અમદાવાદમાં મૃણાલિની સારાભાઈ ડાન્સ એકેડેમીની આત્મચિંતન મુલાકાતથી શરૂઆત કરતાં રેજિના કેસેન્ડ્રામાં લીજન્ડ સાથે એકત્રતાની લાગણી ઘર કરી ગઈ. રેજિના સોનીલિવ પર આગામી સિરીઝ રોકેટ બોયઝમાં આઈકોનિક નૃત્યાંગનાની ભૂમિકા ભજવી રહી છે. આ સિરીઝ મુખ્યત્વે લીજેન્ડરી ફિઝિસિસ્ટ્સ ડો. વિક્રમ સારાભાઈ અને ડો. હોમી જે ભાભાના ભારતના સફળ અવકાશ અને અણુ કાર્યક્રમોની વાર્તા કહેવા સાથે પોતાના પતિ ડો. સારાભાઈના અંગત જીવનમાં મૃણાલિની સારાભાઈ દ્વારા ભજવવામાં આવેલી ભૂમિકા પણ આલેખિત કરે છે.
કેસેન્ડ્રાએ મૃણાલિની સારાભાઈ તરીકે પોતાના મનોહર પરફોર્મન્સ સાથે ઓટીટી અવકાશને મોહિત કરી દીધો છે. તેણે અમદાવાદમાં મૃણાલિની સારાભાઈની એકેડેમી દર્પણની મુલાકાત દરમિયાન આ સ્વ. નૃત્યાંગના સાથે સ્થાપિત ભાવનાત્મક કડી વિશે વાતો કરી. એકેડેમીની મુલાકાત દરમિયાન તેને આધ્યાત્મિક જોડાણ મહેસૂસ થયું હતું, જેનાથી તેની આંખોમાં અશ્રૂ આવી ગયા હતા અને તે સાથે આ લીજેન્ડરી મહિલા સાથે તે એકત્રતા સાધી શકી હતી. સ્વ. મૃણાલિનીએ આઝાદી પૂર્વ અને પશ્ચાત વર્ષો દરમિયાન પોતાની આગવી ઓળખ કંડારી હતી. કેસેન્ડ્રાએ તેમને શું ગમતું અને શું નહોતું ગમતું તે શોધી કાઢવા સાથે તેમની અદભુત મનોહરતાને ન્યાય આપવા માટે કોઈ કસર બાકી રાખી નથી.
“મૃણાલિની સારાભાઈ છોડી ગયાં છે તે વારસો જોવા અને અનુભવવા માટે દર્પણની મુલાકાત મંત્રમુગ્ધ કરનારી હતી. મારી આંખોમાંથી અશ્રૂ વહી આવ્યાં હતાં, કારણ કે મેં તેમની હાજરી ખરેખર મહેસૂસ કરી હતી. તેમને મને આશીર્વાદ આપ્યા હોય તેવું લાગ્યું. દર્પણ થકી હજુ પણ ચમકતો તેમનો વારસો હું મહેસૂસ કરી શકી, જે વારસો તેમની પુત્રી મલ્લિકા આગળ લઈ ગઈ છે. મેં એક પરફોર્મન્સ જોયો અને તે પછી તેમણે પૂજાનું આયોજન કર્યું હતું, જેનાથી મને તે સ્થળનું મહત્ત્વ સમજાઈ ગયું હતું,” એમ તે કહે છે.
કેસેન્ડ્રા મૃણાલિની સારાભાઈમાં એટલી ઊંડાણથી ઊતરી ગઈ કે લોકડાઉનમાં ભરતનાટ્યમ શીખીને તેણે આધ્યાત્મિક રીતે તેમની સાથે જોડાણ બનાવવા પ્રયાસ કર્યા. આઈકોનિક સારાભાઈને ઓળખ માટે તેણે પોતાના લૂકમાં મોટો કાયાકલ્પ કર્યો હતો. સ્ટાઈલિસ્ટ ઉમાએ આ કામ બહુ સારી રીતે કર્યું. તેણે પણ દર્પણની મુલાકાત લીધી હતી અને મલ્લિકાની માતાને શું ગમતું અને શું નહોતું ગમતું તે જાણવા માટે તેમની જોડે બેઠી હતી. તેઓ કેવાં દેખાતાં હતાં તે દર્શાવવાનો આ પાછળ હેતુ નહોતો, પરંતુ વ્યક્તિ તરીકે તેઓ કોણ હતાં તે સમજવાનો હતો. અમે તેમને ગમતી જ્વેલરીના પ્રકાર જાણ્યા. તેઓ લીલું ભરપૂર પહેરતાં હતાં. આથી મારા લૂકમાં લીલાશ વધુ જોવા મળશે,”એમ તે કહે છે.
રોકેટ બોયઝ ડો. વિક્રમ સારાભાઈ અને ડો. હોમી જે ભાભાના જીવન પર આધારિત છે. આ બંને મહાન ફિઝિસિસ્ટે તેમનાં સપનાં વાસ્તવિકતામાં ફેરવ્યાં હતાં અને તેમણે એવી ઉત્તમ વૈજ્ઞાનિક શોધ કરી કે ભારત વૈશ્વિક નકશા પર મુકાઈ ગયો. આ શોમાં જિનસર્ભ, ઈશ્વાક સિંહ, રજત કપૂર, દિબ્યેન્દુ ભટ્ટાચાર્ય, સબા આઝાદ અને અર્જુન રાધાકૃષ્ણન પણ છે. નિખિલ અડવાણી, રોય કપૂર ફિલ્મ્સ એન્ડ એમ્મે એન્ટરટેઈનમેન્ટ નિર્મિત રોકેટ બોયઝનું દિગ્દર્શન અભય પન્નુ અને નિર્માણ સિદ્ધાર્થ રોયકપૂર, મોનિશા અડવાણી, મધુ ભોજવાની અને નિખિલ અડવાણીએ કર્યું છે.