આજરોજ મંત્રા ખાતે ટેક્સટાઇલ કમિશનર વસ્ત્ર મંત્રાલય ભારત સરકાર દ્વારા TUF ની જુદી-જુદી સ્કીમ ના પડતર પ્રશ્નો/ક્લેઇમ ના નિકાલ માટે બે દિવસના કેમ્પનું ઉદઘાટન માનનીય રાજ્ય કક્ષાના ટેક્સટાઇલ મંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશે કર્યું હતું આ પ્રસંગે એડિશનલ કમિશનર શ્રી એસ. પી વર્મા સાહેબ તથા ડેપ્યુટી ડિરેક્ટર જનરલ શ્રીમતી ઉષા પોલ હાજર રહ્યા હતા. ઉદ્ઘાટન સમારંભ પૂર્વે શ્રીમતી દર્શનાબેને મંત્રાની ખાસ કરીને ટેક્નિકલ ટેક્સટાઇલને લગતી મશીનરી/સાધનોનું નિરીક્ષણ કર્યું હતું. મંત્રાની આધુનિક સવલતોના નિર્દેશન બાદ તેઓ પ્રભાવિત થયા હતા તથા મંત્રા એ પોતાનું માર્કેટિંગ કરવું જોઈએ એવો મત વ્યક્ત કર્યો હતો. તેમણે હાજર રહેલા પત્રકારોને મંત્રાની ઉપ્લબ્ધીનો પ્રચાર કરવા પર ભાર મૂક્યો હતો. TUF ના પ્રશ્નોના નિકાલ બાબતે ચર્ચા કરતાં તેમણે જણાવ્યું હતું કે ઘણા કેસોમાં ઔધૌગિક યુનિટ દ્વારા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરવામાં આવ્યા નથી. તેમજ મોટા ભાગના કિસ્સામાં પ્રત્યક્ષ ઇન્સ્પેક્શન માટે યુનિટોએ રસ દર્શાવ્યો નથી. આ બે દિવસના કેમ્પમાં મંત્રા દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે અને ટેકસટાઇલ કમિશનરના ઓફિસરોને જુદી-જુદી ચાર ઓફિસો ફાળવવામાં આવી છે જેમાં સુરતના ઉદ્યોગકારોના પેન્ડિંગ સબસિડીના કેસોનો યોગ્ય ઉકેલ/નિકાલ કરવામાં આવશે. આ સમગ્ર પ્રક્રિયામાં બેન્કના નોડલ ઓફિસરોને પણ યોગ્ય માર્ગદર્શન આપવામાં આવશે. કાર્યક્રમની શરૂઆતમાં એડિશનલ ટેક્સટાઇલ કમિશનરશ્રી એસ. પી. વર્માએ સ્વાગત પ્રવચન કર્યું હતું. ડેપ્યુટી ડિરેક્ટર જનરલ શ્રીમતી ઉષાબેન પોલે કાર્યક્રમની માહિતી આપી હતી. મંત્રા તરફથી પ્રમુખશ્રી રજનીકાંત બચકાનીવાલા તથા ઉપપ્રમુખશ્રી જયવદનભાઈ બોડાવાલા તથા અન્ય કાઉન્સિલ મેમ્બર હાજર રહ્યા હતા.