વૈદ્ય સાને આયુર્વેદ લેબોરેટરીઝ લિમિટેડ, જે હ્રદય રોગ, ડાયાબિટીસ, હાયપરટેન્શન અને સ્થૂળતા જેવી લાંબી બિમારીઓની નવીન આયુર્વેદિક ઉપચાર દ્વારા સારવાર કરવામાં નિષ્ણાત છે, તે 10 ફેબ્રુઆરી, 2022 ના રોજ તેની પ્રારંભિક જાહેર ઓફર (આઈપીઓ) લોન્ચ કરશે.કંપની પબ્લિક ઈશ્યુ દ્વારા રૂ. 20.22 કરોડ એકત્ર કરવાની યોજના બનાવી રહી છે. આ ઓફર 15 ફેબ્રુઆરી, 2022ના રોજ બંધ થશે અને શેર NSE ઇમર્જ પર લિસ્ટ થશે.
કંપની 27,71,200 શેર ઇક્વિટી શેર દીઠ રૂ. 73ના નિર્ધારિત ભાવે જારી કરી રહી છે. લઘુત્તમ લોટ સાઈઝ 1600 ઈક્વિટી શેર રાખવામાં આવી છે.પબ્લિક ઑફર કંપનીની ઇશ્યૂ પછીની ચૂકવેલ મૂડીના 26.36% હિસ્સો ધરાવે છે. આઈપીઓ પછી પ્રમોટર હોલ્ડિંગ ઘટીને 66.29% થશે.
કંપની, જે “માધવબાગ” બ્રાન્ડ નામ હેઠળ કાર્યરત છે, તેણે 25 શહેરો અને 9 રાજ્યોમાં ફેલાયેલા 274 ક્લિનિક્સ દ્વારા બિન- શસ્ત્રક્રિયા કાર્ડિયાક કેરમાં મજબૂત પગપેસારો કર્યો છે.અહીં દર વર્ષે લગભગ 6 લાખ દર્દીઓ આવે છે. મજબૂત ઈન્ફ્રાસ્ટ્રક્ચર સાથે, કંપનીએ બ્રાન્ડિંગ અને માર્કેટિંગ અને બાકીના સામાન્ય કોર્પોરેટ હેતુ માટે તાજા ઈશ્યૂમાંથી રૂ. 16 કરોડનો ઉપયોગ કરવાની યોજના બનાવી છે.
“છેલ્લા કેટલાક વર્ષોમાં આયુર્વેદ પ્રત્યે લોકોની જાગૃતિ, અને વિશ્વાસ વધ્યો છે. લગભગ 60-70 ટકા ભારતીયો પહેલાથી જ આયુર્વેદ સારવારના અમુક સ્વરૂપોના સંપર્કમાં છે.મજબૂત સરકારી સમર્થન અને આઈઆરડીએ સુધારા સાથે આયુર્વેદ સારવાર માટે વીમા કવરેજને મંજૂરી આપતા, સમગ્ર ઉદ્યોગ આગળ જતા મજબૂત વૃદ્ધિ માટે તૈયાર છે,” વૈદ્ય સાને આયુર્વેદ લેબોરેટરીઝ લિમિટેડ (માધવબાગ)ના એમડી અને સીઈઓ ડૉ. રોહિત માધવ સાનેએ જણાવ્યું હતું.