વૈદ્ય સાને આયુર્વેદ લેબોરેટરીઝ લિમિટેડ, જે હ્રદય રોગ, ડાયાબિટીસ, હાયપરટેન્શન અને સ્થૂળતા જેવી લાંબી બિમારીઓની નવીન આયુર્વેદિક ઉપચાર દ્વારા સારવાર કરવામાં નિષ્ણાત છે, તે 10 ફેબ્રુઆરી, 2022 ના રોજ તેની પ્રારંભિક જાહેર ઓફર (આઈપીઓ) લોન્ચ કરશે.કંપની પબ્લિક ઈશ્યુ દ્વારા રૂ. 20.22 કરોડ એકત્ર કરવાની યોજના બનાવી રહી છે. આ ઓફર 15 ફેબ્રુઆરી, 2022ના રોજ બંધ થશે અને શેર એનએસસી ઇમર્જ પર લિસ્ટ થશે.
કંપની 27,71,200 શેર ઇક્વિટી શેર દીઠ રૂ. 73ના નિર્ધારિત ભાવે જારી કરી રહી છે. લઘુત્તમ લોટ સાઈઝ 1600 ઈક્વિટી શેર રાખવામાં આવી છે.પબ્લિક ઑફર કંપનીની ઇશ્યૂ પછીની ચૂકવેલ મૂડીના 26.36% હિસ્સો ધરાવે છે. આઈપીઓ પછી પ્રમોટર હોલ્ડિંગ ઘટીને 66.29% થશે.