ZEE5 દ્વારા ફેસ્ટિવ ઓફર તરીકે બધા દર્શકો માટે
મનોરંજન ફેસ્ટિવલ 2022 સ્ટ્રીમિંગ 35+ પ્રીમિયમ કન્ટેન્ટની ઘોષણા
~ યાદીમાં રશ્મી રોકેટ, સિંબા, ડ્રીમ ગર્લ, ઝોંબિવલી, કાલે ધંદે, વરુદુ કાવેલેનુ, ગીથા ગોવિંદમ અરનમનાઈ
3 અને ઓહ માય કડાવુલે વગેરે પ્રતિષ્ઠિત ટાઈટલ્સ એકદમ મફતમાં જોઈ શકાશે ~
ભારત, 21મી ઓક્ટોબર, 2022: ઈન્ડિયા અને ભારતનું સૌથી વિશાળ ઘરમાં વૃદ્ધિ પામેલું વિડિયો સ્ટ્રીમિંગ મંચ અને મનોરંજનના લાખ્ખો ચાહકો માટે બહુભાષી વાર્તાકાર ZEE5 વાર્ષિક કેમ્પેઈન ZEE5 મનોરંજન ફેસ્ટિવલ (ઝેડએમએફ) સાથે AVOD ઉપભોક્તાઓ માટે મોજમસ્તી અને અમર્યાદિત મનોરંજન દિવાળી પર લાવવા સુસજ્જ છે. 22મી ઓક્ટોબરથી 28મી ઓક્ટોબર, 2022 વચ્ચે યોજવા માટે સુસજ્જ ZEE5 મનોરંજન ફેસ્ટિવલ વિવિધ ભાષાઓમાં શૂન્ય ખર્ચે સ્ટીમ કરવા માટે ઘણા બધા પ્રીમિયમ અને સફળ SVOD કન્ટેન્ટ ટાઈટલ્સ જોવા મળશે. આ પહેલ ZEE5ની કન્ટેન્ટ લાઈબ્રેરીમાંથી નવીનતમ હિટ્સ બિન્જ-ઓન કરવા અને ગુણવત્તાયુક્ત પસંદગીમાં દર્શકોને સશક્ત બનાવવા માટે બ્રાન્ડના ધ્યેયની રેખામાં છે. 7 દિવસના ફેસ્ટિવલ દરમિયાન 35+ પ્રીમિયમ ટાઈટલ્સ વિવિધ પ્રકારો- થ્રિલર્સ, ફિકશન, રોમાન્સ વગેરેમાં
AVODના દર્શકો માટે ઉપલબ્ધ બનશે. લાઈન–અપમાં ટાઈટલ્સમાં હિંદીમાં કૌન બનેગી શિખરવતી, રશ્મી
રોકેટ, સિંબા, ડ્રીમ ગર્લ, 14 ફેરે, કેદારનાથ, મરાઠીમાં ઝોંબિવલી, કાલે ધંદે, પાંડુ, મુશળી પેટર્ન, તેલુગુમાં
વરુડુ કાવેલુનુ, ગીથા ગોવિંદમ, તમિળમાં ઓહ માય કડાવુલે, દિક્કિલૂના, બંગાળીમાં ગુલદસ્તા, કોલકતર
હેરી, 8/12 બિનય બાદલ દિનેશ, કન્નડમાં બજરંગી 2, એક લવ યા, હીરો, મલયાલમમાં પ્રથી પૂવાનકોઝી,
કલકી, આહા, અલ્લુ રામેન્દ્રન વગેરે સહિત અન્ય ઘણાનો સમાવેશ થાય છે.
કેમ્પેઈન લોન્ચ કરતાં ZEE5 ઈન્ડિયાના ચીફ બિઝનેસ ઓફિસર શ્રી મનીષ કાલરાએ જણાવ્યું હતું કે, “ટિયર
2 અને 3 શહેરો સહિત બજારોમાં ઓટીટી મંચો પર ગુણવત્તાયુક્ત કન્ટેન્ટ, રોમાંચક વાર્તાઓ અને વિવિધ
પ્રકારો માટે ભૂખ વધી રહી છે. અમે વિશાળ દર્શકોને અમારી અમુક લોકપ્રિય કન્ટેન્ટ પ્રોપર્ટીઝ પહોંચક્ષમ
બનાવીને તે માગણીને પહોંચી વળ્યા છીએ. અમારા ગ્રાહકોને ઉત્તમ મૂલ્ય પરિમાણ પ્રદાન કરવા સાથે
ગુણવત્તાયુક્ત કન્ટેન્ટની પહોંચક્ષમતાનું લોકશાહીકરણ કરવાનો અમારો હંમેશાં પ્રયાસ રહ્યો છે. અમને આશા
છે કે અમારા દર્શકો તહેવારોની ઉજવણી કરવા સાથે પ્રીમિયમ ZEE5 કન્ટેન્ટને માણશે.”
આ કેમ્પેઈન વિશે બોલતાં ZEE5ના AVOD માર્કેટિંગના હેડ શ્રી અભિરૂપ દત્તાએ જણાવ્યું હતું કે, “AVODના
ઘણા બધા દર્શકોમાં અદભુત વૃદ્ધિ જોવા મળી છે અને આ સાથે ખાસ કન્ટેન્ટ માટે માગણી પણ વધી છે.
ZEE5 મનોરંજન ફેસ્ટિવલને અદભુત પ્રતિસાદ અને તેની સફળતા જોતાં વધુ મોટા પાયા પર આ કેમ્પેઈન
પાછી લાવવા માટે અમારો નિર્ણય વધુ મજબૂતબનાવે છે. આ કેમ્પેઈન સાથે અમે ZEE5ના દર્શકોને મર્યાદિત
સમયગાળા માટે વિના ખર્ચે વિવિધ ભાષાઓમાં પ્રીમિયમ SVOD કન્ટેન્ટ ટાઈટલ્સની વ્યાપક પસંદગી
લાવીને પસંદગી આપવા સશક્ત બનાવવાનું લક્ષ્ય રાખ્યું છે. અમને ખાતરી છે કે અમારી ઓફરની
દેશભરના અમારા દર્શકો દ્વારા સરાહના કરાશે અને તેને માણવામાં આવશે.”
હાલમાં નવા ઉદ્યોગના અહેવાલો અનુસાર ભારતમાં સૌથી વધુ વૃદ્ધિ પામતું ઓટીટી મંચ ZEE5 100+ ટેસ્ટ
ક્લસ્ટર્સમાં તેની ડાઈવર્સિફાઈડ કન્ટેન્ટ માટે ઓળખાય છે અને તે અસલ, સુસંગત અને સુમેળ સાધતા
વાર્તાકથન પર કેન્દ્રિત છે. આજે ZEE5 લગભગ 5 લાખ + કલાકની ઓન–ડિમાન્ડ કન્ટેન્ટ અને 160+ લાઈવ
ટીવી ચેનલનું ઘર છે. લગભગ 3500 ફિલ્મોની સમૃદ્ધ લાઈબ્રેરી, 1750 ટીવી શો, 700 ઓરિજિનલ્સ સાથે
ZEE5 12 ભારતીય ભાષામાં કન્ટેન્ટ ઓફર કરે છે, જેમાં અંગ્રેજી, હિંદી, બંગાળી, મલયાલમ, તમિળ, તેલુગુ,

કન્નડ, મરાઠી, ઓરિયા, ભોજપુરી, ગુજરાતી અને પંજાબીનો સમાવેશ થાય છે. મંચ 2022 માટે રોમાંચક
લાઈન–અપ ધરાવે છે, જે તેની કન્ટેન્ટની વ્યાપક લાઈબ્રેરીમાં ઉમેરો કરીને મનોરંજનના ચાહકો માટે
કેટલોગની વ્યાપક શ્રેણી પ્રદાન કરે છે.