કે ડ્રામાએ 2000ના ઉત્તરાર્ધથી ભારતમાં કન્ટેન્ટના પરિપ્રેક્ષ્યમાં લાક્ષણિક રીતે રાજ કર્યું છે, પરંતુ આજે કે ડ્રામાના અલગ પ્રકાર માટે નવું ઘેલું જાગ્યું છે. ભારતના આંતરરાષ્ટ્રીય શોના સૌથી વિશાળ કેટલોગ માટેનું ઘર એમએક્સ પ્લેયર અમુક લોકપ્રિય કોરિયન ડ્રામા (હિંદીમાં ડબ્ડ) લાવી રહી છે, જે આ એન્ટરટેઈનમેન્ટ સુપર એપ પર ખાસ મફતમાં સ્ટ્રીમ કરી શકાશે. પરિચિત સંસ્કૃતિમાંથી નમ્ર રોમાન્સ, મસાલેદાર ડ્રામા, રોમાંચક થ્રિલર અને અજોડ વાર્તા એ કે- કન્ટેન્ટ ભારતીય ઉપખંડમાં લોકપ્રિયતા મેળવી રહી છે તેનાં મુખ્ય કારણમાંથી એક છે. આ વાર્તાઓને હિંદીમાં ઓફર કરતાં એમએક્સ પ્લેયર સામૂહિક ભારતીય દર્શકો માટે આંતરરાષ્ટ્રીય કન્ટેન્ટનું લોકશાહીકરણ કરી રહી છે.
વિવિધ પ્રકાર- તબીબી પ્રક્રિયા, કોર્પોરેટ કાવતરાં, પારિવારિક ડ્રામા, ફેન્ટસી, એડવેન્ચર અને સ્કાય- ફાય વગેરેમાં રોમાંસના ગૂંથણ સાથેના શોની આકર્ષક રેખાનો આમાં સમાવેશ થાય છે. મંચ દ્વારા ઓફર કરાતા લોકપ્રિય શોમાં હેઈર્સ બે ટીનેજરના જીવન આસપાસ વીંટળાયેલી વાર્તા છે, જેમનું એલએમાં ઓચિંતા રૂબરૂ થયા પછી કોરિયાના અત્યંત ધનાઢ્ય દ્વારા હાજરી અપાતી ખાસ હાઈ સ્કૂલ ખાતે મિલન થાયછે. પિનોશિયો ન્યાય માટે લડતા બે મિત્રની વાર્તા છે, જેમાં લી જોંગ- સુક, પાર્ક શિન- હાય છે. રિચ મેન રોમ-કોમ છે, જેમાં કિમ જુન- માયોન (સુહો) છે, આઈટી કંપનીના સીઓ અને જે તોછડો છે અને કોઈની પર વિશ્વાસ નથી મૂકતો શકતો એવા જેલી યૂ ચેનના જીવન ફરતે વીંટળાયેલી વાર્તા છે. જોકે તે દેશ બાજુની સ્માર્ટ છોકરી કિમ બો રા તેને માટે કામ કરવાનું શરૂ કરે ત્યારે તેના જીવનમાં બદલાવ આવે છે. ઉપરાંત અમુક અવ્વલ ડ્રામામાં ગોબલિન, ડો. રોમેન્ટિક, ડોક્ટર સ્ટ્રેન્જર, પેન્ટહાઉસ, કિલ મી હીલ મી, આઈ એન નોટ અ રોબો, ઈન્ટુ ધ રિંગ અને ડોક્ટર જોન વગેરેનો સમાવેશ થાય છે.
પ્રોમો અહીં જોઈ શકો છો – https://bit.ly/MXVDesi_KDramaPromo
એમએક્સ પ્લેયરના કન્ટેન્ટ એક્વિઝિશન્સ અને એલાયન્સીસના એસવીપી અને હેડ માનસી શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે ઓટીટી પર કન્ટેન્ટના ઉપભોગનું પ્રમાણ છેલ્લાં બે વર્ષમાં નોંધપાત્ર રીતે વધી ગયું છે. પ્રાદેશિક હોય કે લોકલ કન્ટેન્ટ તેની સાથે એમએક્સ ખાતે અમારા વિશાળ દર્શક વર્ગ માટે ભારતીય ભાષામાં અમે લોકલાઈઝ અને ડબ કરીએ તે આંતરરાષ્ટ્રીય શો જોવાનું પ્રમાણ પણ વધ્યું છે. આજે અમને એક નવો પ્રવાહ એ જોવા મળી રહ્યો છે કે કે- ડ્રામા માટે પ્રેમ અને ઘેલું વધ્યાં છે, જે ધારદાર નિર્માણ ડિઝાઈન અને તાજગીપૂર્ણ, ઉત્તમ લખાયેલી વાર્તાઓથી સુસજ્જ પરિપૂર્ણ મનોરંજન આપે છે. અમને એમએક્સ વીદેસી લોકપ્રિયતા પ્રાપ્ત કરનારા અને વૈશ્વિક દર્શકોએ વધાવી લીધેલા કોરિયન શો સાથે નવી રિલીઝ ઓફર કરવાનું ચાલુ રાખવ ની બેહદ ખુશી છે.