સામાજિક જાગૃતિ માટે લાઇફટાઇમ એચિવમેન્ટ એવોર્ડ
શ્રી આનંદશંકર પંડ્યાની જન્મ શતાબ્દીની ઉજવણી કરવા ‘સમર્થ ટ્રસ્ટે શ્રી આનંદશંકર મેમોરિયલ લેક્ચરનું આયોજન’ કર્યું હતું. શ્રી આનંદશંકર પંડ્યા પ્રસિદ્ધ સામાજિક કાર્યકર્તા હતા, જેમણે 75 વર્ષ સામાજિક જાગૃતિ લાવવા સમર્પિત કર્યા હતા. સામાજિક જાગૃતિના પ્રકાશને પ્રજ્જવલિત રાખવા ટ્રસ્ટે આ વાર્ષિક વ્યાખ્યાનમાળાનું આયોજન કરે છે અને સામાજિક જાગૃતિ લાવવામાં પ્રદાન કરવા માટે ‘શ્રી આનંદશંકર પંડ્યા લાઇફટાઇમ એચિવમેન્ટ એવોર્ડ’ આપવાની શરૂઆત કરી છે.
ચાલુ વર્ષે લાઇફટાઇમ એચિવમેન્ટ એવોર્ડ શ્રી રામ નરેશ પ્રસાદ સિંહને એનાયત કરવામાં આવ્યો છે, જેઓ પ્રસિદ્ધ લેખક અને ઇન્ટેલિજન્ટ બ્યૂરોના પૂર્વ અધિકારી છે. પોતાની કલમ દ્વારા શ્રી સિંહે ઇતિહાસના કેટલાંક અજાણ્યાં પાસાં પર પ્રકાશ ફેંક્યો છે, જે આપણી સામાજિક જાગૃતિ માટે અને સમાજ સમક્ષ રજૂ કરવા આવશ્યક છે.
કેરળના રાજ્યપાલ શ્રી આરિફ મોહમ્મદ ખાને શ્રી આનંદશંકર પંડ્યા મેમોરિયલ લેક્ચર “નેશનલ એજ્યુકેશનઃ નેશનલ સીક્યોરિટી” પર આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, “ભારત દુનિયાની પાંચ સભ્યતાઓ પૈકીની એક છે અને જ્ઞાનના કેન્દ્ર તરીકે જાણીતો છે. દેશમાં પરંપરાગત જ્ઞાનને પુનર્જીવિત કરવું જોઈએ, કારણ કે એનાથી જીવનના તમામ પાસાંને સમૃદ્ધ કરવામાં મદદ મળશે.”
આ પ્રસંગે કેન્દ્રીય મત્સ્યપાલન, પશુ સંવર્ધન અને ડેરીંગ મંત્રી શ્રી પરષોત્તમ રુપાલાએ તેમના સંબોધનમાં શ્રી આનંદશંકર પંડ્યાનો ઉલ્લેખ ઉત્કૃષ્ટ લેખક તરીકે કર્યો હતો, જેમણે પોતાનું જીવન કલમને સમર્પિત કર્યું હતું અને જેમના લખાણો દેશ અને એના વિકાસ પ્રત્યે પ્રતિબદ્ધતા હતા.
શ્રી આનંદશંકર પંડ્યા (26 મે, 1922થી 10 નવેમ્બર, 2021)એ વર્ષ 1942માં સ્વતંત્રતા સંગ્રામમાં ભાગ લીધો હતો અને તેઓ દેશના કલ્યાણ માટે બહુ ચિંતિત હતા. તેઓ બનારસ હિંદુ યુનિવર્સિટીના ગ્રેજ્યુએટ હતા. પત્રકાર તરીકે તેમણે કેટલાંક પુસ્તકોનું લેખન કર્યું હતું.
શ્રી આનંદશંકર પંડ્યા સમર્થ ટ્રસ્ટના સ્થાપક-સંરક્ષક હતા. આ ટ્રસ્ટ દેશભક્ત નાગરિકોની સાંકળ ઊભી કરવાનું વિઝન ધરાવે છે, જેઓ માતૃભૂમિ કાજે નિઃસ્વાર્થપણે બહુ મહેનત કરે છે. સમર્થ એક મજબૂત સંસ્થા બનવા ઇચ્છે છે, જેના દ્વારા દેશની તમામ સમસ્યાઓનું સમાધાન થશે.
ટ્રસ્ટના મેરા સમર્થ ભારત આંદોલનનો ઉદ્દેશ બાળકના સર્વાંગી વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરવાનો છે, જે શૈક્ષણિક સંસ્થાઓ સાથે જોડાણમાં મોટા પાયે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરીને બાળકોમાં નૈતિકતા અને મૂલ્યો બાળકોમાં આરોપિત કરે છે. એનો ઉદ્દેશ 10થી 35 વર્ષના વયજૂથમાં જીવનમાં કુશળતાઓ લાવવાનો, કૌશલ્ય વિશે વિચારવાનો, આંતરરાષ્ટ્રીય સ્તરની કુશળતાઓ લાવવી, સકારાત્મક અભિગમ અને સામાજિક જવાબદારીઓ વિકસાવવાનો છે.
મેરા સમર્થ ભારત આંદોલન વ્યક્તિગત વિકાસ માટે લક્ષ્યાંક, અભિગમ, જ્ઞાન, કૌશલ્ય અને મૂલ્યોલક્ષી કાર્યક્રમ પર આધારિત અભિયાન છે.
સંસ્થા વ્યક્તિગત અને સહિયારી પ્રવૃત્તિના તમામ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટતા હાંસલ કરવા આતુર છે, જેથી દેશ પ્રયાસ અને સિદ્ધિનું ઊંચા સ્તર પર સતત પહોંચી શકે.
બાળકો માટે મેરા સમર્થ ભારત અભિયાનના પરિણામો જાણવા જોઈએ
- શિક્ષણ જીવવા માટે જ્ઞાન પ્રદાન કરે છે
- જ્ઞાન, જેની સાથે જીવનને માણી શકાશે
- તેઓ ઉત્કૃષ્ટતા સાથે જીવી શકે છે
- તેઓ સમૃદ્ધિમાં જીવી શકે છે
- તેઓ સંબંધોમાં સંતોષ આપી શકે છે
- તેઓ સમાજમાં વ્યવસાયમાં ભાગીદાર થઈ શકશે
શાળાના બાળકો માટે મેરા સમર્થ ભારત અભિયાનના પરિણામો જાણવા જોઈએ
- શાળા ચર્ચા, સુધારાવધારા, પ્રોત્સાહન તથા સમાજમાં શું જરૂર છે એ માટે સ્થાન છે
- દરેક બાળક ભૂલો કરવાનો અધિકાર ધરાવે છે અને એકબીજાની ભૂલો સુધારવાની તક છે
- બાળકો પર્ફોર્મર્સ છે અને શિક્ષકો સુવિધાકારો, પ્રોત્સાહનકારો અને નિરીક્ષકો છે
- શિક્ષકની ભૂમિકા શરૂમાં સુવિધાકાર છે અને લાંબા ગાળે સંભવિતતામાં ભાગીદાર છે
- બાળકની કોઈ પણ સારી કામગીરીની સંપૂર્ણ શાળામાં ઉજવણી થાય છે
મેરા સમર્થ ભારત અભિયાનની મુખ્ય અસર
- વર્ગમાં અભ્યાસ કરવા વિદ્યાર્થીઓ માટે ઉંમર હવે અવરોધરૂપ નથી
- બાળકોની બેગનો ભાર ઘટ્યો
- શિક્ષકો પર દબાણ ઘટ્યું
- વિદ્યાર્થીઓની ઊર્જાનો એકદિશામાં ઉપયોગ થયો
- પુસ્તકોની કેદમાંથી વિદ્યાર્થીઓને મુક્તિ મળી
- બાળકનો સર્વાંગી વિકાસ થયો
- વિદ્યાર્થીઓને તાર્કિક બન્યાં
- બાળક મૂલ્યો સાથે કુશળ બન્યાં
- કોઈ બાળક પાછળ ન રહ્યું
- દરેક બાળકની ભાગીદારી સારી રીતે પરિભાષિત થઈ