બે વર્ષ બાદ ભાઈ બલરામજી અને બહેન સુભદ્રાજી સાથે આજે જ્યારે ભગવાન જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા ત્યારે ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો. ભગવાન જગન્નાથજીની 145મી રથયાત્રાનો ભાગ બની ભક્તો ભગવાનના દર્શન બની ધન્યતા પ્રાપ્ત કરતા જોવા મળ્યા. ત્યારે અપકમિંગ ગુજરાતી ફિલ્મ ‘સૈયર મોરી રે’ના હીરો મયુર ચૌહાણ ઉર્ફે માઇકલ પણ ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં જોડાયા હતા. રથયાત્રામાં મયુર ચૌહાણ ટ્રક નંબર 4માં સવાર થયેલા જોવા મળ્યા હતા, જેઓએ 8 જુલાઇએ રીલિઝ થવા જઇ રહેલી પોતાની ફિલ્મ ‘સૈયર મોરી રે’ની સફળતા માટે ભગવાન સમક્ષ પ્રાર્થના કરી.‘સૈયર મોરી રે’ફિલ્મની સફળતા માટે ભગવાન સમક્ષ પ્રાર્થના માટેની સમગ્ર યોજના ગુજરાતી ફિલ્મ ઇંડસ્ટ્રીના સૌથી યુવા પ્રોડ્યુસર્સ મીત કારિયા અને જય કારિયા દ્વારા તૈયાર કરવામાં આવી હતી.