કલર્સ પ્રસ્તુત કરે છે, સાવી કી સવારી સાથે ઓટોરિક્ષા ડ્રાઈવર અને વેપાર સાહસિકની અનોખી પ્રેમકથા
સાવી આત્મનિર્ભર, આશાવાદી, સ્ટ્રીટ- સ્માર્ટ અને પરિવાર માટે એકમેવ આજીવિકા કમાણી કરનાર છે, જ્યારે નિત્યમ સ્વનિર્મિત વેપારી છે, જે બુદ્ધિશાળી, અત્યંત મહત્ત્વાકાંક્ષી અને વહાલો પુત્ર છે. સાવી બે છેડા ભેગા કરવા માટે રિક્ષા ચલાવે છે, જ્યારે નિત્યમ સફળ વેપાર સાહસિક અને યુવા પ્રતિક છે. તેમના માર્ગ અલગ અલગ છે છતાં તેઓ મજબૂત જોડાણ દ્વારા એકત્ર બંધાયેલા છે અને કલર્સ આગામી રોમેન્ટિક ડ્રામા સાવી કી સવારી થકી તેમના જીવનમાં ડોકિયું કરાવે છે. આ શો સાથે ટેલિવિઝન પર પદાર્પણ કરી રહેલી સમૃદ્ધિ શુક્લા સાવીની ભૂમિકા સાકાર કરી રહી છે, જેમાં લોકપ્રિય અભિનેતા ફરમાન હૈદર નિત્યમનું પાત્ર ભજવતો જોવા મળશે. દશામી ક્રિયેશન્સ દ્વારા નિર્મિત સાવી કી સવારીનું પ્રસારણ 22મી ઓગસ્ટથી થશે, જે પછી દરેક સોમવારથી શનિવાર સાંજે 6.30 વાગ્યાથી, ફક્ત કલર્સ પરથી થશે.
વાયાકોમ18ના હિંદી માસ એન્ટરટેઈનમેન્ટના ચીફ કન્ટેન્ટ ઓફિસર મનીષા શર્મા કહે છે, “કલર્સમાં અમે હંમેશાં અનોખી પહેલ કરીએ છીએ અને અમારી વાર્તાઓ થકી સશક્ત પાત્રો સામે લાવીએ છીએ. સાવી કી સવારી રિક્ષાચાલક સાવીની હૃદયસ્પર્શી પ્રેમકથા જીવંત કરી રહી છે. સાવી પગભર થઈ રહી છે ત્યારે પ્રેમ અને પ્રેમભંગના ઘણા બધા પૂર્વગ્રહોનો સામનો કરે છે. અમને ખાતરી છે કે સાવીનો આકાંક્ષાત્મક અને રોચક પ્રવાસ અમારા દર્શકોને જરૂર ગમશે.”
પુરુષપ્રધાન વ્યવસાયોની ઘરેડને તોડતાં સાવી ઉજ્જૈનની પ્રથમ મહિલા રિક્ષાચાલક બને છે, જેને વ્યવસાય વિશે જરાય સંકોચ વિના પોતાના જીવન માટે રિક્ષા ચલાવવાનું અને કમાણી કરવાનું ગમે છે. અણધાર્યા સંજોગોમાં સાવી નિત્યમને મળે છે, જે મહેનતુ વેપારી ઉચ્ચ આકાંક્ષા ધરાવે છે અને ગુસ્સાવાળો સ્વભાવ ધરાવે છે. તે પોતાનું વેપાર સામ્રાજ્ય ઊભું કરવા પર કેન્દ્રિત છે અને તેની બુદ્ધિ સાથે સુમેળ સાધે અને તેનાં લક્ષ્યો હાંસલ કરવામાં મદદ કરી શકે તેવી મહિલા સાથે પરણવા માગે છે. જોકે ભાગ્યને કાંઈક ઓર જ મંજૂર હોય છે, જે આ સાવ વિપરીત આત્માઓને પ્રેમના તાંતણેથી બાંધે છે. જોકે સમાજના બે અલગ અલગ દરજ્જાના લોકો એકત્ર આવે ત્યારે શું થઈ શકે છે?
દશમી ક્રિયેશન્સના પ્રોડ્યુસર નિનાદ વૈદ્ય કહે છે, “અમને અગાઉ ક્યારેય નહીં જોઈ હોય તેવી સંકલ્પના હૃદયસ્પર્શી પ્રેમકથા સાવી કી સવારી સાથે પહેલી વાર કલર્સ સાથે સંકળાવાનું બહુ રોમાંચિત લાગે છે. આ શો સાથે અમે લિંગભેદની ઘરેડ તોડી નાખીશું અને કોઈ પણ કામ પુરુષપ્રધાન નથી એ દર્શાવવાની આશા રાખીએ છીએ. તમે કેટલી કમાણી કરો છો તે નહીં પણ કામ પ્રત્યે તમારી કટિબદ્ધતા અને નૈતિકતા પરિપૂર્ણતાના આ પ્રવાસમાં તમે કેટલું આગળ વધી શકશો તેની વ્યાખ્યા કરે છે. આ શો સાવીની મુશ્કેલીઓ આલેખિત કરવા સાથે સાવી અને નિત્યમની સુંદર પ્રેમકથા પણ કહેશે. અમે 22મી ઓગસ્ટથી શો દર્શકો માણે તેની ઉત્સુકતાથી વાટ જોઈ રહ્યા છીએ.”
સાવીની મુખ્ય ભૂમિકા ભજવવા લિશે સમૃદ્ધિ શુક્લા કહે છે, “હું સાવી જેવા અનોખા પાત્ર સાથે મારું ટેલિવિઝન પદાર્પણ કરી રહી છું તે માટે ભારે રોમાંચિત છું. તે સ્વનિર્મિત છોકરી છે, જે બધા પડકારોને હસતા મોઢે ઝીલે છે અને પરિવારને આધાર આપવા માટે રિક્ષા ચલાવવામાં ગૌરવ લે છે. ઉત્ક્રાંતિ પામતા સમય સાથે આજની મહિલા પડકારજનક ભૂમિકાઓ લઈને જૂની ઘરેડની તોડી રહી છે અને તેથી જ મને ખાતરી છે કે દર્શકો સાવી અને તેની સુંદર વાર્તા સાથે પોતાને જોડશે. હું કલર્સ પરિવારનો હિસ્સો બની તે માટે બેહદ ખુશ છું અને આ રોમાંચક નવા પ્રવાસ પર આગળ વધવા માટે ઉત્સુક છું.”
નિત્યમનું પાત્ર ભજવતો ફરમાન હૈદર કહે છે, “નિત્યમ મહેનતુ વેપારી છે. તેનું વ્યક્તિત્વ ગજબનું છે. તે મજબૂત છે. હંમેશાં લક્ષ્યોનો પીછો કરે છે અને માતામાં વિશ્વાસ રાખે છે. આ શો તેની અને સાવી વચ્ચેની રસપ્રદ વિસંગતતાનું પગેરું મેળવે છે, જેઓ ભાગ્યવશ મળે છે અને એકબીજાના પ્રેમમાં પડે છે. સમૃદ્ધિ ઉર્ફે સાવી બહુ જ સુંદર અને જોશીલી અભિનેત્રી છે, જેથી તેની સાથે કામ કરવાની મજા આવી રહી છે. અમે શોમાં મજેદાર સમય વિતાવી રહ્યા છીએ. અમને આશા છે કે અમારો આ સુંદર પ્રવાસ શરૂ થઈ રહ્યો છે ત્યારે દરેકના ચહેરા પર સ્મિત લાવશે.”
જોતા રહો સાવી કી સવારી, દરેક સોમવારથી શનિવાર, 22મી ઓગસ્ટે સાંજે 6.30 વાગ્યાથી શુભારંભ, ફક્ત કલર્સ પર!