દરેક પ્રસંગે મહેંદી એક શગુનનું પ્રતીક માનવામાં આવે છે. દરેક સ્ત્રી અને પુરુષ શુભ અવસર પર મહેંદી લગાડતા હોય છે. સમય જતા મહેંદીના આર્ટમાં રોજબરોજ અવનવી ડિઝાઈનો આવતી જોવા મળે છે. આ સાથે લોકો ખુબજ સુંદર ડિઝાઇન, ફિગર બનાવતા જોવા મળે છે. પહેલાના સમયમાં લોકો પોતાના હાથ પર લોકોનું નામ અથવા પતિનું નામ લખાવતા હતા આજે તેનાથી આગળ પોર્ટ્રેટ બનાવતા જોવા મળે છે. આ સાથે પોર્ટ્રેટ હાલ ખુબજ ટ્રેંડમાં છે. પોતે ખુદ મહેંદી આર્ટિસ્ટ હોવા સાથે પોતાના ટેલેન્ટને લોકો સુધી પોહ્ચે અને દરેક વ્યક્તિ આને શીખે તે હેતુથી ભારત ભરમાં જાણીતા મહેંદી આર્ટિસ્ટ મીરલ પટેલ દ્વારા સુરતમાં ત્રિદિવસીય વર્કશોપનું આયોજન ઓરેન્જ ઇન્ટરનેશનલ હોટેલ ખાતે કરવામાં આવ્યું હતું.
આ વિશે વાત કરતા શ્રીમતી મીરલ પટેલ દ્વારા જણાવામાં આવ્યું હતું કે, મને પોતાને મહેંદી મુકવાનો ખુબજ શોખ છે. આ સાથે હું સમયની સાથે આમાં નવા નવા ઇન્નોવેશન કરતી આવી છું. આ વખતે સુરતવાસીઓ માટે અમે અહીંયા ત્રિદિવસીય વર્કશોપનું આયોજન કર્યું છે જેમાં ખુબજ સારા આર્ટિસ્ટ જોડાયા છે. આ સાથે તેઓને અમે પોર્ટ્રેટ કેવી રીતે બનાવા તે લાઈવ ડેમો સાથે શીખવાડ્યું છે.
પોર્ટ્રેટ પેઇન્ટિંગ એ પેઇન્ટિંગની એક શૈલી છે, જેનો હેતુ ચોક્કસ માનવ વિષયને રજૂ કરવાનો છે.’પોટ્રેટ પેઇન્ટિંગ’ શબ્દ વાસ્તવિક પેઇન્ટેડ પોટ્રેટનું પણ વર્ણન કરી શકે છે. આ આર્ટને દરેક વ્યક્તિ સરળતાથી કરી શકે તેં માટે પોર્ટ્રેટ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે.