V-Care EDUCON, V-Care ગ્રુપનું વર્ટિકલ છે, જે ગ્રુપના સ્થાપક શ્રી ધવલ શાહ છે. શ્રી ધવલ શાહ, ઇન્ટરનેશનલ શિપિંગ અને લોજિસ્ટિક્સમાં 22 વર્ષથી વધુ નો અનુભવ ધરાવે છે તેઓ ઈમ્પોર્ટ એક્સપોર્ટ કંપનીઓ માટે એન્ડ ટુ એન્ડ સર્વિસ આપવાની કામગિરી પણ સંભાળે છે. પોતાના અનુભવને લોકો સુધી પોહચાડી મદદરૂપ થવા હેતુ ઈમ્પોર્ટ એક્સપોર્ટ પર એક ફ્રી સેમિનારનું આયોજન બિઝકોન કોન્ફેરેન્સ હોલ, આશ્રમ રોડ ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં આશરે ૩૦-૪૦ જેટલા લોકો જોડાયા હતા.
આ સેમિનાર વિશે વધુમાં જણાવતા, શ્રી ધવલ શાહ દ્વારા જણાવામાં આવ્યું હતું કે, ઈમ્પોર્ટ એક્સપોર્ટનો વ્યવસાય સમજવું ઘણું અઘરું છે. ઈમ્પોર્ટ એક્સપોર્ટ સાથે ઘણી બધી વસ્તુઓ સંકળાયેલી છે. અત્યારના યુવાનો આ વ્યવસાયમાં પોતાનો પગ જંપલાવી રહ્યા છે. પરંતુ ક્યાંક ને ક્યાંક નાનકડી ભૂલોના કારણે ખુબજ મોટા પાયે નુકસાન જોવા મળે છે. મારા અનુભવ મુબજ હું સેમિનારમાં જોડાયેલ દરેક વ્યક્તિને પ્રેકટીકલ અને થિયરિકલ નોલેજ શેર કરું છું જેથી ખરેખર જયારે તેઓ તેમનો પોતાનો વ્યવસાય શરુ કરે તો કોઈપણ રીતે નુકસાનનો સામનો ના કરવો પડે.
V-Care EDUCON, કોર્પોરેટ તાલીમ અને વિકાસ સંસ્થા છે જે ટૂંકા ગાળાના કૌશલ્ય અભ્યાસક્રમો અને જોબ પ્લેસમેન્ટ સેવાઓ પ્રદાન કરે છે. તેઓ આંતરરાષ્ટ્રીય શિપિંગ અને લોજિસ્ટિક્સમાં કારકિર્દી; નિકાસ અને આયાતમાં કેવી રીતે સફળ થવું; આઇટી (પ્રોગ્રામિંગ ભાષાઓ) વિષયો પર તાલીમ પ્રદાન કરે છે. તેઓ તેમના વ્યવસાયિક સંપર્કો દ્વારા વિદ્યાર્થીઓની ઇન્ટર્નશિપ માટે યુનિવર્સિટીઓને મદદરૂપ હાથ તરીકે પણ ભૂમિકા ભજવી રહ્યા છે. આ સાથે કંપની દ્વારા પોર્ટલ અંતર્ગત લોકોને નોકરી પણ આપી રહ્યા છે.
વધુમાં જણાવતા તેઓએ ઉમેર્યું જતું કે મારા મતે, ભારત જેવા વિકસતા અર્થતંત્રમાં કુશળ માનવબળની માંગ હંમેશા વધારે રહે છે. જો કે, ભરતી કરનારાઓ અને નોકરી શોધનારાઓ માટે અનુક્રમે તેમનો યોગ્ય વિકલ્પ શોધવાનો પડકાર છે. આ અંતરને ભરવા માટે, V – Care EDUCON એ કંપનીઓ અને ઉમેદવારો બંનેને મદદ કરવા માટે એક અદ્યતન જોબ પોર્ટલ www.vcare.group રજૂ કર્યું છે.