વિશ્વ આરોગ્ય સંસ્થાના માર્ગદર્શન હેઠળ એનએસવી ઈંક.દ્વારા વિકસિત અને માર્કેટિંગ કરાયેલ કોલપોસ્કોપને અનુરિકા વેલનેસ ઇનિશિયેટિવ્સ અને રેડિયન્સ હોસ્પિટલ્સ દ્વારા આપના માટે લાવવામાં આવી રહ્યું છે. આ સાથે સંભવિત રીતે ભારતના પ્રથમ એચપીવી ક્લિનિકની શરૂઆતની જાહેરાત કરવામાં આવી હતી. કોલપોસ્કોપ અને એચપીવી ક્લિનિક વિશે અનુરિકા એમ્પાવરમેન્ટ ફાઉન્ડેશન ફાઉન્ડર અને ડિરેક્ટર ડૉ. અંજના ચૌહાણ, વિજય કુમાર સેદાની, વીએનએસ ઇંકના ફાઉન્ડર અને સીઇઓ સોમ પાઠક અને રેડિયન્સ હોસ્પિટલ્સના ફાઉન્ડર ડિરેક્ટર ડૉ. અપૂર્વ વ્યાસે વિસ્તૃત માહિતી આપી હતી.
એચપીવી શું છે તેના વિશે માહિતી આપતા અનુરિકા એમ્પાવરમેન્ટ ફાઉન્ડેશન ફાઉન્ડર અને ડિરેક્ટર ડૉ. અંજના ચૌહાણે જણાવ્યું હતુ કે એચપીવીએટલે હ્યુમન પેપિલોમા વાયરસ. આ એક ખતરનાક વાયરસ છે, જે મનુષ્યને અસર કરે છે. તે એસિમ્પટમેટિક (લક્ષણ વિનાનું) અને સાયલન્ટ કિલર છે. અહીં કુલ 15 પ્રકારની સ્ટ્રેંડ્સ છે, જે કાર્સિનોજેનિક પ્રકાર છે, જે પુરૂષો અને સ્ત્રીઓમાં વિવિધ કેન્સરનું કારણ બને છે.
“હાઈ-રિસ્ક” ટાયપ – અસામાન્ય પેપ ટેસ્ટનું કારણ બને છે અને સ્ત્રીઓમાં સર્વિક્સ, વલ્વા, યોનિ અને પુરૂષોમાં ગુદા અથવા લિંગ કેન્સર તરફ દોરી જાય છે. “લો-રિસ્ક” ટાયપ – હળવા પેપ ટેસ્ટ અસાધારણતા અને જનનાંગ મસાઓ છે.
એચપીવી ચેપનો વ્યાપ
20થી 30 વર્ષની વયના જૂથ વચ્ચે એચપીવીનો પ્રસાર લગભગ 60%થી વધુ છે. એચપીવીટાયપ 16 અને 18 સર્વાઇકલ કેન્સરના 70% માટે જવાબદાર છે, સીઆઇએન2 અને સીઆઇએન3 જેવા સર્વિક્સના તમામ પૂર્વ આક્રમક જખમમાંથી 50%-60% અને સીઆઇએન 1 જખમ માટે 25% જવાબદાર છે. એચપીવી ટાયપ 6 અને 11 પુરૂષો અને સ્ત્રીઓ બંનેમાં 90% જનનાંગ મસાઓ માટે જવાબદાર છે.
સર્વાઇકલ કેન્સરનો વ્યાપ
સર્વાઇકલ કેન્સર સ્ત્રીઓમાં બીજા ક્રમાંકનું સૌથી સામાન્ય જીવલેણ કેન્સરતરીકે છે અને 4,90,000 સ્ત્રીઓને અસર કરે છે અને વિશ્વભરમાં વાર્ષિક 2,70,000 મૃત્યુનું કારણ બને છે. તે એક અસમાન ભૌગોલિક વિતરણ ધરાવે છે, જેમાં સૌથી વધુ વૈશ્વિક બિમારીનો બોજ વિકાસશીલ દેશો સુધી જ મર્યાદિત છે, જ્યાં બિમારી સામે લડવાની સુવિધાઓ બિનઅસરકારક છે. આ બોજના 80% વિકાસશીલ દેશોમાં અનુભવાય છે અને ભારતમાં, એવો અંદાજ છે કે દર વર્ષે 0.8 થી 1 મિલિયન નવા કેસ મળી આવે છે.
સર્વાઇકલ કેન્સર માટે તપાસ
સર્વાઇકલ કેન્સરની નિયમિત તપાસ પેપ સ્મીયર દ્વારા અને તાજેતરમાં એચપીવીટેસ્ટ કરીને કરવામાં આવે છે. તપાસ (સ્ક્રીનીંગ) થકી કેન્સર પૂર્વેની સ્થિતિમાં સર્વાઇકલ કેન્સરને શોધી કાઢશે, જ્યાં તેનો 100 ટકા ઇલાજ છે.
કોલપોસ્કોપી વિશે
તે સર્વાઇકલ કેન્સર માટે સ્ત્રીઓની તપાસ કર્યા બાદ કેન્સરના પૂર્વ કેન્સરના જખમનું નિદાન કરવા માટેનું સાધન છે.
કોલપોસ્કોપ ન માત્ર ગર્ભાશયના સર્વિક્સનું વિસ્તૃત દ્રશ્ય પ્રદાન કરે છે,પરંતુ તે અસામાન્યતાઓની ઓળખ પણ કરે છે અને આ રીતે સર્વિક્સની વિવિધ કેન્સર પૂર્વેની સ્થિતિની સારવાર માટે નિર્ણય લેવામાં મદદ કરે છે.ટ
સમુદાયમાં એચપીવી ચેપની જાગૃતિ, સ્ક્રીનિંગ અને નિવારણ સેવાઓ લાવવા માટે અનુરિકા વેલનેસ ઇનિશિયેટિવ્સ અને રેડિયન્સ હોસ્પિટલ્સ એકસાથે આવી છે.
રેડિયન્સ હોસ્પિટલ ખાતેની એચપીવીક્લિનિક વિશે:
- ગુજરાતમાં પોતાના પ્રકારનું પ્રથમ સમર્પિત એચપીવીક્લિનિક. (એચપીવી અવેરનેસ, સ્ક્રીનીંગ અને કોલપોસ્કોપી અને જ્યાં જરૂરી હોય ત્યાં કેન્સર સર્જરી અને ઓપરેશન બાદની કાળજીને આવરી લેવી)
- એચપીવીસેલ્ફ-ટેસ્ટ કીટ પર પ્રથમ પાઇલટ અભ્યાસ કરવામાં આવ્યો.
- વિશ્વ આરોગ્ય સંસ્થાએ ગુજરાત, ભારતમાં ખાનગી ક્ષેત્રમાં એડવાન્સ્ડ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સક્ષમ કોલપોસ્કોપીનું માર્ગદર્શન આપ્યું હતું.
અનુરિકા એમ્પાવરમેન્ટ ફાઉન્ડેશન એ નોટ-ફોર-પ્રોફિટ સેક્શન 8 કંપની છે, જેની સ્થાપના વિજય કુમાર સેદાની અને ડૉ. અંજના ચૌહાણ દ્વારા કરવામાં આવી છે, જે આરોગ્ય ક્ષેત્રે વિવિધ કાર્યક્ષેત્રો સાથે સંકળાયેલી છે.
અનુરિકા વેલનેસઇનિશિયેટિવ્સ એપીવીજાગૃતિ ફેલાવવા, સ્ક્રીનીંગ અને નિવારણ પર ધ્યાન કેન્દ્રિતા સાથે સંગઠનમાં એક કાર્યાત્મક કાર્યક્ષેત્ર છે.
અનુરીકા એમ્પાવરન્ટ ફાઉન્ડેશનનો ધ્યેય સ્વસ્થ, સ્થિર અને આત્મનિર્ભર સમાજની દિશામાં કામ કરવાનો છે.
અનુરિકા વેલનેસ ઇનિશિએટિવ્સ અને રેડિઅન્સ હોસ્પિટલ્સ આ સાહસના માધ્યમથી પોતાની શ્રેણીમાં સર્વશ્રેષ્ઠ એચપીવીસેવાને રજૂ કરવા પર ગર્વ અનુભવે છે. અને આંતરરાષ્ટ્રીય મેડટેક સંસ્થા વીએનએસ ઈંકના સમર્થનને સ્વીકારે છે.
રેડિયન્સ હોસ્પિટલમાં એચપીવીસ્ક્રીનીંગ ક્લિનિક ગાયનેક કેન્સર સર્જન તેમજ અનુરિકા ગ્રુપના ફાઉન્ડર અને ડિરેક્ટર ડૉ. અંજના ચૌહાણના માર્ગદર્શન હેઠળ ચાલશે.
રેડિયન્સ હોસ્પિટલ્સ, અમદાવાદ 40 પથારી ધરાવતી હોસ્પિટલ છે, જેમાં તમામ પ્રકારની સુપર સ્પેશિયાલિટી અને મલ્ટિ-સ્પેશિયાલિટી હેલ્થ કેર સેવાઓ માટે વિસ્તૃત આઉટરીચ સેવાઓનો વિસ્તાર કરનાર માટે તેની સ્થાપના કરવામાં આવી છે.