આ નવી પહેલનું લક્ષ્ય મહિલાઓ, વિકલાંગો અને એલજીબીટીક્યુઆઈએ + સમુદાયના લોકોનો એમેઝોનના ડિલિવરી સર્વિસ પાર્ટનર પ્રોગ્રામમાં સહભાગ વધારવાનું છે
આજે એમેઝોન દ્વારા ભારતમાં તેના ડિલિવરી સર્વિસ પાર્ટનર (ડીએસપી) પ્રોગ્રામમાં જોડાવા માટે પ્રતિનિધિત્વ કરાતા સમુદાયોના ઊભરતા એન્ટરપ્રેન્યોર્સને સશક્ત બનાવવા માટે વિશેષ ગ્રાન્ટ આપવાની ઘોષણા કરવામાં આવી છે. ડીએસપી પ્રોગ્રામ સાથે એમેઝોન ઈચ્છુક એન્ટરપ્રેન્યોર્સને એમેઝોન અત્યાધુનિક ડિલિવરી ટેકનોલોજી, હાથોહાથની તાલીમ અને સેવાઓ પર ખાસ વાટાઘાટ કરાયેલી ડીલ્સ, જેમ કે, પેરોલ મેનેજમેન્ટ, વીમો અને ભરતીની ટેકનોલોજી વગેરેને પહોંચ તેમને પૂરી પાડીને તેમનો પોતાનો વેપાર શરૂ કરવા સહાય કરશે. પોતાના સમુદાયોને સમજનારની મજબૂત ટીમો ઊભી કરવી તે ડિલિવરી નેટવર્કની વૃદ્ધિમાં સૌથી મુશ્કેલ પડકાર છે અને નાના વેપારમાલિકો તેમાં ઉત્તમ હોય છે.
એકંદર એમેઝોન દુનિયાભરમાં વિવિધ ગ્રાન્ટ પ્રોગ્રામ થકી સેંકડો એન્ટરપ્રેન્યોર્સને ટેકો આપીને 7 મિલિયન યુએસડીની ગ્રાન્ટ આપવા માટે કટિબદ્ધ છે. સ્પેશિયલ ડિલિવરી ગ્રાન્ટ સાથે કંપનીનું લક્ષ્ય વેપાર સ્થાપવા માટે સ્ટાર્ટઅપ ખર્ચને પહોંચી વળવા માટે નાણાકીય આધાર સાથેના ઈચ્છુર એન્ટરપ્રેન્યોર્સ એવી મહિલાઓ, વિકલાંગો અને એલજીબીટીક્યુઆઈએ + સમુદાયના લોકોને અભિમુખ બનાવવાનું છે. લોજિસ્ટિક્સનો કોઈ અનુભવ નહીં હોય તેઓ પણ ગ્રાન્ટ માટે અરજી કરી શકે અને પ્રોગ્રામમાં ભાગ લઈ શકે છે. એમેઝોનનું લક્ષ્ય એન્ટરપ્રેન્યોર્સને પોતાનો વેપાર શરૂ કરવા માટે અવરોધો દૂર કરવાનું છે અને પ્રતિનિધિત્વ રહિત સમુદાયો માટે અવરોધો ઓછા અને દૂર કરવામાં મદદરૂપ થવાનું છે.
“ભારતમાં આરંભથી જ ડીએસપી પ્રોગ્રામે એમેઝોનને એસએમબીને વૃદ્ધિની તકો પૂરી પાડવામાં મદદ કરવા સાથે દેશની અંતરિયાળ ભાગોમાં અમારું ડિલિવરી નેટવર્ક વિસ્તારવામાં પણ અમને મદદ કરી છે. અમને હવે લોજિસ્ટિક્સમાં એન્ટરપ્રેન્યોગશિપ ઈકોસિસ્ટમમાં ઉત્ક્રાંતિ લાવવા માટે પ્રોગ્રામમાં જોડાવા મહિલાઓ અને અન્ય પ્રતિનિધિત્વ રહિત સમુદાયોને વિશેષ ગ્રાન્ટ ઓફર કરવાની ખુશી છે. એમેઝોનનો ધ્યેય પૃથ્વીની સૌથી ગ્રાહકલક્ષી કંપની બનવાનું છે અને આ ધ્યેય ડાઈવર્સિટી, ઈક્વિટી અને ઈન્કલુઝનમાં અમારા કામના હાર્દમાં છે. એમેઝોનના ગ્રાહકોને વિચારની વૈવિધ્યતામાંથી લાભ મળે છે. અમે માનીએ છીએ કે અમારા વેપાર માટે આ સારું છે, પરંતુ અમારી કટિબદ્ધતા તેનાથી વધુ સૈદ્ધાંતિક છે, જે એકદમ સાચું છે, ” એમ એમેઝોન લોજિસ્ટિક્સ, ઈન્ડિયાના ડાયરેક્ટર કરૂણા શંકર પાંડેએ જણાવ્યું હતું.
પુણેની એમેઝોનની ડિલિવરી સર્વિસ પાર્ટનર રચના ખેર કહે છે, “એમેઝોનની ડિલિવરી સર્વિસ પાર્ટનર તરીકે કોર્પોરેટ ક્ષેત્રનો સફળ એન્ટરપ્રેન્યોર તરીકે પ્રવાસ મારે માટે સમૃદ્ધ અનુભવ છે. મારી વેપાર ભાગીદાર પ્રિયા જુનાગડે સાથે 2018માં આ પ્રવાસ આસાન નહોતો, પરંતુ અમે મોટાં સપનાં જોવાનું અને તેનો પીછો કરવાનું ચાલુ રાખ્યું. પ્રોગ્રામના ભાગરૂપે મજબૂત વેપાર પાયો નિર્માણ કરવા એમેઝોને અમને આવશ્યક જ્ઞાન, તાલીમ અને કુશળતા પૂરા પાડ્યાં.”
2021માં એમેઝોને ઈચ્છુક એન્ટરપ્રેન્યોર્સને કોઈ અગાઉનો ડિલિવરી અનુભવ નહીં હોય તો પણ તેમની ડિલિવરી સેવાઓ વિકસાવવા અને રજૂ કરવા માટે ટેકો આપવા ભારતમાં ડિલિવરી સર્વિસ પાર્ટનર પ્રોગ્રામનું વિસ્તરણ કર્યું હતું. એમેઝોન ઈન્ડિયા આજે 350થી વધુ એન્ટરપ્રેન્યોર્સ ધરાવે છે, જેઓ પ્રોગ્રામનો હિસ્સો છે, જેમાં વિવિધ ભાગીદારોને તેમના પોતાના વેપારો નિર્માણ કરવા માટે વધુ તકો છે. વર્ષોનાં વહાણાં વીતવા સાથે ડિલિવરી સર્વિસ પ્રોગ્રામ દુનિયાભરમાં 1000થી વધુ ડિલિવરી મથકો સાથેનું નેટવર્ક છે અને યુનાઈટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા, કેનેડા, યુનાઈટેડ કિંગડમ, જર્મની, જાપાન, ફ્રાન્સ, ઈટાલી, સ્પેન, આયરલેન્ડ, બ્રાઝિલ, ધ નેધરલેન્ડ્સ, ભારત, બેલ્જિયમ અને ઓસ્ટ્રિયા સહિત 14થી વધુ દેશોમાં વિસ્તરણ કર્યું છે. અમે હાલમાં જ સાઉદી અરેબિયામાં પ્રોગ્રામ લોન્ચ કર્યો છે, જે ડીએસપી પ્રોગ્રામ ચાલતો હોય તેવો પ્રથમ મિડલ ઈસ્ટર્ન દેશ છે.
એમેઝોન ઈન્ડિયાના નવા ડીએસપી પ્રોગ્રામનો હિસ્સો બનવા અને વધુ જાણવા અથવા તુરંત શરૂઆત કરવા કૃપા કરી વિઝિટ કરો https://logistics.amazon.in/marketing/entrepreneur