ભારત દેશમાં વડાપ્રધાન મોદી ગુજરાતના બે દિવસના પ્રવાસે આવેલા PM ભુજથી ગાંધીનગર પહોંચ્યા હતા. અહીં મહાત્મા મંદિરમાં મારૂતિ સુઝુકીના કાર્યક્રમમાં હાજરી આપી હતી. મારૂતિ સુઝુકીને ભારતમાં આવ્યાને 40 વર્ષ પૂર્ણ થયા છે. આ નિમિત્તે કંપની દ્વારા આજે(28 ઓગસ્ટ) પ્રધાનમંત્રીના હસ્તે સુઝુકીના 2 પ્રોજેક્ટનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ પ્રધાનમંત્રી મોદીએ ગુજરાત અને હરિયાણાના લોકોને શુભકામના પાઠવી હતી.
વડાપ્રઘાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે સંબોધન કરતા જણાવ્યું કે, સુઝુકી કંપની સાથે જોડાયેલા તમામ સભ્યોને અભિનંદન.ભારત અને ભારતના લોકો સાથે સુઝીકીનો પારિવારીક સબંધ હવે 40 વર્ષનો થયો છે. આજે ગુજરાતમાં ઇલેકટ્રીક વ્હિકલ બેટરની પ્રોડકશન માટે પ્લાન્ટનું શિલાન્યાસ કરવામાં આવ્યું તો હરિયાણામાં નવી કાર મેન્યુફેકચરિંગ ફેસેલીટીની શરૂઆત થઇ રહી છે. મારૂતી સુઝુકીની સફળતા ભારત અને જાપાનની મજબૂત ભાગીદારીનું પ્રતિક છે. પાછલા 8 વર્ષોમાં બંને દેશો વચ્ચેનો સબંધ નવી ઉંચ્ચાઇ પર આવ્યો છે.
ગુજરાત અને હરિયાણા બંને દેશ મેક ઇન ઇન્ડિયાને ગતી આપી રહ્યા છે. 13 વર્ષ પહેલા સુઝીકી કંપની તેના મેન્યુફેકચરિંગ યુનિટી માટે ગુજરાત આવ્યા હતા ત્યારે મે કહ્યુ હતું કે જેમ જેમ મારૂતી ના મિત્ર ગુજરાતનું પાણી પીશે તેમને ખ્યાલ આવશે કે વિકાસનું પરફેકટ મોડલ કયા છે. આજે મને આનંદ છે કે ગુજરાતે સુઝુકીને આપેલ વચન પુર્ણ કર્યુ અને સુઝુકીએ ગુજરાતની વાત પણ સમ્માન સાથે રાખી. ગુજરાત દેશમાં નહી પરંતુ દુનિયામાં ટોપ મેન્યુફેકચરિંગ હબ બન્યું છે. ગુજરાતમાં વાઇબ્રન્ટ સમિટના આયોજનની શરૂઆત થઇ ત્યારથી જાપાન એક પાર્ટનરની જેમ જેમ હમેંશા પડખે રહ્યું છે. એક રાજય અને એક ડેવલપ દેશ એકબીજા સાથે ચાલે તે એક મોટી વાત છે. અમે સતત પ્રયાસ કર્યો છે કે જાપાનની કંપની અને જાપાનના લોકોને અંહી કોઇ પણ પ્રકારની અડચણ ન આવે. જાપાનથી આવેલા લોકને કોઇ અડચણ ન આવે તે માટે ઘણા ગુજરાતી લોકોએ જાપાની ભાષા પણ શીખી લીધી. ગુજરાત આજે વિકાસની જે નવી ઉચ્ચાઇઓ પર છે .