોમાંચક ગાળાને લઈને આતુર છીએ, કારણ કે અમે આ ઝડપથી વિકસતા ઓટોમોટિવ બજારમાં વધારે પ્રગતિ કરવાનું જાળવી રાખીશું.”
ભારતમાં સ્કોડા ઓટોનાં 20 વર્ષ
સ્કોડા ઓટો ઇન્ડિયા ગ્રાહક સાથે સંબંધને વધારે ગાઢ બનાવવાના 20 વર્ષની ઉજવણી કરે છે. જ્યારે કંપનીએ ઔરંગાબાદમાં એની પ્રથમ ફેક્ટરી સ્થાપિત કરીને ઓક્ટાવિયા પ્રસ્તુત કરી હતી, ત્યારે એની વિકાસગાથા શરૂ થઈ હતી. ઓક્ટાવિયાની તાત્કાલિક સફળતા સાથે કંપનીએ દેશમાં એના આંતરરાષ્ટ્રીય પોર્ટફોલિયોમાંથી સુપર્બ અને લૌરા જેવા મોડલ પ્રસ્તુત કર્યા હતા. ઉપરાંત કંપનીએ વર્ષ 2008માં પૂણેમાં ઉત્પાદન સુવિધાનું ઉદ્ઘાટન કર્યું હતું, જેણે ફેબિયા સ્વરૂપે વધુ એક સફળ મોડલ પ્રસ્તુત કર્યું હતું. ત્યારબાદ વર્ષ 2010 અને 2011માં અનુક્રમે યેટી અને રેપિડ મોડલ પ્રસ્તુત કર્યા હતા. વર્ષ 2017માં સ્કોડા ઓટો ઇન્ડિયાએ કોડિયાક પ્રસ્તુત કરી હતી અને આંતરરાષ્ટ્રીય સ્તરના ઉત્પાદનો સાથે ગ્રાહકોને આકર્ષવાનું જાળવી રાખ્યું હતું. કંપનીએ મર્યાદિત સંખ્યામાં ઓક્ટાવિયા vRS પણ પ્રસ્તુત કરી હતી, જેનું ઝડપથી વેચાણ થઈ ગયું હતું. વર્ષ 2020માં સ્કોડા ઇન્ડિયાએ કરોક (KAROQ) પ્રસ્તુત કરી હતી અને વર્ષ 2021માં કંપનીએ ઇન્ડિયા 2.0 પ્રોજેક્ટ અંતર્ગત પ્રથમ કાર કુશક પ્રસ્તુત કરી હતી.