તમે જાણ્યું કે નહિ? ગુજરાતી ફિલ્મમાં પહેલીવાર કોઈ ફિલ્મનાનું ટ્રેલર એક માઈલસ્ટોન સુધી પહોંચ્યું છે. હા, આવનારી ગુજરાતી ફિલ્મ “વિકીડાનો વરઘોડો” નું ટ્રેલર 3 મિલિયનથી વધુ વખત જોવામાં આવ્યું છે. આવુ સૌપ્રથમ વખત બન્યું છે જ્યારે કોઈ ફિલ્મના ટ્રેલરને દર્શકોએ આટલો બધો પ્રેમ અને સપોર્ટ આટલા ઓછા સમયમાં દર્શાવ્યો હોય. આ ફિલ્મના મેકર્સનુ નસીબ છે, તેમનુ પેશન અને તેમની મહેનત છે કે તેઓ ટ્રેલરથી જ લોકોના દિલમાં જગ્યા બનાવી ચૂક્યા છે. વિકીડો, તેના માતા-પિતા, તેના મિત્રો, તેની ગર્લફ્રેન્ડસ, દરેક પાત્રની તેમની ભૂમિકાઓ માટે ચોક્કસ પસંદગી કરવામાં આવી છે અને તેઓએ તેમના પાત્રને ન્યાય પણ આપ્યો છે. ટ્રેલરમાં દર્શાવવામાં આવેલી દરેક બાબત જેમ કે, ફન, મ્યુઝિક, સ્ટોરી, પ્લોટ એટલું સુંદર રીતે બતાવાયું છે કે; જેનાથી દર્શકોને ફિલ્મ જોવા માટે જીજ્ઞાસા થાય. હવે વિકીડાના વરઘોડામાં નાચવા અને તે ત્રણમાંથી કઈ કન્યા સાથે લગ્ન કરશે? એ જોવા તો 8મી જુલાઈ, 2022ના રોજ તમારે ટાઇમ પર થીએટરમાં એન્ટ્રી કરવી જ પડશે.