ગુજરાતમાં આ વખતે ડિફેન્સ એક્સ્પો શરૂ થવા જઈ રહ્યો છે, જ્યાં એવી આશા રાખવામાં આવે છે કે આત્મનિર્ભર ભારતની ઝલક સંરક્ષણ ક્ષેત્રમાં પણ જોવા મળશે. સ્વતંત્રતાના કેટલાક દાયકાઓ પછી, ૧૯૯૦ના દાયકાની શરૂઆતમાં, ભારતમાં ખાનગી ક્ષેત્રને પ્રોત્સાહન આપવાનું શરૂ થયું. ભારતે પોતાને મિશ્ર અર્થતંત્રમાં બદલવાનું શરૂ કર્યું. પરંતુ તેની ગતિ અત્યંત ધીમી હતી અને ભ્રષ્ટાચાર હાવી હતો. પરંતુ ૨૦૧૪ના મધ્યમાં જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કાર્યભાર સંભાળ્યો હતો. તે સમય સુધી મજબૂત કેન્દ્રીય શાસનના અભાવને કારણે દેશની પરિસ્થિતિમાં ઘણા ઉતાર-ચઢાવ આવ્યા હતા. જેના પછી વર્ષ ૨૦૧૪માં દેશને સાહસિક અને નિર્ણાયક નેતૃત્વ મળ્યું. જેમણે દીર્ગકાલિક લક્ષ્યો નિર્ધારિત કર્યા અને મક્કમ નિર્ણયો લેવાનું શરૂ કર્યું. જેનું સુખદ પરિણામ સામે આવ્યું. થોડા વર્ષોમાં જ, ભારત ચીનને પાછળ છોડીને સૌથી ઝડપથી વધતી પ્રમુખ અર્થવ્યવસ્થાનું બિરુદ મેળવ્યું. આજે, $૩.૩૭ ટ્રિલિયનની કુલ ઘરેલુ પેદાશ, ભારતને પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા માનવામાં આવે છે. જ્યાં સુધી દેશની સંરક્ષણ અને ટેકનોલોજી સંબંધિત નિકાસનો સંબંધ છે, તે ગયા વર્ષે આશરે રૂ. ૧૩૦૦૦ કરોડના સર્વોચ્ચ આંકડાને સ્પર્શી ગયો છે. જે ગયા વર્ષ કરતાં બમણું અને પાંચ વર્ષ પહેલાં કરતાં લગભગ આઠ ગણું વધારે છે. આ સિદ્ધિઓ ત્યારે પ્રાપ્ત થઈ, જ્યારે વર્તમાન સરકાર સત્તામાં આવ્યાના સાત વર્ષની અંદર કોવિડ પ્રતિબંધો બે વર્ષ માટે લાદવામાં આવ્યા હતા. સમગ્ર વિશ્વમાં કામકાજ અટકી ગયું. તો પછી ભારતે આ સિદ્ધિ કેવી રીતે મેળવી? દેશના સફળ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આત્મનિર્ભર ભારતનો વિચાર આપ્યો. જે ભારતની આ મહાન સિદ્ધિ પાછળ એકમાત્ર કારણ છે. ખાસ કરીને સંરક્ષણ ક્ષેત્ર કે જેમાં વિકાસની અપાર સંભાવનાઓ હતી. તેના પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું હતું. સંરક્ષણ ઉત્પાદન શરૂઆતમાં જાહેર ક્ષેત્રની કંપનીઓના નિયંત્રણ હેઠળ હતું. પરંતુ તે ભારતીય ખાનગી ક્ષેત્રની કંપનીઓ માટે ખોલવામાં આવ્યું. આ ક્ષેત્રમાં એક મોટા પગલાંઓ અંતર્ગત, સંરક્ષણ સંપાદન પ્રક્રિયા (ડીએપી) ૨૦૨૦ માં સુધારો કરવામાં આવ્યો હતો. સંરક્ષણ ઉત્પાદન માટે રોકાણ અને ટેકનોલોજીને આકર્ષવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. સંરક્ષણ ક્ષેત્રમાં સીધા વિદેશી રોકાણ (FDI)ની મર્યાદા વધારીને ૭૪ ટકા કરવામાં આવી. નવા સંરક્ષણ ઔદ્યોગિક લાઈસન્સ મેળવવા માંગતી કંપનીઓને પ્રોત્સાહિત કરવામાં આવી. દેશમાં આધુનિક ટેક્નોલોજી લાવવા સક્ષમ કંપનીઓને આશ્રય આપવામાં આવ્યો. સંરક્ષણ મંત્રાલય (MoD)નું સંરક્ષણ ઉત્પાદન વિભાગ, એ સંરક્ષણમાં ‘મેક ઈન ઇન્ડિયા’ તક માટે srijandefence.gov.in નામનું પોર્ટલ પણ શરૂ કર્યું છે. તે સંરક્ષણ ઉત્પાદનમાં સ્વદેશી ટેકનોલોજીના વિકાસ માટે સમર્પિત છે, જે અનિવાર્યપણે ખાનગી ક્ષેત્રને સંરક્ષણના સ્વદેશીકરણના પ્રયાસોમાં ભાગ લેવા સક્ષમ બનાવે છે.
સૃજનના નામથી બીજું પોર્ટલ બનાવવામાં આવ્યું. જે ડીપીએસયુ, ઓએફબી અને સેવાઓ માટે ઔદ્યોગિક ઈન્ટરફેસ તરીકે કામ કરે છે. નાના અને મધ્યમ ઉદ્યોગોના વિકાસમાં મદદ કરવી, આ સિવાય જરૂરી માહિતી મેળવવા માટે, રોકાણની તકો, પ્રક્રિયાઓ અને નિયમનકારી જરૂરિયાતોના પ્રશ્નોના જવાબો મેળવવા માટે સંરક્ષણ રોકાણકાર સેલને સિંગલ વિન્ડો તરીકે બનાવવામાં આવ્યું છે, આવી તમામ પહેલો અને સુધારાઓ પર દેશના કેન્દ્રીય નેતૃત્વ દ્વારા નજીકથી દેખરેખ રાખવામાં આવી હતી. જેના કારણે ભારતમાં એક સર્વગ્રાહી સંરક્ષણ ઉત્પાદન ઇકોસિસ્ટમનો વિકાસ થયો છે. લેફ્ટનન્ટ જનરલ અભય કૃષ્ણ (નિવૃત્ત)એ કહ્યું કે આ તમામ કાર્યો પાછળ આપણા માનનીય વડાપ્રધાનની મજબૂત પ્રેરણા રહેલી છે. જેની દૂરગામી વિચારસરણીના પરિણામો હવે જમીની સ્તરે દેખાઈ રહ્યા છે. પાંચ વર્ષ પહેલાની સરખામણીમાં આજે દેશની સંરક્ષણ નિકાસ લગભગ આઠ ગણી વધી છે. મેક ઈન ઈન્ડિયાએ ભારતને શસ્ત્રોના સૌથી મોટા આયાતકારને બદલે ઊભરતાં મુખ્ય શસ્ત્ર પૂરું પાડનાર તરીકે આંતરરાષ્ટ્રીય સ્તરે જાણીતું બનાવ્યું છે. જે પોતાના માટે હથિયાર બનાવે છે અને વેચે છે. આપણા હથિયારોની આયાત દિવસેને દિવસે ઘટી રહી છે.
સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૨ના રોજ દિલ્હીમાં પીએચડી ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી (પીએચડી-સીસીઆઈ)ના ૧૧૭મા વાર્ષિક સત્રને સંબોધિત કર્યું હતું. આ દરમિયાન, તેમણે ભારતીય સંરક્ષણ ઉદ્યોગમાં નવા રોકાણ અને સંશોધન અને વિકાસ પર વધુ ભાર આપવાનું આહ્વાન કર્યું હતું. જેથી દેશ નવી ઉંચાઈઓને સ્પર્શે. રાજનાથ સિંહે કહ્યું કે ઉદ્યોગ જગતના સંરક્ષણ ક્ષેત્રમાં યોગદાનથી સમગ્ર દેશને સર્વાંગી વિકાસ તરફ દોરી જશે. કારણ કે ભારતના સંરક્ષણ ઉદ્યોગ ક્ષેત્રે હવે વ્યૂહાત્મક રીતે મહત્વનો આકાર લીધો છે. ભારત વિશ્વના સૌથી મોટા સૈન્ય દળોમાંનું એક છે. અમારી પાસે ૧૪ લાખથી વધુ સક્રિય સૈન્ય કર્મચારીઓની સંખ્યા છે. ભારતનું લશ્કરી બજેટ યુનાઈટેડ સ્ટેટ્સ (યુએસ) અને ચીન પછી ત્રીજા ક્રમનું સૌથી મોટું વાર્ષિક સંરક્ષણ બજેટ છે. થોડા વર્ષો પહેલા સુધી, ભારત વિશ્વનો બીજો સૌથી મોટો સંરક્ષણ આયાતકાર હતો. પરંતુ હવે સ્થાનિક ઉત્પાદન વધવાથી શસ્ત્રોની નિકાસ વધશે અને આયાતમાં નોંધપાત્ર ઘટાડો થશે. દેશમાં ડિફેન્સ મેન્યુફેક્ચરિંગ કંપનીઓએ ડિફેન્સ ઉપકરણો, પ્લેટફોર્મ, પ્રણાલીઓ અને ઉપ-પ્રણાલીઓના સ્વદેશી ડિઝાઈન, વિકાસ અને ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે મોટા પગલાં લેવાનું શરૂ કર્યું છે. ભારતીય નૌકાદળ મહત્વપૂર્ણ મિશન ક્ષેત્રોમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ) અને મશીન લર્નિંગ (એમએલ)ને સામેલ કરવા પર ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે.. સંરક્ષણ ઉદ્યોગમાં નાના અને મધ્યમ ભારતીય ઉદ્યોગોની ભૂમિકા વધી રહી છે.
દેશનું સૌથી મોટું રાજ્ય ઉત્તર પ્રદેશ (યુપી), સંરક્ષણ સાધનોના ઉત્પાદનના મુખ્ય કેન્દ્ર તરીકે ઝડપથી ઉભરી રહ્યું છે. રશિયાના સહયોગથી અમેઠીમાં AK-203 એસોલ્ટ રાઈફલ્સનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. થોડા મહિના પહેલા વડાપ્રધાન મોદીએ ઝાંસીમાં રૂ. ૪૦૦ કરોડના ભારત ડાયનેમિક્સ પ્લાન્ટનો પાયો નાખ્યો હતો જે એન્ટી-ટેન્ક ગાઈડેડ મિસાઈલ માટે આગળ ધકેલવાની પ્રણાલીનું નિર્માણ કરે છે. ઉત્તર પ્રદેશનો ડિફેન્સ કોરિડોર આગ્રા, અલીગઢ, ઝાંસી, ચિત્રકૂટ, લખનૌ અને કાનપુર જેવા વિસ્તારોને આવરી લે છે. એ જ રીતે, તમિલનાડુ ડિફેન્સ ઈન્ડસ્ટ્રીયલ કોરિડોર ચેન્નાઈ, કોઈમ્બતુર, હોસુર, સાલેમ અને તિરુચિરાપલ્લી નામના પાંચ જિલ્લાઓને આવરી લે છે. શરૂઆતમાં માત્ર આ બે રાજ્યોમાં જ ડિફેન્સ કોરિડોર રાખવાની યોજના હતી. પરંતુ હવે ગુજરાતમાં વધુ એક ડિફેન્સ કોરિડોરનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત આંધ્રપ્રદેશ, તેલંગાણા, કર્ણાટક અને મહારાષ્ટ્ર સહિત અન્ય ઘણા રાજ્યોએ પણ સંરક્ષણ ઉત્પાદન તરફ મહત્વપૂર્ણ પગલાં લીધા છે. ‘નવા ભારત’ના નિર્માણ તરફ દેશની પ્રગતિના આ ખૂબ જ પ્રોત્સાહક સંકેતો છે. ભારતે છેલ્લા સાત વર્ષમાં ૩૮,૫૦૦ કરોડ રૂપિયાના સૈન્ય હાર્ડવેર અને સિસ્ટમ્સની નિકાસ કરી છે.
સંરક્ષણ નિર્માણ ક્ષેત્રે ભારતે હાંસલ કરેલી આ સિદ્ધિ વિશેષ રણનીતિ અને કાર્યયોજના ના કારણે પ્રાપ્ત થઈ છે. પરંતુ આ દૂરદર્શિતા ૨૦૧૪ પહેલા અસ્તિત્વમાં ન હતી. ૨૦૧૪ થી, સરકારે લાંબા ગાળાની યોજનાઓ પર કામ કરવાનું શરૂ કર્યું. વિગતવાર વ્યૂહરચના તૈયાર કરવામાં આવી હતી. સરકારી પ્રક્રિયાઓને સરળ બનાવવા ઉપરાંત, ભારત સરકારે જાહેર અને ખાનગી બંને ક્ષેત્રોની ભાગીદારી સાથે નિકાસ પ્રમોશન બોડીની સ્થાપના કરી. જેમાં વિદેશ મંત્રાલય પણ સામેલ હતું. સંરક્ષણ ઉત્પાદનોની આયાત માટે વિદેશી દેશો માટે એક્ઝિમ બેંક દ્વારા ધિરાણની સુવિધા બનાવવામાં આવી હતી. વિદેશમાં ભારતીય દૂતાવાસોને પણ સંરક્ષણ નિકાસને પ્રોત્સાહન આપવા માટે કહેવામાં આવ્યું હતું. વડાપ્રધાને વર્ષ ૨૦૨૦માં લખનૌમાં આયોજિત ડિફેન્સ એક્સપોમાં તેમના ભાષણ દરમિયાન કહ્યું હતું કે આગામી પાંચ વર્ષમાં અમારું લક્ષ્ય નિકાસને $૫ બિલિયન સુધી વધારવાનું છે, જે લગભગ ૪૦,૦૦૦ કરોડ રૂપિયા છે. કારણ કે વિશ્વની સૌથી મોટી લોકશાહી પોતાની સુરક્ષા માટે આયાત પર નિર્ભર ન રહી શકે.
તાજેતરની સ્થિતિ એ છે કે રશિયા ભારતને મોટાપાયે શસ્ત્રો પુરા પડે છે અને તેના પછી ફ્રાન્સ આવે છે. રશિયાએ ભારતને વિશાળ શ્રેણીના હથિયારો આપ્યા છે. જેમાં ટેન્કથી લઈને મિસાઈલ અને પ્લેનથી લઈને સબમરીન સુધીનો સમાવેશ થાય છે. બજેટની મર્યાદાઓ હોવા છતાં, યુએસ, રશિયા, ચીન જેવી વૈશ્વિક શક્તિઓ પાસે ઉપલબ્ધ સંરક્ષણ તકનીકોને જોતાં, ભારતીય સશસ્ત્ર દળોએ વ્યાપક સૈન્ય આધુનિકીકરણ માટે સમયબદ્ધ યોજના બનાવી છે. આ જ કારણ છે કે ભારત સરકાર સ્વદેશી સંરક્ષણ ઉત્પાદન માટે પહેલ કરતી વખતે અદ્યતન શસ્ત્ર પ્રણાલી, નેક્સ્ટ જનરેશન ફાઈટર એરક્રાફ્ટ, સબમરીન અને અદ્યતન એર ડિફેન્સ સિસ્ટમના વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. જેની અસર હવે ધીમે ધીમે દેખાઈ રહી છે. લેફ્ટનન્ટ જનરલ અભય કૃષ્ણના મતે વડાપ્રધાન મોદી જે રીતે સંરક્ષણ ક્ષેત્રે સુધારો કરી રહ્યા છે, હકીકતમાં એ દિવસ દૂર નથી, ભારત વિશ્વગુરુ બનવાની નજીક હશે.