બાલાજી ટેલિફિલ્મ્સ ગૃહની નાગીન 6નું પ્રસારણ 12મી ફેબ્રુઆરીથી થશે, જે પછી શનિવાર અને રવિવારે રાત્રે 8 વાગ્યાથી માણી શકાશે, જ્યારે પરિણીતીનું પ્રસારણ 14મી ફેબ્રુઆરીથી થશે, જે પછી સોમવારથી શુક્રવારે રાત્રે 10 વાગ્યાથી માણી શકાશે ~
તેજસ્વી પ્રકાશ, સિંબા નાગપાલ અને મહેક ચહલ નાગીન 6માં મુખ્ય ભૂમિકા ભજવશે, જ્યારે આંચલ સાહુ, તન્વી ડોગરા અને અંકુર વર્મા પરિણીતીમાં મુખ્ય પાત્ર ભજવશે
રાષ્ટ્રના ઉત્તમ વાર્તાકારો કલર્સ અને બાલાજી ટેલિફિલ્મ્સે ફેન્ટસી ફિકશ નાગીનની છઠ્ઠી આવૃત્તિ અને નવોનક્કોર ફિકશન ડ્રામા પરિણીતી સહિત બે નવા મંત્રમુગ્ધ કરનારા શો રજૂ કરવા માટે ફરી એક વાર હાથ મેળવ્યા છે. નાગીન 6 સાથે કલર્સ દર્શકોની મનગમતી સર્પરાણી પાછી લાવી રહી છે, પરંતુ આ વખતે જીવલેણ આપત્તિથી બધા માનવીઓને બચાવવાના પ્રયાસમાં તે સંપૂર્ણ નવા અવતારમાં જોવા મળશે. બીજી બાજુ પરિણીતી બે બેસ્ટ ફ્રેન્ડ્સ પરિણીત અને નીતિની હૃદયસ્પર્શી વાર્તા છે, જે બંને વચ્ચે જીવનમાં વિસંગત આકાંક્ષાઓ છતાં તેમના સંબંધો અતૂટ છે. જોકે અજ્ઞાત રીતે તેઓ એક જ પુરુષ રાજીવને પરણી છે, જેને કારણે પ્રેમ અને મૈત્રીની આ વાર્તા વધુ રોચક બને છે. એકતા કપૂરની નાગીન 6નું પ્રસારણ 12મી ફેબ્રુઆરીએ રાત્રે 8 વાગ્યાથી થશે, જે પછી દરેક શનિવાર અને રવિવારે માણી શકાશે, જ્યારે પરિણીતીનું પ્રસારણ 14મી ફેબ્રુઆરીથી દરેક સોમવારથી શુક્રવારે રાત્રે 10 વાગ્યાથી માણી શકાશે.
વાયાકોમ18ના હિંદી માસ એન્ટરટેઈનમેન્ટ અને કિડ્સ ટીવી નેટવર્કનાં હેડ નીના ઈલાવિયા જયપુરિયાએ જણાવ્યું હતું કે કલર્સમાં દર્શકોને જોડતી વાર્તાઓ થકી વિવિધ મનોરંજન રજૂ કરવા અમે મજબૂત રીતે કટિબદ્ધ છીએ. રોમાંચક રોમેન્ટિક થ્રિલર ફના- ઈશ્ક મેં મરજાવાં અમારી ફિકશન લાઈન-અપમાં ઉમેર્યા પછી અમને અમારી સૌથી પ્રતિષ્ઠિત ફેન્ટસી ફિકશન ફ્રેન્ચાઈઝ નાગીનની નવી સીઝન અને નવોનક્કોર ડ્રામા પરિણીતીની ઘોષણા કરવાની ખુશી છે. આ અજોડ નવી સંકલ્પના સાથે અમે અમર્યાદિત મનોરંજન પૂરું પાડવાનું અમારું વચન ચાલુ રાખીશું અને અમારી વાર્તા અને પાત્રો સાથે દર્શકો જોડાઈ જશે એવી આશા છે.
નાગીનની ગત મોસમમાં સર્પ રાણી તેના નાગવંશ સામે પાપીઓ સામે વેર વાળતી જોવા મળી હતી. હવે છઠ્ઠી આવૃત્તિમાં શેષનાગીન સમય સાથે ઉત્ક્રાંતિ પામી છે અને આ સીઝનમાં તે શોના ઈતિહાસમાં સૌથી શક્તિશાળી દુશ્મન સામે લડવા માટે કોઈ કસર બાકી નહીં રાખશે. મોટા હેતુ સાથે તે રક્ષક તરીકે માનવતાની હયાતિસામે ખતરો વૈશ્વિક કટોકટી સામે લડવા માટે સુસજ્જ છે. સીઝનમાં લોકપ્રિય તેજસ્વી પ્રકાશ, સિંબા નાગપાલ, સુધા ચંદ્રન, મહેક ચહલ, ઉર્વશી ધોળકિયા અને માનિત જાઉરા સહિત ઉત્તમ કલાકારો જોવા મળશે.
પરિણીતી બે બેસ્ટ ફ્રેન્ડ્સ પરિણીત (આંચલ સાહુ) અને નીતિ (તન્વી ડોગરા)નો અદભુત પ્રવાસ છે, જેઓ અવિભાજ્ય છે. પરિણીત તેના આરામદાયક જીવનથી સંતુષ્ટ છે અને પારિવારિક મૂલ્યોનું જતન કરવામાં માને છે ત્યારે નીતિ મજબૂત અભિપ્રાય ધરાવતી છોકરી છે, જે સપનાંનો પીછો કરવા અને એક દિવસ એર હોસ્ટેસ બનવા માટે કટિબદ્ધ છે. તેમના જીવનથી અલગ અલગ દ્રષ્ટિબિંદુ અને અપેક્ષાઓ તેમની રાહ અલગ કરે છે, પરંતુ તેમનું નસીબ તેમના જીવનમાં એકત્ર ગૂંથાયું છે, કારણ કે બંને એક જ પુરુષ રાજીવ (અંકુર વર્મા)ના પ્રેમમાં પડે છે. શું તેમની મૈત્રી સમયની કસોટીમાં પાર ઊતરશે?
વાયાકોમ18ના હિંદી માસ એન્ટરટેઈનમેન્ટના ચીફ કન્ટેન્ટ ઓફિસર મનીષા શર્માએ જણાવ્યું હતું કે વર્ષની એકશનસભર શરૂઆત પછી અમે બે નવા શો- નાગીન 6 અને પરિણીતી સાથે ધૂમધડાકાભેર આરંભ કરી રહ્યા છીએ. નાગીન આપત્તિ ઝળુંબી રહી છે એવા આખા દેશને બચાવવાની મોટી જવાબદારી સાથે અગાઉ કરતાં વધુ શક્તિશાળી નવા અવતારમાં પાછી આવી રહી છે. બીજી બાજુ પરિણીતી સંપૂર્ણ અલગ વ્યક્તિત્વ ધરાવતી બે ફ્રેન્ડ્સની હૃદયસ્પર્શી વાર્તા છે, જે બંને જીવનમાં અલગ અલગ બાબતો ચાહે છે, પરંતુ તેમનું નસીબ એકબીજામાં ગૂંથાયેલું છે. અમને બીજું કોઈ નહીં પણ એકતા કપૂરની આગેવાનીમાં આ બે શો માટે બાલાજી ટેલિફિલ્મ્સ સાથે અમારા દીર્ઘ સ્થાયી સંબંધોને વધુ મજબૂત બનાવવાની ખુશી છે.
પ્રોડ્યુસર એકતા કપૂર કહે છે, હું કલર્સ સાથે મારા લાંબા સ્થાયી સંબંધો ચાલુ રાખવા ભારે રોમાંચિત છું અને બે નવા શોના લોન્ચ સાથે તે વધુ મજબૂત બનશે. અમે છ વર્ષ પૂર્વે નાગીનનો પ્રવાસ શરૂ કર્યો હતો અને પાંચ રોમાંચક સીઝનમાં અમારી સર્પ રાણીની વાર્તાઓ લાવવા માટે લાંબા મજલ મારી છે અને હવે આગામી સીઝનની આજે ઘોષણા કરવામાં બેહદ ખુશી થાય છે. અતુલનીય જકડી રાખનારી થીમ સાથે આ સીઝન વધુ ભવ્ય હશે. નાગીન સાથે અમે પરિણીતી પણ લાવી રહ્યા છીએ, જે શો મૈત્રીના સુંદર છતાં જટિલ સંબંધો દર્શાવે છે. અમારા ચાહકોના એકધાર્યા સાથને આભારી અમે ભારતીય ટેલિવિઝન પર અમુક અત્યંત નોંધપાત્ર સંકલ્પનાઓ લાવી શક્યાં છીએ. હું અમારા દર્શકોને આ બે શો માટે પણ તે જ પ્રેમ અને સાથ આપવા અનુરોધ કરું છું અને વચન આપું છું કે મનોરંજનનું પૈડું ચાલતું રાખીશું.
તેજસ્વી પ્રકાશે જણાવ્યું હતું કે મને નાગીન ઓફર કરવામાં આવી ત્યારે હું રોમાંચિત હોવા સાથે નર્વસ પણ હતી. શોનો બહુ સમૃદ્ધ વારસો છે અને ભારતીય ટેલિવિઝન પર ઉત્કૃષ્ટ શોમાંથી એક છે. નવી સીઝનમાં સર્વશ્રેષ્ઠ શેષનાગીન સમય સાથે બદલાઈ છે અને હવે મોટા ખતરાથી સંપૂર્ણ માનવતાને બચાવવાના ધ્યેય પર નીકળી પડી છે. અનેક વળાંકોથી તે ભરચક છે અને દર્શકોને મજા આવશે. એકતા મામ સાથે મારું આ પ્રથમ જોડાણ છે, જેને કારણે હું વધુ રોમાંચિત છું અને તેનાથી વધુ કશું માગી શકું નહીં.
પરિણીતીમાં પરિણીતની ભૂમિકા ભજવતી આંચલ સાહુએ જણાવ્યું હતું કે મને પરિણીતની ભૂમિકા ઓફર કરવામાં આવી ત્યારે તેની સાદગીથી હું ખરેખર મોહિત થઈ ગઈ હતી. પરિણીતી મજબૂત પાત્રો સાથે બે બેસ્ટ ફ્રેન્ડ્સની સુંદર વાર્તા છે. કલર્સ અને એકતા કપૂરની ડાયનેમિક ભાગીદારી દ્વારા આ શો ક્રિયેટ કરાયો હોવાથી મને તેનો હિસ્સો બનવાનું વધુ સારું લાગે છે. મને આશા છે કે દર્શકો પણ આ અદભુત પ્રવાસનો હિસ્સો બનશે, કારણ કે તેમને માટે આ મજેદાર શો બની રહેશે.
નીતિની ભૂમિકા ભજવતી તન્વી ડોગરા કહે છે, નીતિનું પાત્ર મારે માટે બહુ વિશેષ છે, કારણ કે તે મારા જેવું જ વ્યક્તિત્વ ધરાવે છે. તે જીવનમાં બહુ પ્રેરિત છે અને સમાજ દ્વારા સ્થાપિત સીમાઓથી બંધાઈ રહેવામાં માનતી નથી. હું માનું છું કે નીતિ પાસેથી હું ઘણું બધું શીખી શકીશ. કલર્સ અને એકતા મામે મને ઉત્તમ તક આપી છે અને હું પોતાને મુક્ત રીતે વ્યક્ત કરી શકું છું તે માટે ખૂબ ખૂબ આભારી છું. મને આશા છે કે દર્શકોને તે ગમશે અને આ નવા પ્રવાસમાં અમને ટેકો આપશે.
તો ડબલ મનોરંજન માટે તૈયાર રહો. નાગીન 6નું પ્રસારણ 12મી ફેબ્રુઆરીથી શનિવાર અને રવિવારે રાત્રે 8 વાગ્યાથી થશે, જ્યારે પરિણીતી 14મી ફેબ્રુઆરીથી આરંભ પછી દરેક સોમવારથી શુક્રવારે રાત્રે 10 વાગ્યાથી પ્રસારિત થશે, ફક્ત કલર્સ પર!