● 110 જેટલા બિનનફાકારક સાથેની ભાગીદારીમાં,આ પહેલે ડીજીટલ શિક્ષણનો 26 ભારતીય રાજ્યોમાં લાભ ન મેળવેલ બેકગ્રાઉડ ધરાવતા બાળકોમાં લાભ ઉઠાવવાનું અને સમાન રીતે સરળ બનાવ્યુ છે
● BYJU’S Education For All પર કેપીએમજી દ્વારાના પ્રારંભિક અભ્યાસ દર્શાવે છે કે 75% લોકો દરરોજ લગભગ 1 કલાક સુધી વપરાશ કરે છે અને 57% લોકો તેમના પર્ફોમન્સમાં થયેલા સુધારા માટે BYJU’Sને યશ આપે છે
● BYJU’S Education for Allના લાભાર્થી સેટમાં 50% કન્યાઓ છે
વંચિત સમુદાયોમાંથી આવતા વિદ્યાર્થીઓ પર લાંબા ગાળાની અસરનું સર્જન કરવા માટેની પોતાની પ્રતિબદ્ધતાને વધુ દ્રઢ બનાવતા, BYJU’Sની સૌપ્રથમ સામાજિક અસર પહેલ, Education for All (EFA)ની લોન્ચને એક વર્ષ થઇ ગયુ છે. એક જ વર્ષમાં આ પહેલથી 26 રાજ્યો અને 340થી વધુમાં 3.4 મિલીયન બાળકોને અસર થઇ છે, જે ટેકનોલોજી આધારિત શિક્ષણને દરેક માટે લાભ ઉઠાવવા યોગ્ય, સમાન અને શક્ય બનાવે છે. એક વર્ષની જન્મજયંતિના પ્રસંગે BYJU’S Education for Allએ તેના લક્ષ્યાંકમાં સુધારો કરીને ઉચ્ચ ગુણવત્તાવાળા ડિજીટલ લર્નીંગ મારફતે પહેલની લોન્ચ સમયે 5 મિલીયન બાળકોનો લક્ષ્યાંક સેવવામાં આવ્યો હતો તે સુધારીને 2025 સુધીમાં 10 મિલીયન બાળકોનો કરવામાં આવ્યો છે.
BYJU’S Education For Allને શરૂ કરી ત્યારથી, તેના ભાગીદાર એનજીઓ મારફતે ભારતના ગ્રામિણ અને શહેરી ઝૂંપડપટ્ટીના બાળકોને BYJU’Sના વિના મૂલ્યે સ્ટ્રીમીંગ લાયસન્સ સાથે શિક્ષણ મેળવવાની સમાન તક મેળવવા માટે મદદ કરે છે. તે ડિજીટલ લર્નીંગની વ્યાપક વ્યવસ્થાને પૂરતા સંશાધનો અને સંભાળ સાથે વિદ્યાર્થીઓને સક્ષમ અને સહાય કરીને દેશભરમાં ડિજીટલ વિભાજનને દૂર કરવા પર કેન્દ્રિત છે..
EFA NGO ભાગીદારો અને ઓન ગ્રાઉન્ડ સવલતકર્તાઓ મારફતે વિદ્યાર્થીઓ હવે શિક્ષણના પ્રાથમિક પ્રકાર તરીકે BYJU’S એપનો ઉપયોગ કરે છે. આ પ્રયત્નએ એપનો ઉપયોગ કરીને અસાધારણ સામેલગીરી અને વિદ્યાર્થીઓમાં ધ્યાન હોવાનો અનુભવ કર્યો છે. વધુમાં BYJU’S Education for All કાર્યક્રમના લાભાર્થીઓમાં 50% કન્યાઓ છે.
કેપીએમજી (SROI પદ્ધતિ) દ્વારાના પ્રાથમિક અભ્યાસ અનુસાર 75% જેટલી મોટી સંખ્યામાં લોકોએ દૈનિક સરેરાશ 1 કલાક સુધી એપનો ઉપયોગ કરવાનું ચાલુ રાખ્યુ છે.
અભ્યાસ એ પણ દર્શાવે છે:
● પ્રતિવાદીઓમાંથી 57% લોકોએ રસપ્રદ સામગ્રીને કારણે શિક્ષણ લેવાનું ચાલુ રાખ્યુ છે જે તેમને વ્યસ્ત રાખે છે અને તેઓ મા-બાપ અથવા શિક્ષકો દ્વારા બાહ્ય દબાણનો સમાનો કરતા નથી.
● 57% લોકોએ તેમના પર્ફોમન્સમાં સુધારાનો યશ અન્ય પરિબળો (ઉદાહરણ તરીકે શિક્ષકો, મા-બાપ, ટ્યૂશન્સ) સાથે BYJU’Sને આપ્યો છે
● આ 57%માંથી, 31% લોકોએ આ સુધારા માટે ફક્ત BYJU’Sને યશ આપ્યો છે.
Education for All (EFA)ની વાર્ષિક સિદ્ધિ પર બોલતા, BYJU’Sના સહ સ્થાપક દિવ્ય ગોકુલનાથે જણાવ્યું હતુ કે, “સમાન તક શિક્ષણ ઇકોસિસ્ટમ કેળવવાના અમારા સ્વપ્નમાંથી EFAની ઉત્પત્તિ થઇ છે. જ્યારે કાર્યક્રમ તેના પ્રારંભિક તબક્કામાં હતો, ત્યારે COVID-19 રોગચાળાએ વિશ્વને હચમચાવી નાખ્યું હતું, તેણે લાખો શાળાઓને બંધ કરવાની ફરજ પાડીને આપણી શૈક્ષણિક વ્યવસ્થાના પાયાને પડકારી હતી. અમારા ટેકનોલોજી-ફર્સ્ટ એજ્યુકેશન ટૂલ્સે અમને રોગચાળા દ્વારા વિસ્તરેલ અંતરને દૂર કરવામાં મદદ કરી. વ્યૂહાત્મક NGO ભાગીદારોના અમારા સતત વધતા નેટવર્ક દ્વારા, અમે ઉરી, હૈલાખંડી, તિરાપ, બસ્તર અને વધુ જેવા ભારતના દૂરના ભાગોમાં લાખો બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવાનું ચાલુ રાખીએ છીએ. દરેક પસાર થતા દિવસ સાથે, બાળકોની સંખ્યા સતત વધી રહી છે. અમે બાળકોના ચહેરા પર સ્મિત પુનઃસ્થાપિત કરવામાં સફળ રહ્યા છીએ તે બાબત હૃદયસ્પર્શી છે. દરેક બાળક જેને અમારા શિક્ષણ સાથે જોડીએ છીએ તે ગુણવત્તાયુક્ત શિક્ષણને સુલભ અને સમાન બનાવવા તરફની અમારી પ્રતિબદ્ધતાનું નવીકરણ કરે છે. અમારું માનવું છે કે દેશના યુવા દિમાગમાં અપાર પ્રતિભા છે અને યોગ્ય સંસાધનો અને સમર્થન સાથે, અમે સાથે મળીને ભારતના ભવિષ્યને બદલી શકીએ છીએ.”
અમેરિકન ઇન્ડિયા ફાઉન્ડેશનના કંટ્રી ડિરેક્ટર મેથ્યુ જોસેફએ BYJU’Sસાથે ની ભાગીદારી વિશે જણાવ્યું હતુ કે, “ છેલ્લાં બે વર્ષોએ જોડાયેલ અને બિનજોડાયેલ વચ્ચેના વિશાળ અંતરને ઉજાગર કર્યુ છે, જે ડિજીટલ અપટેકમાં ઘણા પાછળ છે તે દર્શાવે છે. વંચિત સમુદાયોના લાખો વિદ્યાર્થીઓ પાસે ઉચ્ચ-ગુણવત્તાવાળા શિક્ષણ અથવા યોગ્ય સંશાધનો, અભ્યાસક્રમ અને તેમના શિક્ષણને ચાલુ રાખવા અને માપવા માટે માર્ગદર્શનનો લાભ મળતો નથી. BYJU’S સાથે AIFની ભાગીદારીનો ઉદ્દેશ્ય ડિજિટલ તત્પરતામાં આવી અસમાનતાઓને દૂર કરવાનો છે જે ડિજિટલ વિભાજનને વધુ વિસ્તૃત કરે છે અને નોંધપાત્ર વિકાસ અસરો ધરાવે છે જેને અવગણી શકાય નહીં. આ ભાગીદારીએ છેલ્લા વર્ષમાં વિવિધ રાજ્યોના હજારો વિદ્યાર્થીઓને અસર કરી છે અને તે માત્ર શરૂઆત છે. અમે આશા રાખીએ છીએ કે આ એસોસિએશન અમને આ દેશના દરેક ભાગો સુધી પહોંચવામાં સક્ષમ બનાવે છે અને ખાતરી કરે છે કે જેઓ ઓછા ડિજિટલી સજ્જ છે તેમને અમે મહામારી પછીની દુનિયામાં પણ પાછળ ન રાખીએ.”
ધોરણ 9નો વિદ્યાર્થી અને રોગચાળાને કારણે તેની શાળા બંધ થઇ જતા શિક્ષણ સ્થગિત થઇ હતી તેવા ઘાટકોપરની ભટ્ટવાડીના રિયા મનોજ રાઠોડે જણાવ્યું હતુ કે “મને હંમેશા ભણવાનો આનંદ આવ્યો છે અને હું ડૉક્ટર બનવાની ઈચ્છા રાખું છું. રોગચાળા દરમિયાન, શાળાઓ બંધ થઈ ગઈ હતી અને બધું ઓનલાઈન થઈ ગયું હોવાથી અભ્યાસ ચાલુ રાખવો મારા માટે ખૂબ જ મુશ્કેલ બની ગયો હતો. મારા પિતાની આવક પર પણ અસર પડી હતી અને અભ્યાસ માટે ઉપકરણ ધરાવવું એ એક અશક્ય સ્વપ્ન જેવું લાગતું હતું. BYJU’S EFA અને રત્ના નિધિ ફાઉન્ડેશને મને અને મારા વિસ્તારના અન્ય કેટલાક લોકોને ટેબલેટ અને BYJUના સ્વ-અભ્યાસ મોડ્યુલ્સની મફત ઍક્સેસ આપીને તે સ્વપ્ન સાકાર કર્યું છે. એટલું જ નહીં, મારા પરિવારને પાયાની જરૂરિયાતો માટે પણ ટેકો મળ્યો. હવે હું સરળતા અને સગવડતા સાથે અભ્યાસ કરી શકું છું અને મારા સ્વપ્નને આગળ ધપાવી શકું છું. મને શીખવાનું ચાલુ રાખવામાં મદદ કરવા બદલ હું BYJU’sનો આભારી છું,”
વર્ચ્યુઅલ વિશ્વમાં, ડિજિટલ શિક્ષણમાં ઍક્સેસ યુવા વિદ્યાર્થીઓ માટે શીખવા, અન્વેષણ કરવા અને વિકાસ કરવાની ઘણી તકો ખોલી શકે છે. રોગચાળાએ દેશમાં હાલના ડિજિટલ વિભાજનને દૂર કરવાની જરૂરિયાતને વધુ પ્રકાશિત કરી છે. વિકસતા લેન્ડસ્કેપને કારણે BYJU’Sને સમગ્ર ભારતીય રાજ્યોમાં EFAનોવ્યાપ વધારવા અને તૂટક તૂટક ઈન્ટરનેટ કનેક્ટિવિટી અને અપૂરતી ઈન્ફ્રાસ્ટ્રક્ચર સાથે દૂરના સ્થાનો તરફ પ્રયાણ કર્યું છે. આ પહેલ દ્વારા, BYJU’S એ તેલંગાણામાં વંચિત વિદ્યાર્થીઓ માટે શિક્ષણને વધુ સુલભ બનાવવા માટે ઉત્તર પ્રદેશમાં લાડલી ફાઉન્ડેશન, સેવ ધ ચિલ્ડ્રન, સ્માઈલ ફાઉન્ડેશન અને યુરોપિયન ઈન્ડિયા ફાઉન્ડેશન જેવી 110 થી વધુ બિન-નફાકારક સંસ્થાઓ સાથે પણ ભાગીદારી કરી છે. BYJU’S NEET અને JEEમાં પરીક્ષા આપવા ઈચ્છતા વર્ગ 10 અને 11ના 112 મહત્વાકાંક્ષી જિલ્લાઓમાં 3,000 ગુણવત્તાયુક્ત વિદ્યાર્થીઓને ઉચ્ચ ગુણવત્તાની કસોટી તૈયારી કોચિંગ આપવા માટે નીતિ આયોગ સાથે કામ કરવાનું પણ બંધ કરી રહ્યું છે.
EFA દ્વારા, BYJU’S દરેક બાળકને શીખવાની તક સાથે સક્ષમ કરવા માટે શિક્ષણના લોકશાહીકરણ તરફ કામ કરી રહ્યું છે. કંપની ટેક-આધારિત લર્નિંગ પ્રોગ્રામ્સ દ્વારા આ શક્ય બનાવી રહી છે જે સૌથી દૂરસ્થ ભૌગોલિક વિસ્તારો અને અછતગ્રસ્ત સમુદાયોમાં બાળકોને સશક્ત બનાવે છે. આ પહેલનો ઉદ્દેશ્ય શિક્ષણ દ્વારા દરેક બાળકની ક્ષમતાને વધારવાનો છે અને તે રીતે સમગ્ર રાષ્ટ્રની સ્વસ્થ અને વધુ સમૃદ્ધ સમાજમાં રૂપાંતરિત થવાની યાત્રાને વેગ આપવાનો છે. વધુ જાણવા માટે, અહીં ક્લિક કરો.