IEEE વિશ્વની સૌથી મોટી આંતરરાષ્ટ્રીય તકનીકી વ્યવસાયિક સંસ્થા છે. આઈઈઈઈ તેના તમામ સભ્યોના સર્વાંગી (360 degree) વિકાસ કરવાના હેતુ સાથે તે વિશ્વભરમાં વિસ્તરેલી છે. કાર્યક્ષેત્રને સમાન રાખીને, સંસ્થાએ વિધ્યાર્થીઓમાં તકનીકી નવીનતાઓ અને સંશોધનિક અભિગમ કેળવવા ના હેતુ સાથે વિદ્યાર્થી શાખાઓની શરૂઆત કરી હતી . આઈઈઈઈ (IEEE)નાં વૈશ્વિક નક્શામાં R10 ( રિજીયન 10) એ એશિયા-પેસિફિક ક્ષેત્ર તરીકે ઓળખાતો રિજીયન છે જેમાં એશિયા ખંડ ના 48 દેશો ઉપરાંત ઑસ્ટ્રેલેશિયા ખંડ સહીત ની 1644 આઈઈઈઈ વિદ્યાર્થી શાખાઓ સમાવિષ્ટ છે. ડો.સાત્વિક ખારા – હેડ, કોમ્પ્યુટર એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટ સિલ્વર ઓક યુનિવર્સિટી એન્ડ, ફાઉન્ડર મેમ્બર, આઈઈઈઈ એસઓયુ સ્ટુડન્ટ બ્રાન્ચ, વાઇસ -ચેર, એસએસી, આઈઈઈઈ ગુજરાત સેકશન એન્ડ પ્રો.મયુરેશ કુલકર્ણી – પ્રોફેસર, કોમ્પ્યુટર એન્જિનિયરિંગ વિભાગ, સિલ્વર ઓક યુનિવર્સિટીના પ્રેસ મીટમાં ઉપસ્થિત હતા.
અમને ઉદ્ઘોષિત કરતાં અત્યંત આનંદ અને ગર્વ થાય છે કે, સિલ્વર ઓક યુનિવર્સિટીની આઈઈઈઈ વિદ્યાર્થી શાખાએ સમગ્ર R10 રિજીયનમાં તાજેતરની “IEEE આંતરરાષ્ટ્રીય સ્પાર્કલર્સ સમિટ-2021” માં “IEEE R10 SAC ઉત્કૃષ્ટ વિદ્યાર્થી શાખા-2021″ તરીકેનો આંતરરાષ્ટ્રીય પુરસ્કાર હાંસલ કરીને ગુજરાત રાજ્ય અને સમગ્ર ભારત રાષ્ટ્રનું ગૌરવ વધાર્યું છે .
ડો.સાત્વિક ખારા – હેડ, કોમ્પ્યુટર એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટ સિલ્વર ઓક યુનિવર્સિટી કહ્યું “કોઈપણ વિદ્યાર્થી શાખા માટે સમગ્ર R10 રિજીયન સ્તરે આ સૌથી પ્રતિષ્ઠિત પુરસ્કાર છે. સિલ્વર ઓક યુનિવર્સિટી IEEE વિદ્યાર્થી શાખાને તેના વિવિધ આયોજનો થકી શિક્ષણ ક્ષેત્રે વિજ્ઞાન અને ટેકનોલોજીની પ્રગતિમાં સતત યોગદાન આપવા બદલ આ સન્માન આપવામાં આવ્યું છે. સિલ્વર ઓક યુનિવર્સિટી IEEE વિદ્યાર્થી શાખા, તેના સ્થપાના વર્ષથી જ ગુજરાત સ્તરે વિવિધ પુરસ્કાર મેળવતી આવતી રહી છે. આ જ વારસાને આગળ ધપાવતા આજે, સિલ્વર ઓક યુનિવર્સિટી IEEE વિદ્યાર્થી શાખાએ સમગ્ર R10 રિજીયનની તમામ 1644 IEEE વિદ્યાર્થી શાખાઓ જે ભારત, જાપાન, કોરિયા, ઓસ્ટ્રેલિયા, ચીન વગેરે જેવા અનેક દેશોમાં વિસ્તરેલી છે તેમાં સર્વોચ્ચ સન્માન મેળવવાનુ ગૌરવ પ્રાપ્ત કર્યુ છે. 2017 માં ફક્ત થોડા વિદ્યાર્થીઓ સાથે શરૂ થયેલી આ IEEE વિદ્યાર્થી શાખા, 4 વર્ષનાં ટૂંકા કાર્યકાળ માં જ આજે રાજ્યમાં કે દેશમાં જ નહીં પરંતુ સમગ્ર R10 રિજીયનમાં સૌથી વધુ પ્રગતિશીલ શાખા તરીકે અલગ તરી આવી છે. આનો પુરાવો વિદ્યાર્થી શાખામાં સતત વધતી જતી વિદ્યાર્થીઓની સંખ્યા છે, જેની નોંધ અને પ્રશંસા ગુજરાત વિભાગ અને ઇન્ડિયા કાઉન્સિલની સાથે-સાથે હવે સમગ્ર R10 ક્ષેત્ર દ્વારા પણ કરવામાં આવી છે.”
આ અદ્વિતીય સફળતાનું કારણ સિલ્વર ઓક યુનિવર્સિટી મેનેજમેન્ટ નો સહયોગ, પ્રધ્યાપકો નું માર્ગદર્શન અને મેહનત અને શાખાનાં ઉત્સાહી વિધ્યાર્થી સભ્યો છે, જેમણે સતત પરિશ્રમ કરીને, સિલ્વર ઓક યુનિવર્સિટીની વિદ્યાર્થી શાખાને ટોચનુ સ્થાન અપાવ્યુ છે.
સ્ટુડન્ટ બ્રાન્ચ, તેના સભ્યોને વિવિધ તકો આપે છે અને તેમને તકનીકી રીતે પોતાની જાતને ઉન્નત કરવાનું પ્લેટફોર્મ આપે છે. વિદ્યાર્થી શાખા ની વિવિધ પ્રવ્રુત્તિઓ સભ્યોની સંચાલકીય કુશળતા કેળવવા માં મહત્વનુ યોગદાન આપે છે અને તેમને તેમના સમય નો સદુપયોગ કરતા પણ શીખવે છે.
વિદ્યાર્થી શાખાએ અત્યાર સુધીમાં તેના સભ્યો માટે 120 થી વધુ તકનિકી કાર્યક્રમોનું આયોજન કર્યું છે, જેમાં STTP વર્કશોપ અને વિદ્યાર્થી વિકાસ પહેલ, જેવી કે “એપ ડેવલપમેન્ટ SIG”, “સાયબર સિક્યુરિટી ક્લબ” , “મેધા-Machine Learning Club” વગેરે નો સમાવેશ થાય છે.
સિલ્વર ઓક કોલેજ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી ના કમ્પ્યૂટર એન્જિનિયરિંગ વિભાગમા સિલ્વર ઓક યુનિવર્સિટી IEEE SB એક આગવું ગૌરવ અને સ્થાન ધરાવે છે. ડિપાર્ટમેન્ટના કટિબદ્ધ ફેકલ્ટી મેમ્બર્સ હંમેશા વિદ્યાર્થી સાથે તાલમેલ રાખીને કૌશલ્યપૂર્ણ કાર્ય કરવા માટે પ્રેરણા આપતા રહે છે .
સિલ્વર ઓક યુનિવર્સિટી મેનેજમેન્ટ, IEEE SB ટીમ તથા વર્ષો સુધી શાખા સાથે સંકળાયેલા દરેક ભૂતપૂર્વ અને વર્તમાન વિદ્યાર્થીઓને આટલા ઓછા સમયમાં આટલી મોટી ઉત્કૃષ્ટ અને અસાધારણ સફળતા પ્રાપ્ત કરવા બદલ અભિનંદન આપે છે અને આગામી વર્ષો માટે શુભકામનાઓ પાઠવે છે.