વર્ષાંતી બ્રાન્ડ કેમ્પેન એક ગ્રામ સોનુ જીતવાની તક રજૂ કરે છે
સોનાના વિજેતા દરરોજ જાહેર કરાશે; દરેક ગ્રાહકો રૂ. 50ની ખાતરીદાયક કેશબેક મેળવશે
અમદાવાદ, 23 ડિસેમ્બર, 2021:ક્રિસમસ અને નવા વર્ષ તરફ આગળ વધતા ભારતના સૌથી મોટા ઓનલાઇન બસ ટિકીટીંગ પ્લેટફોર્મ રેડબસ દ્વારા ખાસ ઓફર સાથે પોતાની વર્ષાંતની કેમ્પેન લોન્ચ કરી હોવાની જાહેરાત કરી છે જે નસીબદાર ગ્રાહકો જેઓ તેમની ટિકીટ 20 ડિસેમ્બરથી 16 જાન્યુઆરી 22ની વચ્ચે બુક કરાવશે તો એક ગ્રામ સોનુ પ્રાપ્ત કરશે.
ગોલ્ડન ટિકીટ ઓફર ગુજરાતમાં એવા પેસેન્જર્સ માટે શરૂ કરવામાં આવી છે જેઓ રેડબસ પ્લેટફોર્મ પરથી ખાનગી બસોમાં તેમની ટિકીટ બુક કરાવશે. 28 જિવસના સમયગાળામાં જે ગ્રાહકો રેડબસ પર ખાનગી બસ ઓપરેટરોની ટિકીટ બુક કરાવશે તેઓ એક ગ્રામ સોનુ જીતવાની તક પ્રાપ્ત કરશે. આ ઉપરાંત પ્રતેયક પેસેન્જર કેમ્પેનના સમયગાળા દરમિયાન તેમના રેડબસ વોલેટમાં રૂ. 50ની કેશબેક પણ પ્રાપ્ત કરશે. આ ઓફર મેળવવા માટે પેસેન્જર રેડબસ પર બસ ટિકીટ બુક કરાવતી વખતે “GOLDENTICKET” ઓફર કૉડ લાગુ પાડી શકે છે.
આ કેમ્પેન પર બોલતા રેડબસના એસવીપી અને માર્કેટિંગ વડા પલ્લવી ચોપ્રાએ જણાવ્યું હતુ કે, “વર્ષાંત અને નવા વર્ષનો પ્રારંભ મુસાફરો અને બસ ઓપરેટરો માટે અનેક અપેક્ષિત સમયગાળાઓમાંનો એક છે. મુસાફરીની માગ તહેવારની સિઝનમાં ધીમી પરંતુ સ્થિત રીતે વધી રહી છે અને અમારી કેમ્પેન અમારી ગોલ્ડન ટીકીટ ઓફર સાથે વિશ્વાસ સંપાદિત કરવામાં તેમજ મુસાફરોને અત્યંત જરૂરી બ્રેક લેવા માટે પ્રોત્સાહન આપશે. નસીબદાર ગ્રાહકો 28 દિવસો માટે એક ગ્રામ સોનુ મેળવવા લાયક બનશે જે ગણતરીમાં લેવા લાયક એક તક અને પ્રસંગ છે. અમે દરેક ગ્રાહકોને અત્યંત આનંદિત અને સુરક્ષિત રજાઓ માટે અને આગામી સુંદર વર્ષ માટે શુભેચ્છા પાઠવીએ છીએ.”