- 2021માં ભારતની ગીચતાનો સ્તર કોવિડ પૂર્વ સમય કરતાં 23 ટકા ઓછો હતો (2019).
- 2021માં દુનિયામાં સૌથી ગીચ શહેરમાં ઈસ્તંબુક, ટર્કી (ગીચતાનો સ્તર 62 ટકા*) છે.
- ટોમટોમ ટ્રાફિક ઈન્ડેક્સમાં નોંધ પામેલાં ભારતનાં ચાર શહેરમાં મુંબઈ (5મું), બેન્ગલુરુ (10), નવી દિલ્હી (11) અને પુણે (21)મું શહેર છે.
- સંપૂર્ણ રેન્કિંગ અને ઈન્ટરએક્ટિવ અહેવાલ જુઓ tomtom.com/TrafficIndex
જિયોલોકેશન ટેકનોલોજી સ્પેશિયાલિસ્ટ ટોમટોમ (ટોમ2) દ્વારા આજે તેના વાર્ષિક ટોમટોમ ટ્રાફિક ઈન્ડેક્સની 11મી આવૃત્તિ જારી કરવામાં આવી હતી, જેમાં 2021માં 58 દેશનાં 404 શહેરમાં જોવા મળેલા ટ્રાફિકના પ્રવાહોનો બારીકાઈભર્યો અહેવાલ છે. ભારતીય શહેરો મુંબઈ, બેન્ગલુરુ, નવી દિલ્હી અને પુણેનો અનુક્રમે 5, 10, 11 અને 21મો ક્રમ આવ્યો છે.
2020માં અપવાદાત્મક વર્ષ પછી ગયા વર્ષે પ્રવાસ આરોગ્યની કટોકટીની અસરથી હજુ પણ મજબૂત રીતે પ્રભાવિત હતો. કોવિડ-19ના ફેલાવાને કાબૂમાં લેવા માટે વિવિધ દેશો દ્વારા લેવાતાં પગલાંને લઈ દુનિયા મહામારી અને તેના વધતા વેરિયન્ટ્સની ગતિ સાથે ચાલી રહી છે.
2021માં આપણી કામ કરવાની આદતોમાં મજબૂત બદલાવ આવ્યો છે. હોમ ઓફિસ ઘણી બધી કંપનીઓ માટે સ્ટાન્ડર્ડ બની ચૂકી છે, જ્યારે પ્રત્યક્ષ બેઠકોની જગ્યા ટેલિકોન્ફરન્સીસે લીધી છે અને સાનુકૂળ કામકાજના કલાકોને લીધે ઘણા બધા પ્રવાસીઓ તેમના ધસારાના સમયને ટાળી રહ્યા છે. આને કારણે પીક અવર્સમાં દુનિયાભરનાં લગભગ 40 ટકા શહેરોમાં બદલાવ આવ્યો છે.
2021માં ટ્રાફિક 2019 કરતાં ઓછો હતો, જે પૂર્વ કોવિડની મૂળરેખા તરીકે ઉપયોગ કરી શકાય. ભારતમાં દેખરેખ કરેલાંચાર શહેરોમાં ગીચતા 2019ની તુલનામાં સરેરાશ 23 ટકા ઓછી થઈ છે, જે ખાસ કરીને પીક અવર્સમાં 31 ટકા ઘટી છે.
શહેર | રેન્કિંગ | ગીચતા | સવારી ગિરદીનો સમય | સાંજે ગિરદીનો સમય |
મુંબઈ | 5 | |||
બેન્ગલુરુ | 10 | |||
નવી દિલ્હી | 11 | |||
પુણે | 21 |
મહામારી દરમિયાન નવા મોબિલિટી ઉપયોગે લોકપ્રિયતા પ્રાપ્ત કરી છે ત્યારે ઈ-સ્કૂટર અને બાઈસિકલનો ઉપયોગ વધી રહ્યો છે, જેમાં ઘણાં બધાં શહેરોમાં સાઈકલ લેન્સનો આધાર મળ્યો છે. જોકે માઈક્રોમોબિલિટી આંતરિક શહેરી મોબિલિટીને આધાર આપી શકે છે ત્યારે મોટા ભાગની ટ્રાફિકની સમસ્યા આંતરશહેરી પ્રવાસમાંથી ઉદભવે છે. મહામારીને ધ્યાનમાંલેતાં જાહેર પરિવહને આકર્ષકતા ગુમાવી છે, કારણ કે પ્રવાસીઓ તેમની ખાનગી કારને સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવા માટે સૌથી સુરક્ષિત રીત તરીકે જોઈ રહ્યા છે.
ભારતમાં ગીચતાની સપાટી ઘટી છે ત્યારે મહાપાલિકાઓ અને સમૂહોને ઈલેક્ટ્રિક વાહનો અપનાવવા માટે પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. વાસ્તવમાં વધુ સક્ષમ ઊર્જા ઉપયોગ કરવાની તેની કટિબદ્ધતાના ભાગરૂપે ભારત સરકારની ઈવી પોલિસીને 2022ના કેન્દ્રીય બજેટમાં રૂ. 2908.28 કરોડનો આધાર પ્રાપ્ત થયો છે.
આ અહેવાલ વિશે બોલતાં ટોમટોમના સ્ટ્રેટેજિક ઓટોમોટિવ બિઝનેસ ડેવલપમેન્ટ મેનેજર સચિન ત્યાગીએ જણાવ્યું હતું કે અમારા લોકેશન ઈન્ટેલિજન્સના હાર્દમાં મેપ છે. અમે મોટા ડેટા સાથે કામ કરીએ છીએ અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને મશીન લર્નિંગ દ્વારા અમારા મેપ્સને મહત્તમ બનાવીએ છીએ. અમે ગીચતાની શૈલી સમજવા માટે ભેગી કરીએ તે અસલ સમયની ટ્રાફિકની માહિતી મહામારીને લીધે બદલાયેલી જીવનશૈલીના ભાગરૂપે મોબિલિટી વિકલ્પો ઝડપથી બદલાઈ રહ્યા હોવાનો સંકેત આપે છે. કોવિડ પૂર્વ સમય કરતાં ગીચતાની સપાટી ઓછી થઈ છે ત્યારે તેનું મુખ્ય કારણ ઈકોમર્સ માટે માગણી અને ભારતીય શહેરોમાં કામ કરવાની બદલાયેલી શૈલીઓ જવાબદાર છે.
તેમણે જણાવ્યું કે અમે માનીએ છીએ કે નીતિના ઘડવૈયાઓએ હકારાત્મક બદલાવને ધ્યાનમાં લેવું જોઈએ અને રસ્તાના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ બહેતર બનાવવા માટે પરિપૂર્ણ ધોરણોનો અમલ કરવો જોઈએ. આવું કરવા પર ગીચતાનો સ્તર હજુ ઓછો થશે અને વૈકલ્પિક સક્ષમ પરિવહન માધ્યમોને પ્રોત્સાહન મળીને ઉત્સર્જન સપાટી પણ સુધરી શકે છે. અસલ સમયના ડેટાનો ઉપયોગ કરતી બહેતર ટેકનોલોજી, મજબૂત રોકાણો અને નીડર નીતિના નિર્ણયો પરિવર્તન માટે ચાવીરૂપ બની શકે છે.
ટ્રાફિકની માહિતી ડ્રાઈવરો અને ટ્રાફિક પ્રશાસનને પણ વધુ તૈયાર રીતે ઉપલબ્ધ થાય તો અસલ સમયમાં જે સ્થળે ટ્રાફિક ગીચતા થતી હોય ત્યાં ગીચતા ઓછી થઈ શકે અને ગીચતાનું સારી રીતે ધ્યાન રાખી શકાશે. ટોમટોમનું નેવિગેશન સોફ્ટવેર આગળના ટ્રાફિકની જાણકારી આપે છે અને બહેતર માર્ગ બતાવે અને અચૂક અંદાજિત આગમનનો સમય (ઈટીએ) બતાવે છે, જેને લીધે ડ્રાઈવરો, લોજિસ્ટિક્સ પ્રદાતાઓ, ઓન- ડિમાન્ડ સેવાઓ (સવારી, ફૂડ ડિલિવરી) માટે સમય અને ઈંધણની બચત થાય છે.
વર્તન અને ટ્રાફિકની શૈલીમાં બદલાવ નોંધપાત્ર ફરક લાવી શકે છે. ગીચતાનું એવું છે કે અમુક ક્ષમ્ય સ્તર પાર કર્યા પછી ગીચતા બેસુમાર વધી શકે છે. આથી જ ડ્રાઈવરોને પીક અવર્સ દરમિયાન ડ્રાઈવ કરવાથી રોકતાં મોટી સુધારણા થઈ શકે છે, જે મહામારી દરમિયાન સિદ્ધ થયું છે.
ટોમટોમ ટ્રાફિક ઈન્ડેક્સ વિશે અને તમારું ઘરનું શહેર કયા સ્થાને છે તે વિશે વધુ જાણો