ગુજરાતી સાહિત્યના અભ્યાસુઓ, સાહિત્ય રસિકો, સરકારી નોકરી મેળવવા માટેની સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતાં વિદ્યાર્થીઓ માટે વર્તમાન સમયની પરીક્ષા પદ્ધતિ અને અદ્યતન અભ્યાસક્રમને અનુરૂપ આ પુસ્તકની રચના કરવામાં આવી છે. જેમાં ગુજરાતી સાહિત્યના વિવિધ પ્રવાહો, પ્રખ્યાત લેખકો અને કવિઓ, સાહિત્યમાં જોવા મળતાં વિવિધ સાહિત્ય સ્વરૂપો તથા ગુજરાતી સાહિત્યની રોમાંચક વિકાસયાત્રા જેવી રસપ્રદ માહિતીનો સમાવેશ કરેલો હોવાથી આ પુસ્તક વિદ્યાર્થીઓ અને સાહિત્યના અભ્યાસકોઓ માટે એક પરફેક્ટ પુસ્તક બની રહેશે એવું લેખકોએ જણાવ્યું હતું.
આ પુસ્તકની પ્રસ્તાવના જાણીતા ગીતકાર અને સાહિત્યકાર શ્રી ચંદ્રેશ મકવાણા દ્વારા લખવામાં આવી છે. આ ઉપરાંત આ પુસ્તકને ગુજરાતી સાહિત્ય એકેડમીનાં અધ્યક્ષ શ્રી વિષ્ણુ પંડ્યા સાહેબ દ્વારા ભાવભર્યો આવકાર પણ સાંપડયો છે. પ્રકાશકોના જણાવ્યા અનુસાર આ પુસ્તક ટૂંક સમયમાં ગુજરાતના તમામ બુકસ્ટોર્સ પર ઉપલબ્ધ રહેશે.