મલ્હાર ઠાકર આજે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના એક ચમકતા સિતારા તરીકે ઉભરી આવ્યા છે. મલ્હારે’છેલ્લો દિવસ’, ‘પાસપોર્ટ’, ‘ગોળકેરી’, ‘વીકીડાનો વરઘોડો’ જેવી સુપરહિટ ફિલ્મોથી દર્શકોના દિલ જીતી લીધા છે. ગુજરાતી સિનેમાની આ હસ્તીએ આ વર્ષમાં પોતાના અવિશ્વનીય અભિનય અને આગામી પ્રોજેક્ટથી દર્શકોને મંત્રમુગ્ધ કરી દીધા છે.
ફિલ્મ ‘વેનીલા આઈસ્ક્રીમ’માં મલ્હાર ઠાકર, અર્ચન ત્રિવેદી, વંદના પાઠક અને સતીશ ભટ્ટ જોવા મળશે.એક ફેમિલી ડ્રlમા, રોમાન્સ અને લાગણીઓનું સંપૂર્ણ પેકેજ ધરાવતી ફિલ્મ ‘વેનીલા આઈસ્ક્રીમ’સોલો સ્પેરો ફિલ્મ્સ દ્વારા નિર્મિત અને બ્લેકહૉર્સ પ્રોડક્ટશન્સ દ્વારા સહ નિર્મિત પ્રોજેક્ટ છે, જેના નિર્માતા યશ સરધારા, દીપ્તિ સિંઘ અને લેખક તેમજ દિગ્દર્શક પ્રીત સિંહ છે. મેકર્સે આ ફિલ્મના શુટિંગની જાહેરાત કરતા જણાવ્યું હતુ કે ઓક્ટોબર મહિનાથી ફિલ્મના શુટિંગનો પ્રારંભ કરવામાં આવશે.