કલર્સના ઝુનૂનિયતમાં જહાનની ભૂમિકા ભજવતો અંકિત ગુપ્તા કહે છે, “મને લાગે છે કે કોઈ દેશ માટે કાંઈક પરિણામકારી કરવા માગતા હોય તેમને માટે પ્રજાસત્તાક દિવસ ઉત્તમ લોન્ચપેડ બની શકે છે. તેમાં આ દિવસની સુસંગતતા વિશે બાળકને વાર્તા કહેવી અથવા સ્વચ્છતા ઝુંબેશનું આયોજન કરવા જેવી પ્રવૃત્તિઓ કરી શકાય છે. આ દિવસ મને બાળપણની યાદ અપાવે છે. અમે આ દિવસની ક્યારેય રજા તરીકે જોતા નહોતા. અમે ધ્વજવંદન માટે વાટ જોતા અને દેશભક્તિની ફિલ્મો જોવા માટે ઘરે આવતા હતા. હું ભારતના બધા નાગરિકોને મારો પ્રેમ આપવા માગું છું, કારણ કે તેઓ દેશને ગૌરવ અપાવવા માટે કામ કરે છે.”
કલર્સ પર ઝુનૂનિયતમાં ઈલાહીની ભૂમિકા ભજવતી નેહા રાણા કહે છે, “મને આપણા દેશના વ્યાપક બંધારણ પ્રત્યે ગૌરવની લાગણી થાય છે. આ દેશને મહાન નેતાઓના આશીર્વાદ મળ્યા છે, જેણે રાષ્ટ્રનિર્માણમાં અથાક પરિશ્રમકર્યો હતો, જે હવે આપણે જાણીએ છીએ. આ દિવસો નાનો હતો ત્યારે મારા પરિવાર સાથે ઘરે દેશભક્તિની ફિલ્મો જોઈને દિવસ વિતાવતો તે આજે પણ યાદ છે.”
કલર્સ પર સાવી કી સવારીમાં સાવી નિત્યમની ભૂમિકા ભજવતી સમૃદ્ધિ શુક્લા કહે છે, “અમારી સોસાયટીમાં ધ્વજવંદન થતું તે પ્રજાસત્તાક દિવસની મારી બાળપણની સૌથી મૂલ્યવાન યાદગીરી છે. અમે ધ્વજની નીચે ઊભા રહેતા, ધ્વજવંદન થતાં તેમાંથી ફૂલોની પાંખડીઓ પડતી ત્યારે તેને પકડવા અમે પ્રયાસ કરતાં તે આજે પણ યાદ છે. અમને આ દિવસનું મહત્ત્વ બહુ પછીથી સમજાયું. આ પ્રજાસત્તાક દિવસ પર હું મારા પરિવાર સાથે સમય વિતાવવાની અને પરેડ જોવાની પરંપરા ચાલુ રાખીશ. ભારતના બધા નાગરિકોને આ નિમિત્તે પ્રજાસત્તાક દિવસની શુભેચ્છા!”
કલર્સ પર ધરમ પત્નીમાં રવિની ભૂમિકા ભજવતો ફહમાન ખાન કહે છે, “પ્રજાસત્તાક દિવસ મને સ્કૂલમાં થતી તે પરેડની યાદ અપાવે છે. બાળકો ધ્વજવંદન કરવા શાળામાં ધસી જાય છે, ભક્તિગીતો ગાય છે અને દેશભક્તિની ફિલ્મો જોતા બહુ ખુશી મળે છે. ધારાસભ્યોનાં કામો પર નિર્માણ થયેલા આ દેશમાં જીવવાની ખુશી છે, જે ધારાસભ્યોએ દરેક નાગરિકને આ દેશમાં હોવાનું ભાન ગૌરવ કરાવે તેની ખાતરી રાખી હતી. આપણે આપણી માતૃભૂમિને ભરપૂર પ્રેમ કરવો જોઈએ અને આપણા લોકોને ગૌરવવંતા બનાવવા જોઈએ એવી આશા છે. “
કલર્સ પર દુર્ગા ઔર ચારૂમાં દુર્ગાની ભૂમિકા ભજવતી ઔરા ભટનાગર કહે છે, “પ્રજાસત્તાક દિવસ પર હું શાળામાં જતી અને દેશભક્તિનાં ગીતો ગાવાં અને નૃત્ય કરવા જેવી મોજીલી પ્રવૃત્તિઓમાં ભાગ લેવા ઉત્સુક રહેતી હતી.
અમે બધા જ શાળામાં ધ્વજવંદન અને ઘરે જતી વખતે ટ્રિંકેટ્સ ખરીદી કરવા બહુ ઉત્સુક રહેતાં હતાં. મને આ દિવસે આપણા રાષ્ટ્રને આકાર આપનારા મહાન નેતાઓ વિશે વાંચવાનું ગમે છે.”